GCCI એ ChatGPT કોમ્યુનિટી કોમર્સ દ્વારા મહત્તમ વૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે વર્કશોપનું આયોજન કર્યું

Spread the love

અમદાવાદ

GCCI એ 27મી ફેબ્રુઆરી, 2023 ના રોજ GCCI ખાતે જાણીતા વક્તા CA ઋષભ સાવનસુખા દ્વારા ChatGPT વિશે વધુ જાણવા અને ChatGPT કોમ્યુનિટી કોમર્સ દ્વારા મહત્તમ વૃદ્ધિ પ્રાપ્ત કરવા એક વર્કશોપનું આયોજન કર્યું હતું.વર્કશોપના શ્રોતાઓનું સ્વાગત કરતાં GCCI પ્રમુખ પથિક પટવારીએ જણાવ્યું કે ChatGPT એક અદ્યતન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાધન છે અને તેની મદદથી આપણે વધુ ઉત્પાદકતા મેળવી શકીએ છીએ. આ એક એવું ટૂલ છે કે જે સામાન્ય નાગરિક ને ઉત્પાદકતા તેમજ કાર્યક્ષમતા નો સમન્વય કરવામાં કામયાબ બનાવશે. ખાસ તો આવા ટૂલ દ્વારા આપણે અદ્યતન માહિતી ખૂબ જ સહજ રીતે મેળવી શકીશું તેમજ તેના દ્વારા સમય નો પણ ખુબ જ સુંદર બચાવ કરી શકીશું.

આસિત શાહ, ચેરમેન, GCCI, ફિલ્મ, એન્ટરટેઈનમેન્ટ, મીડિયા એન્ડ ઈવેન્ટ્સ (FEME) સમિતિએ મુખ્ય વક્તા CA ઋષભભાઈ સાવનસુખાનો શ્રોતાઓને પરિચય કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન માં ChatGPT સમગ્ર વિશ્વમાં ખુબ જ નામાંકિત બનેલ છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે CA રિષભ સાવનસુખા કે જેઓ ChatGPT પર એક ઑથોરિટી છે તેઓ આ વિષય પરત્વે ખુબ જ સુંદર માહિતી પુરી પાડશે.

સભાને સંબોધતા, મુખ્ય વક્તા, CA ઋષભ સાવનસુખાએ ChatGPT વિશે વિગતવાર માહિતી આપી હતી અને આ મહત્વપૂર્ણ A। ટૂલનો મહત્તમ લાભ કેવી રીતે મેળવી શકાય તેની ટિપ્સ આપી હતી. તેમણે આગ્રહ કર્યો કે તમે જેટલી વધુ માહિતી આ ટૂલ ને પુરી પાડશો તેટલો સચોટ તેમજ વિગતવાર જવાબ તે તમને પૂરો પાડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રશ્નો સુંદર રીતે તૈયાર કરેલ તેમજ તાર્કિક હોવા જોઈએ. તેઓ એ જણાવ્યું કે એક એવું સાધન છે જે કોઈપણ ભાષામાં જવાબ આપશે. GCCI સેક્રેટરી જનરલ ડો. યોગેન્દ્ર કુમાર ત્રિવેદીએ આભારવિધિ સાથે વર્કશોપનું સમાપન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com