હાટકેશ્વર બ્રિજના કોન્ટ્રાકટરને બ્લેકલીસ્ટ કરો અને કસુરવાર અધિકારી સામે કાનુની કાર્યવાહી કરવા કૉંગ્રેસની માંગણી 

Spread the love

 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ

અજય એન્જીનીયરીંગ કું દ્વારા હાલમાં ચાલતા પલ્લવ ચાર રસ્તા બ્રિજ બનાવવાના કામની વિજીલન્સ તપાસની માંગ

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર અજય એન્જીનીયરીંગ કું દ્વારા અગાઉ કરેલ ગોતા રેલ્વે ફલાયઓવર બ્રિજના કામ બાબતે વહીવટી તંત્ર દ્વારા રૂા.૨.૩૭ કરોડની પેનલ્ટી પણ કરવામાં આવેલ હતી . આ રાજકીય દબાણને કારણે સ્ટેન્ડિંગ કમીટી દ્વારા પેનલ્ટી ધટાડીને ભલામણની રકમની ટોકન માત્ર ૧૦% એટલે કે રૂા. ૨૩.૬૯ લાખની કરી દેવામાં આવી હતી તેમજ બ્રિજ બન્યા બાદ ટેન્ડરની શરતોનુસાર તેનો ફરજિયાત લોડ ટેસ્ટીંગ કરવાનો થાય છે તે ટેસ્ટીગ કોન્ટ્રાકટર, ડીઝાઇન કન્ટલટન્ટ, થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન કરનારી એજન્સી તથા મ્યુનિ. કોર્પોના અધિકારીની હાજરીમાં કરવાનો થાય છે તેનો રીર્પોટ આવ્યા બાદ જ બ્રિજ વપરાશ માટે લાયક છે કે કેમ ? તે ખબર પડે છે તેમજ દરેક બીમ તથા પિલ્લરના કન્ટ્રકશન સમયે કોંક્રીટના ક્યુબ ટેસ્ટીંગ સમયાંતરે પણ કરવાના થાય છે તે અલગ અલગ લેબોરેટરીમાં તે ક્યુબનો ટેસ્ટીંગ કરી તેનો રીર્પોટ આપે છે આ તમામ બાબતો ટેન્ડરની શરતોમાં સામેલ હોય છે જેથી બ્રિજના ક્રન્ટ્રકશન સમયે પણ ટેન્ડરની શરતોનો અમલ કરેલ નથી જેથી તે બ્લેકલીસ્ટ થવાને પાત્ર બને છે તેમ છતાં તે બાબતે કોઇ કાર્યવાહી કેમ કરેલ નથી ?

હાટકેશ્વર બ્રિજના કામમાં મટીરીયલ્સ તથા કામની ગુણવત્તા જળવાઇ નથી જેને કારણે બ્રિજ વપરાશ માટે યોગ્ય રહેવા પામેલ નથી હાટકેશ્વર બ્રિજ છે આ કામના કોન્ટ્રાકટર અજય એન્જીનીયરીંગ કું દ્વારા હાલ રૂા.૧૦૦ કરોડના ખર્ચે નવનિર્મિત પલ્લવ ચાર રસ્તા બ્રિજ બનાવવાનું કામ છેલ્લા એક વર્ષથી ચાલુ છે તો અમારી માંગણી છે કે અજય એન્જીનીયરીંગ હું દ્વારા અગાઉ થયેલ કામો તથા હાલમાં ચાલતાં પલ્લવ ચાર રસ્તા બ્રિજના કામો બાબતે થતી કામગીરી તથા કામમા વપરાતાં મટીરીયલ્સ જેવા કે સ્ટીલ સિમેન્ટ વિ. ની ગુણવત્તા બાબતે પુરતી તપાસ કરવી જરૂરી જ નહી પણ અનિવાર્ય બની જાય છે તેથી પલ્લવ ચાર રસ્તા બ્રિજના કામો બાબતે થતી કામગીરી તથા કામમાં વપરાયેલ સ્ટીલ સિમેન્ટ વિ. ની ગુણવત્તા બાબતે પુરતી નિષ્પક્ષ વિજીલન્સ તપાસ કરાવવા તેમજ આ બાબતે જે કોઇ કસુરવાર હોય તેની સામે કાનુની કાર્યવાહી કરવી જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com