હેપ્પીનેસ મહોત્સવ : 15-16 માર્ચે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર અમદાવાદમાં :માર્ચ ૧૧ થી ૧૮ સુધી ગુજરાતના પ્રવાસે

Spread the love

શ્રી શ્રી રવિશંકર ૧૫ માર્ચે કર્ણાવતી ક્લબ અમદાવાદની મુલાકાતે છે ત્યારે હેપ્પીનેસ મહોત્સવનું આયોજન : 16મી એ સાયન્સ સીટી ખાતે ગુજરાતના 5000 યુવા પ્રતિનિધિઓ સાથે શ્રી શ્રી રવિશંકરજી તથા ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલ તથા કેબિનેટ મંત્રીઓ હાજર રહેશે

અમદાવાદ

આગમી માર્ચ ૧૧ થી ૧૮ સુધી ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર ગુજરાતના પ્રવાસને લઈને ઉદય ક્રિષ્ના, પ્રજ્ઞેશ શાહ , હિમા પરીખ , શેલજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ખુશ રહેવું એ માનવનું સહજ સ્વભાવ છે. જેમ શારીરિક સ્વછતા નું મહત્વ છે એમ કોરોના કાળ બાદ માનસિક સ્વચ્છતાનું મહત્વ ખૂબ વધી ગયું છે. તેવી જ એક પહેલના પ્રોગ્રામ હેઠળ ધ આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર, ૧૫ માર્ચે કર્ણાવતી ક્લબ અમદાવાદની મુલાકાતે છે ત્યારે હેપ્પીનેસ મહોત્સવનું આયોજન કરવામા આવ્યું છે.૧૬ માર્ચે અમદાવાદ પલ્સ ઓફ વિઝડમ નામના કાર્યક્રમમાં હાજરી આપશે. તે સમયે હજારોની સંખ્યામાં લોકોને ખુશ રહેવા માટે નો રસ્તો દેખાડશે, ધ આર્ટ ઓફ લિવિગ અમદાવાદના સભ્યોએ હેપીનેસ પ્રોગ્રામની (મુહીમ) અભિયાન ચલાવી, અમદાવાદ વાસીઓ માટે તનાવ થી દૂર રહેવા માટે ના ઉપાયો તેમજ માનસિક સ્વચ્છતા અને જીવનમાં એક તૃપ્તિના અનુભવ મેળવવા હેપીનેસ પ્રોગ્રામ દ્વારા સુદર્શન ક્રિયા ધ્યાન પ્રાણાયામ નો અનુભવ કરાવ્યો છે. આ હેપીનેસ શિબિરમાં ભાગ લેતા તમામ પ્રતિભાગીઓ ને ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર, આગામી તારીખ ૧૫ માર્ચે સંબોધશે.16મી એ સાયન્સ સીટી ખાતે ગુજરાતના 5000 યુવા પ્રતિનિધિઓ સાથે શ્રી શ્રી રવિશંકરજી તથા ગુજરાત ના ચીફ મિનિસ્ટર ભુપેનદ્રભાઈ પટેલ તથા કેબિનેટ મંત્રીઓ ની હાજરી માં ડ્રગ ફ્રી (ગુજરાત),મિશન ગ્રીન ગુજરાત પાણી બચાઓ અભિયાન વગેરે સામાજીક જવાબદારીઓ યુવાની સુધી પહોંચે અને યુવાની એની માટે સુંદર કામ કરી શકે એવું આયોજન કરેલ છે.

વધુમાં જણાવ્યું હતું કે યુથ પર ગુરુજીનો મુખ્ય ફોકસ છે અને યુથને આધ્યાત્મિક થી જોડવાનો મુખ્ય ધ્યેય છે.તણાવમુક્ત જીવન જરૂરી છે જીવનમાં તેના માટે યોગા,પ્રાણાયામ, અને સુદર્શન ક્રિયા એટલે ૩૦ થી ૩૫ મિનિટ સુધીની પ્રોસેસ. કોવીડ માં લોકોએ ભય નો સામનો કર્યો અને ચેતનાના ઊંડાણ સુધી ભય જઇ શકે છે.દરેકની લાગણી સાથે શ્વાસ ની એક ક્રિયા જોડાયેલી છે,ભય સાથે શ્વાસ જોડાયેલો છે એટલે કોવિડ બાદ જે માનસિકતા ભય ની પ્રસરી છે લોકોમાં એને દૂર કરવા અને જીવન કેવું હોવું જોઈએ એનો અહેસાસ આ પ્રકિયાઓથી થાય છે અને તેમાં અવેરનેસ લાવવાનો લોકોમાં એક આ પ્રયાસ છે.ઇમ્યુનીટી માટે પ્રાણાયામ જરૂરી છે. સુદર્શન ક્રિયા એ ટૂલ છે જેમાં ૬૦૦ રિસર્ચ પેપર નાં સાયન્ટિફિક પ્રૂફ છે.કોવીડ બાદ મહારાષ્ટ્રમાં પુના ,આંકોલા,મુંબઈ નાસિક,નાંદેડ જેવા શહેરોમાં તેમજ અગાઉ યુ.એસ,યુરોપ લઇ કુલ ૧૮૦ દેશોમાં આવા પ્રકારના કોર્સ નાં અનુભવ કરેલ છે.

આપણા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર અમદાવાદ, ગુજરાત આવી રહ્યા છે. તો એમના આવતા પહેલાના બે અઠવાડિયા પહેલા,તારીખ 3જી માર્ચ થી 5મી માર્ચ સુધી હેપ્પીનેસ શિબિરનું સઘન આયોજન કરેલ છે, જેમાં અપેક્ષા છે કે વધારેમાં વધારે લોકો આ શિબિરનો લાભ લે અને શિબિરના અંત કાર્યક્રમ સ્વરૂપે ગુરુદેવના આશીર્વાદ લઇ ધ્યાન સાથે આ યાત્રા ને પૂર્ણ કરે.

ધી આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા શ્રી શ્રી રવિશંકર આગામી ૧૧ માર્ચથી ૧૮ માર્ચ સુધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, જે અંતર્ગત ગુજરાતના ઘણા રહેરોમાં વિભિન્ન કાર્યક્રમોનું પ્રયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૧૧ માર્ચ ના રોજ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર રાજકોટ ખાતે વિજ્ઞાન ભૈરવ ના વિષય ઉપર કાર્યક્રમ સંબોધશે. તેમજ તારીખ ૧૨ અને ૧૩ માર્ચના રોજ સુરત ખાતે અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે જે અંતર્ગત તારીખ ૧૨ માર્ચના રોજ વિજ્ઞાન ભૈરવ અને ૩ માર્ચના રોજ રત્નરાજ ઉત્સવ કાર્યક્રમ જેમાં અગાઉ આર્ટ ઓફ લિવિંગ ની શિબિરમાં જોડાયેલ સાધકોને સુદર્શન ક્રિયા કરાવડાવશે. વધુ મળતી મંહિતી મુજબ ગુજરાતના ત્રણ શહેરમાં પદ્મ ઓફ વિઝડમ નામના કાર્યક્રમમાં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર હાજરી આપશે, તારીખ ૧૪ ના રોજ વાપી અને ગાંધીધામ અને તારીખ ૧૬ માર્ચે અમદાવાદ પલ્સ ઓફ વિઝડમ નામના કાર્યક્રમમાં હાજરી આપશે. તારીખ ૧૫ ના રોજ અમદાવાદ ખાતે હેપીનેસ મહોત્સવનું આયોજન થયેલ હોય તે દિવસે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર હજારોની સંખ્યામાં લોકોને સંબોધશે. ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર ના આગામી ગુજરાત પ્રવાસ યુવાઓ માટે ખાસ બની રહેશે એટલે કે તારીખ ૧૭ ના રોજ આણંદ મુકામે એડયુ-યુથ મીટ માં હજારો યુવાનોને વ્યસનમુક્તિ તેમજ પર્યાવરણ સંરક્ષણ નો બોધ આપશે અને ત્યારબાદ વાસદ ખાતે આવેલ ધ આર્ટ ઓફ લિવિંગના આશ્રમની મુલાકાત પણ લેશે.

હેપીનેસ મહોત્સવ ની શરૂઆતની અવધારણામાં ગુરુદેવે તણાવમુક્ત અમદાવાદ અને ધ્યાનયુક્ત અમદાવાદનો સંકલ્પ આર્ટ ઓફ લિવિંગના ટીચર્સ અને વૉન્ટર્સ સાથે આપ્યો હતો, જેના દ્વારા છેલ્લા ચાર મહિનાઓમાં સમસ્ત અમદાવાદ વિસ્તારમાં, દરેક સોસાયટીઓમાં, કૉમ્યૂનિટી હોલમાં, ગાર્ડન પાર્ક માં ધ્યાનમય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર દરમ્યાન દસ હજાર લોકોએ ધ્યાન નો અનુભવ કર્યો અને ઘણા બધા લોકોને એનો ફાયદો થયો.તેના પછી પ્રસિદ્ધ હેપીનસ પ્રોગ્રામ – સુદર્શન ક્રિયા શીખવાડવા માટે આર્ટ ઓફ લિવિંગના ટીચર્સ દ્વારા તેમના સેંટર અને તેમજ અલગ અલગ જગ્યા ઉપર શિબિર નું આયોજન કરેલ, જેમાં ઘણા બધા લોકો ના જીવનમાં સકારાત્મક રૂપાંતરણ જોવા મળ્યું.ઘણા બધા લોકોએ તંદુરસ્ત અને તણાવ મુક્ત જીવન જીવવા માટે આર્ટ ઓફ લિવિંગની જીવન શૈલી અપનાવી.

આગમી માર્ચ ૧૧ થી ૧૮ સુધી ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર ગુજરાતના પ્રવાસ કાર્યક્રમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com