આસામ સરકાર દ્વારા સુરતમાં ઉત્પાદિત થતી મેખલા ચાદોર સાડી ઉપર પ્રતિબંધ મુકાયો : કોંગ્રેસ પ્રવકતા પાર્થિવરાજસિંહ

Spread the love

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયા

પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી સમસ્યાનું નિવારણ લાવે તેવી કૉંગ્રેસની માંગ : સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને 3000 કરોડથી વધારે નુકસાન થઈ શકે છે

અમદાવાદ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું કે હાલમાં આસામ સરકાર દ્વારા ગુજરાતના સુરતમાં ઉત્પાદિત થતી મેખલા ચાદોર સાડી ઉપર પ્રતિબંધની નિંદા કરીએ છીએ. ભારત માં એક રાજ્ય બીજા રાજ્ય પર વેપાર ધંધા નો પ્રતિબંધ મુકે તે કદાચ પેહલી ઘટના હશે. બન્ને રાજ્યોમાં ભાજપ ની સરકાર અને કેન્દ્રમાં પણ ભાજપ ની સરકાર છે છતાં આ પ્રકાર નો નિર્ણય શરમજનક છે. ગુજરાત રાજ્ય ના સુરત માં આશરે ૩૦૦૦ કરોડ થી પણ વધુનો મેખલા ચાદોર સાડીનો વેપાર આસામ સાથે થઈ રહ્યો હતો તેનું નુકશાન વેપાર જગતને ભોગવવું પડશે. સુરતમાં ઉત્પાદિત મેખલા ચાદોર સાડીઓનું વેચાણ તથા મોટા પ્રમાણમાં રો મટીરીયલ યાર્ન – ઝરી પણ ત્યાં મોકલાવવા માં આવતું હતું. ટેકસટાઇલ ઉદ્યોગ ના ૫૦૦૦ થી વધુ ટ્રેડર્સ, વિવર્સ સહિત કામદારો ની રોજી રોટી ઉપર અસર પડશે. એક નિર્ણય પાંચ હજાર પરિવારો ને નુકશાન પોંચાડી શકે તેમ છે ત્યારે પ્રજાહિત માં તાત્કાલિક નિર્ણય પાછો ખેંચાઈ તેની માંગ કરીએ છીએ.

રાજ્ય કક્ષાના કાપડ મંત્રી દર્શનાબેન જરદોશ સુરત ના સાંસદ હોય ત્યારે મોસાળ માં જમણ હોય અને સુરત ભૂખ્યું રહે તેવી સ્થિતિ બની છે. વિવિધ ટેકસટાઇલ એસોસિયેશન એ કાપડ મંત્રી ને રજૂઆત કરી હતી કે સુરત ના વેપારીઓ નો કાપડ નો માલ અને પૈસા આસામ માં અટવાયા છે અને આગામી દિવસો માં વેપાર ને મોટું નુકશાન થાય તેવી ચિંતા દર્શાવી હતી. આંતરરાજ્ય વેપાર માં આ પ્રકાર ના પ્રતિબંધ આવનારા સમય માં મુક્ત વેપાર વ્યવસ્થા માટે ચિંતા ઉપજાવે છે. આમ અલગ અલગ રાજ્યો આ પ્રકાર ના પ્રતિબંધ લાવશે તો વેપાર કેમ થશે? પ્રધાનમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી તાત્કાલિક આસામના મુખ્યપ્રધાન જોડે વાત કરી સમસ્યાનું નિરાકરણ લાવી તેવી માંગ છે .જેથી ગુજરાત ના કાપડ ઉદ્યોગ અને ઉદ્યોગ જોડે સંકળાયેલા રોજગાર ઉપર માઠી અસર ના પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *