અમદાવાદ
જીસીસીઆઈની યુથ વિંગ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટ – જીવાયપીએલ-5 નું આયોજન તા 25 અને 26 ફેબ્રુઆરી, 2023 ના રોજ અદાણી શાંતિગ્રામ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં છ પુરુષ ટીમ અને ત્રણ ફિમેલ ટીમેં ભાગ લીધો હતો. લીગમાં કુલ 130 ખેલાડીઓએ ભાગ લીધો હતો. પુરુષ કેટેગરીમાં સાત મેચ રમવામાં આવી હતી. જેમાં સ્ટેલર ગલેક્સી વિજયી બની હતી.
પુરુષ કેટેગરીમાં મેન ઓફ ધ મેચ લખાન ઓર્ડેરા, શ્રેષ્ઠ બેટ્સમેન ગૌરંગ ગાલીયા, બેસ્ટ બોલર સુજલ પટેલ, સૌથી મૂલ્યવાન ખેલાડી લખાન ઓડેરા ને એવોર્ડ આપવામાં આવ્યા હતા.ફિમેલ કેટેગરીમાં ત્રણ મેચ રમવામાં આવી હતી.જેમાં બાઇક્સ ઓટો દિવસ ની ટીમ વિજયી બની હતી.ફિમેલ કેટેગરીમાં વુમન ઓફ ધ મેચનો એવોર્ડ કિંજલ પટેલ, ડૉ. સંજના ધરૈયા અને ડૉ. નિરાલી પટેલ ને આપવામાં આવ્યો હતો. શ્રેષ્ઠ બેટ્સવુમન મિસ પ્રિયા કૌર, શ્રેષ્ઠ બોલર મિસ રિયા અગ્રવાલ અને સૌથી વધુ મૂલ્યવાન ખેલાડીનો એવોર્ડ ડૉ. સંજના ધરૈયાને આપવા આવ્યા હતા.
વિજેતાઓ અને રનર અપ ટીમોના એવોર્ડ અપૂર્વ શાહ, માનદ ખજાનચી, જીસીસીઆઈ ના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ ટૂર્નામેન્ટમાં 250 થી વધુ યુથ વિંગ સભ્યોએ ભાગ લીધો હતો.યુથ વિંગ ચેમરન હેમલ પ્રજાપતિએ સફળ કાયક્રર્મ બદલ પ્રાયોજકો અને કમિટીના સભ્યોનો આભાર માન્યો હતો.