ખૂનના ગુનામાં કાચા કામના બે નાસતા ફરતા કેદીઓને ઝડપી લઈ જેલ હવાલે કરતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

આરોપી કિરણ ઉર્ફે દિપક મુકેશભાઈ નાડીયા તથા  સોહીલ ઉર્ફે સાહીલ મોહનભાઈ નાડીયા

અમદાવાદ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર એન.જી.સોલંકીની ટીમના પો.સ.ઈ.શ્રી કે.કે.ચૌહાણ તથા એ.એસ.આઈ.હિંમતસિંહ ભુરાભાઈ તથા પો.કો રમેશકુમાર હિરદેરામ દ્વારા પેરોલ/ફર્લો જંપ,વચગાળાના જામીન પરથી ફરાર આરોપી (૧) કિરણ ઉર્ફે દિપક મુકેશભાઈ નાડીયા તથા કેદી નં.૪૦૭/૨૨- (૨) સોહીલ ઉર્ફે સાહીલ મોહનભાઈ નાડીયા બંને રહે: મ.નં.૧૦૩, નહેરૂનગરના છાપરા, લાલ બંગલા પાસે, હાટકેશ્વર સ્મશાન ગૃહ સામે, અમરાઈવાડી અમદાવાદને હાટકેશ્વર સર્કલ રોડ પાસેથી ઝડપી લીધેલ છે.મરણ જનાર તરૂણ પુંજાભાઈ ભરવાડ(નાડીયા) ઉ.વ.૨૭ તથા ઉપરોકત બંને આરોપીઓ નજીકમાં રહેતા હોય મરણજનાર વર્ચસ્વ જમાવવા માટે બંને આરોપીઓ સાથે અવાર નવાર ગાળાગાળી કરી તકરાર કરતો જે કારણે બંને આરોપીઓ ભેગા મળી ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાટકેશ્વર સ્મશાન પાસે ખુલ્લી જગ્યામાં તા.૦૫/૦૫/૨૦૧૯ ના રોજ મરણ જ mનારને માથા તથા કપાળના ભાગે મોટા પથ્થરો મારી ઈજાઓ કરી મોત નિપજાવેલ હતુ. જે અંગે ખોખરા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૪૫/૨૦૧૯ ધી ઈ.પી.કો.કલમ ૩૦૨, ૧૧૪ મુજબનો ગુનો નોંધાયો હતો.કેદી નં.૪૦૬/૨૨-(૧) કિરણ ઉર્ફે દિપક મુકેશભાઈ નાડીયાને નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમ આધારે અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતેથી દિન-૦૭ ના વચગાળાના જામીન ઉપર તા.૦૧/૦૨/૨૦૨૩ રોજ મુકત કરવામાં આવ્યો હતો . વચગાળાના જામીન ઉપરથી તા.૧૨/૦૨/૨૦૨૩ ના રોજ પરત જેલ ખાતે હાજર થવાનુ હતુ. તેમજ કેદી નં.૪૦૭/૨૨- (૨) સોહીલ ઉર્ફે સાહીલ મોહનભાઈ નાડીયાને નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમ આધારે અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતેથી દિન-૦૭ ના વચગાળાના જામીન ઉપર તા.૧૦/૦૨/૨૦૨૩ ના રોજ મુકત કરવામાં આવ્યો હતો. વચગાળાના જામીન ઉપરથી તા.૧૮/૦૨/૨૦૨૩ ના રોજ પરત જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ બંને આજદીન સુધી હાજર થયેલ નહિ અને ફરાર થઈ ગયા હતા જે બંનેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com