ગાંધીનગર ખાતે રૂ.૧૩૬ કરોડના ખર્ચે નવી અદ્યતન અને સુવિધાસભર જિલ્લા કોર્ટ બિલ્ડિંગનું નિર્માણ થશે ઃ કાયદા મંત્રી ઋષિકેશ પટેલ

Spread the love

ગાંધીનગર ખાતે નવી જિલ્લા કોર્ટ બિલ્ડિંગ અંગે વિધાનસભા ગૃહના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ દ્વારા પુછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા કાયદા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગર ખાતે નવી અદ્યતન જિલ્લા કોર્ટ બિલ્ડિંગમાં બાંધકામ માટે રૂ.૧૩૬ કરોડની વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે. ગાંધીનગર કોર્ટનું હાલનું કુલ બાંધકામ ક્ષેત્રફળ ૭૧૩૮ ચો.મીટર છે. આ જુની બીલ્ડીંગનાં બાંધકામ કરતાં ૬૦૦ ટકા વધુ એટલે કે ૪૧,૦૩૭ ચો.મી જેટલું બાંધકામની મંજુરી નવા કોર્ટ બિલ્ડિંગ માટે આપવામાં આવી છે. આ નવી અદ્યતન ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગનું બાંધકામ બે બેઝમેન્ટ પાર્કિંગ ગ્રાઉન્ડ ૭ માળનું કરવામાં આવનાર છે. જેમાં ૨૮ કોર્ટ હાઉસની સુવિધા ઉપલબ્ધ થનાર છે. હાલ જીલ્લા કોર્ટમાં સ્ટાફ તેમજ અન્ય રુમની સંખ્યા-૨૨ છે. જ્યારે નિર્માણાધીન કોર્ટ બીલ્ડીંગમાં વકીલશ્રીઓને બેસવા માટે અત્યાધુનિક બાર રૂમ અને મહિલા વકીલો માટે લેડીઝ બાર રૂમ, સ્ટાફની કાર્યક્ષમતા વધારવા માટે અત્યાધુનિક સ્ટાફ રૂમ તથા રેકર્ડ રૂમ, રજીસ્ટ્રાર / એડમીન બ્રાન્ચ બનાવવામાં આવનાર છે. વધુમાં કેન્ટીન, ફાયર સેફ્ટી અને લિફ્ટ તેમજ કોર્ટ સંકુલમાં પાર્કીંગ શેડ, રેન વોટર હાવેર્સ્ટિંગ સિસ્ટમ, બોરવેલ અને ભૂમિગત સંપ સહિતની સવલતો ઉપરાંત આ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં સી.સી.ટી.વી. સર્વેલન્સ સિસ્ટમ અને સોલર સિસ્ટમની સુવિધા પણ ઉપલબ્ધ થનાર છે.નવી કોર્ટ બિલ્ડિંગની જરૂરિયાત અંગે પુછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, રાજયમાં અગાઉની જૂની કોર્ટ બિલ્ડીંગોમાં ન્યાયાધીશો તથા ન્યાયિક સ્ટાફ અને વકીલશ્રીઓને કામ કરવા માટેનું યોગ્ય વાતાવરણ ન હતું. જૂની કોર્ટ બિલ્ડીંગોમાં જરૂરી સુવિધાઓના અભાવના કારણે ન્યાયિક અધિકારીશ્રીઓ તથા સ્ટાફની કામગીરી ઉપર અસર થતી હતી. જૂની કોર્ટ બિલ્ડીંગોમાં યોગ્ય પ્રમાણમાં રૂમની સંખ્યા નહીં હોવાના કારણે કોમ્પ્યુટરાઇઝેશન કરવામાં ઘણી અગવડતા હતી. ન્યાયાધીશશ્રીઓ, વહીવટી સ્ટાફ, પક્ષકારો, સાક્ષીઓ, અન્ડર ટ્રાયલ કેદીઓની યોગ્ય સુરક્ષા પુરી પડી રહે અને કોર્ટના રેકર્ડની યોગ્ય સાચવણી થઇ શકે તે માટે નવી કોર્ટ બિલ્ડીંગ બનાવવાની જરૂરિયાત ઉભી થઈ છે. નવી કોર્ટ બિલ્ડીંગથી નાગરિકોને સિટિઝન ફ્રેન્ડલી કોર્ટ બિલ્ડીંગ મળી રહેશે. પક્ષકારો અને સાક્ષીઓ તથા અન્ડર ટ્રાયલ પ્રીઝનર્સને જરૂરી બેઠક વ્યવસ્થા તથા સુરક્ષા મળી રહેશે. ન્યાયાધીશશ્રીઓ, પક્ષકારો તથા વકીલશ્રીઓને સુવિધાપૂર્ણ સાનુકુળ વાતાવરણમાં કામગીરી કરવા મળશે અને તેના કારણે કેસોનો ઝડપથી ન્યાયિક નિકાલ થઇ શકશે. તે ઉપરાંત નવી કોર્ટ બિલ્ડીંગમાં જરૂરી માળખાગત સુવિધાઓ હોવાના કારણે કોમ્પ્યુટરાઇઝેશન કરવાની પ્રક્રિયામાં સરળતા થશે.કોર્ટ બિલ્ડિંગમાં વીડીયો કોન્ફરન્સ સુવિધા ઊભી કરવામાં આવી છે તેનાથી થનારા ફાયદા અંગે માહિતી આપતા મંત્રીશ્રીએ કહ્યું કે, વીડીયો કોન્ફરન્સ રૂમની સુવિધા ઉપલબ્ધ થવાથી વર્ચુઅલ ન્યાયિક કાર્યવાહી જેમ કે વર્ચુઅલ જુબાની લઈ શકાશે જેથી ન્યાયિક પ્રક્રિયા ઝડપી બની શકશે. તે ઉપરાંત સમય અને નાણા બચશે. મુસાફરીની જરૂર પડશે નહીં. વ્યક્તિઓને ટેલિફોન કોન્ફરન્સ કરતાં વધુ વ્યક્તિગત રીતે નજીક લાવશે. કાર્યક્ષમતા અને ઉત્પાદકતામાં વધારો આવશે અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે.મંત્રીશ્રીએ ગાંધીનગર જિલ્લા અદાલત ખાતે ન્યાયમૂર્તિની માહિતી આપતા કહ્યું કે, ગાંધીનગર જિલ્લા અદાલતમાં ૦૧ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ જજ, ૦૨ એડીશનલ ડીસ્ટ્રીક્ટ જજ, ૧૦ સીનીયર સીવીલ જજ તથા એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ, ૦૭ સીવીલ જજ અને જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ તથા ૦૨ ટ્રેઈની સીવીલ જજ અને જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ હાલમાં કાર્યરત છે. વધુમાં ગાંધીનગર ખાતેની ફેમીલી કોર્ટમાં ૦૧ પ્રિન્સીપાલ જજ તેમજ કલોલ ખાતેની લેબર કોર્ટમાં ૦૧ સીવીલ જજ અને જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ હાલમાં કાર્યરત છે.કોર્ટમાં મીડીએશન સેન્ટર સંદર્ભે પુછાયેલા પૂરક પ્રશ્નનો જવાબ આપતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, સમગ્ર રાજ્યમાં ૧૪ જેટલા મીડીએશન સેન્ટર કાર્યરત થશે જે પૈકી ગાંધીનગર ખાતે જિલ્લા કોર્ટમાં મીડીએશન સેન્ટર ઉપલબ્ધ કરવામાં આવનાર છે. લીટીગેશન ઘટાડવા માટેના જે વૈકલ્પિક રસ્તા છે તે પૈકી મીડીએશન (મધ્યસ્થી) એ ભારતીય સંસ્કૃતિમાં પૌરાણિક સમયથી ચાલી આવતી પરંપરા છે. મીડીએશન દ્વારા પક્ષકારો પોતાના વિવાદને અલગ અલગ દૃષ્ટિકોણથી જાણી, સમજી મીડીએશનની મદદથી તેમને માન્ય હોય તેવું સમાધાન અપનાવે છે. આ પધ્ધતિમાં વિવાદોનું સત્વરે નિરાકરણ પક્ષકારો દ્વારા થાય તે માટે મીડીએટર મદદરુપ થાય છે જેના કારણે પક્ષકારો પોતે પોતાના વિવાદનો નિરાકરણ લાવી કોર્ટ કેસનો અંત લાવે છે જેથી કોર્ટનું ભારણ ઓછું થાય છે. આ પ્રક્રિયામાં થતું સમાધાન એ હાયર ફોરમમાં પડકારી શકાય તેમ ન હોઇ ઉપલી અદાલતોમાં અપીલોનું ભારણ પરોક્ષ રીતે ઘટે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com