અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લગભગ ૩૮ લાખ સોનાના દાગીના લૂંટનારને એકટીવા સાથે આરોપીને નારોલ સર્કલથી ઝડપ્યો

Spread the love

આરોપી મનિષ ઉર્ફે મનોજ કનૈયાલાલ હીરાનંદ સેવાણી (સિંધી)

અમદાવાદ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શાહપુર મેટ્રો સ્ટેશન પાસે સોનાના દાગીનાની ચકચારી લૂંટ કરનાર મુખ્ય આરોપીને સોનાના દાગીના નેટ વજન ૮૮૦.૬૨ ગ્રામ કિં.રૂ. ૩૭,૯૮,૨૯૦.૧૮૪/- તથા એકટીવા કિ.રૂ. ૫૦,૦૦૦/- મળી તમામ મુદ્દામાલ ની કિ.રૂ. ૩૮,૪૮,૨૯૦,૧૮૪ નો મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે .

અમદાવાદ ક્રાઇમબ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.આલની ટીમના પો.સ.ઈ. પી.બી.ચૌધરી તથા એમ.એન.જાડેજા અને સ્કોડના માણસો દ્વારા માધુપુરા પોલીસ સ્ટેશન પાર્ટ એમાં ઇપીકો કલમ ૩૯૨, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪, ૧૨૦(બી) તથા જી.પી.એકટ ૧૩૫ મુજબના ગુનામાં નાસતો ફરતો હતો. આ આરોપી મનિષ ઉર્ફે મનોજ કનૈયાલાલ હીરાનંદ સેવાણી (સિંધી) ને તા.૦૪/૦૩/૨૦૧૩ ના રોજ અમદાવાદ નારોલ સર્કલ પાસેથી ઝડપી લીધો હતો .આરોપી પાસેથી રોઝ ગોલ્ડ વીંટી કુલ નંગ-૨૩૧ જેનુ કુલ ગ્રોસ વજન ૯૨૪.૬૭ ગ્રામ તથા ગોલ્ડનું ફુલ નેટ વજન ૮૮૦.૬૨ ગ્રામ ગણી કિ.રૂ. ૩૭,૯૮,૨૯૦.૧૮૪/- ગણી તથા એકટીવા કિ.રૂ. ૫૦,૦૦૦/- મળી તમામ મુદ્દામાલ ની કિ.રૂ. ૩૮,૪૮,૨૯૦,૧૮૪ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ ગુનાના કામે અગાઉ પકડાયેલ આરોપી (૧) નિખીલ લાખુભાઇ રાઠોડ તથા (૨) કૌશિક ઉર્ફે પાંગા S/O કિશોરભાઇ ઘમંડે (૩) નિતીન ઉર્ફે બોબડો સોનાના દાગિના સાથે મળી કિ.રૂ. ૨,૨૯,૦૧,૫૯૨/- (બે કરોડ ઓગણતીસ લાખ એક હજાર પાંચસો બાંણુ) કબ્જે કરાયા હતા.આરોપીએ પુછપરછમાં જણાવ્યું હતું કે પકડાયેલ આરોપીએ પોતાના બીજા સાગરીતો સાથે મળી ટુકડી બનાવી અગાઉથી ગુનાહીત કાવતરું ઘડી લૂંટ કરી તા.૦૭/૧૧/૨૦૨૨ ના રોજ બાપા સીતારામ ચોક પાસે ભવ્ય ગોલ્ડ પેલેસ પાસે રેકી કરી હતી. ફરિયાદી પરાગ શાહ તથા સાહેદ ધર્મેશભાઇ લિંબાણીનો પીછો કર્યો હતો બાદ શાહપુર મેટ્રો સ્ટેશન પાસે પહોચતા પરાગે એકટીવા ધીમુ કરતા તક ઝડપી લઇ તેઓ પાસેથી સોનાના દાગિના ભરેલ થેલો ઝુંટવી લેવાનો પ્રયાસ કરેલ પરંતું તેમને થેલો મજબુત પકડી રાખી બુમાબુમ કરતા ચપ્પુ બતાવી ધમકી આપી થેલો લૂંટ લીધો હતો.

આ લૂંટ દાગીના એક જગ્યાએ અથવા એક વ્યક્તિ પાસેથી રાખવા જોખમી હોય ટુકડીના દરેક સભ્યોને થોડા થોડા દાગીના સગેવગે કરવા આપી દીધા હતા ઉપરોકત લૂંટ સિવાય સરખેજ પો.સ્ટે. માં આંગડીયા પેઢી ના વેપારીની એકટીવાની ડેકી તોડી રૂ.૬,૭૦,૦૦૦/- ની ચોરીના ગુનામા તથા સોલા પો.સ્ટે.માં ચિલઝડપ ના ગુનામા નાસતો ફરતો છે.

માધુપુરા ખાતે લૂંટ કર્યા બાદ બરોડા, સુરત, દીવ, જામનગર, ભાવનગર, કાલુપુર રેલ્વે સ્ટેશન, ચેન્નાઇ શહેર, શીરડી, મુંબઇ શહેરો માં જુદી જુદી જગ્યાએ રોકાયેલ હતો. દરમ્યાન મુંબઇ શહેર મીરા રોડ ઉપર એક એકટીવાની ડેકી તોડી રોકડા રૂપિયા સાત લાખની ચોરી કરી હતી આ ગુન્હામા સંડોવાયેલ બીજા આરોપીઓ તથા બાકીના મુદ્દામાલ બાબતે તથા આવા પ્રકારના બીજા ગુન્હાઓ આચરેલ છે કે કેમ? તે દિશામા આગળની વધુ તપાસ ચાલી રહી છે.

(૧) માધુપુરા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૦૨૨૦૭૬૦/૨૦૨૨ ઇપીકો કલમ ૩૯૨, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪, ૧૨૦(બી) તથા જી.પી.એકટ ૧૩૫

(૨) સરખેજ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૪૮૨૨૧૦૨૯/૨૦૨૨ ઇપીકો ૩૭૯,૪૬૧ (૩) સોલ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૪૫૨૨૦૯૨૮/૨૦૨૨ ઇપીકો કલમ

૩૭૯(એ)(૩), ૧૧૪ (૪) મુંબઇ શહેર મીરારોડ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૫૦૦/૨૦૨૨ ઇપીકો કલમ ૩૭૯, ૪૨૭મુ જબ ગુન્હા શોધાયા હતાં.

મોડસ ઓપરેન્ડસી

• ચોરી અથવા લૂંટ ને અંજામ આપવા સારુ ૩ થી વધુ માણસોની ટૂકડી બનાવે છે. • જવેલર્સના શોરૂમ તથા આંગડીયા પેઢી ની આજુબાજુ રેકી કરે છે.

શોરૂમ અથવા આંગડીયા પેઢીમાંથી બેગ કે થેલીઓ લઇને નીકળનાર માણસોનો પીછો કરે છે. • દાગિના કે રૂપિયા લઇને નીકળેલ વેપારી કે માણસો ટુવ્હીલર ગાડીમાં જતા હોય ત્યારે રસ્તામાં રોકી તેમની પાસેના બેગ ઝુંટવી લે છે. જો સામેવાળા પ્રતિકાર કરે તો ચપ્પુ બતાવી ધમકી આપી લૂંટ કરે છે.

• ફોરવ્હીલ ગાડીમાં જનાર ને ટુકડીમાંથી એક માણસ રસ્તામાં ગાડી ઉભી રખાવી જોઈને ગાડી ચલાવતો નથી તેમ કહી ઝઘડો કરી ગાડીમાંથી નીચે ઉતારી બોલાચાર્લી કરે છે. દરમ્યાન સાથેના બીજા માણસો ફોરવ્હીલ ગાડીમાંથી બેગ ની ચોરી કરી લે છે. • ચોરીમાં કે લૂંટ માં ઉપયોગમાં લીધેલ વાહનો ના RT.0. નંબર કાઢી નાખે છે અથવા ખોટા નંબર લખે છે.ટોળકીના દરેક સભ્યો ચહેરો ઢાંકવા માટે હેલમેટ, માથામાં ટોપી તથા માસ્ક અથવા રૂમાલ નો ઉપયોગ કરે છે. તેમજ દરેક સભ્યો પોતાની સાથે વધારાના કપડા રાખે છે. ગુન્હાને અંજામ આપી રસ્તામાં કોઇ જગ્યાએ કપડા બદલી નાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com