ગુજરાતનું કહેવાતું પાટનગર GJ-18 ખાતે મધુર ડેરી વર્ષોથી ચાલે છે, ત્યારે વર્ષોથી દૂધ વાપરનારાઓની મંડળીની સંખ્યા ના સભ્યો પણ હજારોમાં છે અને આ બંને વચ્ચે મોટો વિવાદ રોજગારીનો ઉપસ્થિત થયો છે, મધુર નો મોહનથાળ બધે વખણાય છે, દરેક રાજ્યમાં મોહનથાળની માંગ છે, ત્યારે મધુર ડેરી દ્વારા દરેક GJ-18 ખાતેના ૧ થી ૩૦ સેકટરમાં દૂધ તથા મધુર ની ચીજ વસ્તુઓ વેચાવા માટે સરકાર પાસેથી ભાડા પટે જમીન માંગી હતી, જે ૧ થી ૩૦ સેકટરમાં તમામ જગ્યાએ મૂકવા માટે દરખાસ્ત કરી હતી ,તે કલેકટરની સહીથી સરકારના પરિપત્ર એવા માર્ગ અને મકાન વિભાગના તારીખ ૦૧/ ૧૧ /૨૦૨૨ ના રોજ થયેલ, જેથી કલેક્ટર દ્વારા ૭૮૦ જેટલી ચો. મીટર જમીન ફાળવવામાં આવેલ છે, ત્યારે પૂર્ણ બજાર કિંમતના ૧૫% લેખે વાર્ષિક ધોરણે ગણતરી કરતા ૬૮,૯૧,૫૩૩ રૂપિયા જમીનનું ભાડું વસૂલવા તથા એક વર્ષનું ભાડા કરારની તારીખથી મામલતદાર જમીન ફાળવણી શાખામાં ડીડી થી જમા કરવા નો આદેશ કર્યો છે ત્યારે આના કારણે મોટા બે પ્રશ્નો બન્યા છે ,તેમાં મધુર ડેરી હાલ જાેવા જઈએ તો અમૂલની જાેઈન્ટેડ છે, ત્યારે મોહનથાળ થી લઈને અનેક પ્રોડક્ટો મધુરની બજારમાં વેચાઈ રહી છે, હવે ધંધાનો વ્યાપ વધારવા મધુર ડેરીએ દરેક જગ્યાએ પાર્લર ૧ થી ૩૦ સેક્ટરમાં ખોલવામાં આવતા દૂધ મંડળી, જે દૂધ વાપરવા નારાઓની મંડળી તરીકે ઓળખાય છે ,તેમાં હજારો બેકાર બને તેવી વીતી સેવાઈ રહ્યા હોવાનું એમ.એલ.એ રીટા પટેલ દ્વારા જણાવીને આ પ્રશ્ને ઉચ્ચ કક્ષાએ મહિલાઓની રોજગારીના પ્રશ્ને વિવાદ વક્ર્યો છે, હાલ અંબાજીનો વિવાદ ચીકી અને મોહનથાળ પ્રશ્ને ચાલી રહ્યો છે ,ત્યારે સરકાર દ્વારા વસ્તુ બગડી ન જાય, દેશ-વિદેશમાં લઈ જવાય ,ચાર મહિના સુધી ચીકીને કશું જ ન થાય ,તે પ્રમાણના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન બાદ મોહનથાળ સામે ચીકીનો પ્રસાદ જીત્યો છે ,ત્યારે અહીંયા ય્ત્ન-૧૮ ખાતે દૂધ વાપરનારાઓની મંડળી જે દૂધનું વેચાણ કરે છે, તેમાં હજારો મહિલાઓને રોજગારી મળે છે ,તે મુદ્દે વિવાદ વક્રર્યો છે, ત્યારે મધુર ડેરી પણ હજારોને રોજગારી આપે છે ,ત્યારે મધુર ડેરી દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરી પરિપત્ર સરકાર દ્વારા જારી કરીને મધુર ડેરીને ૭૮૦ ચોરસ મીટર જેટલી જગ્યા ફાળવીને સરકારે ભાડે આપીને આવકનો સ્ત્રોત ઉભો કરવાની યોજના કરી છે ,પણ આ આવકનો સ્ત્રોત ઉભો કરવામાં હજારોની રોજગારી છીનવાઇ જાય તેવી ભીતી સેવાતા ઉત્તરના ધારાસભ્ય રીટા પટેલ દ્વારા પત્ર પાઠવીને હજારો મહિલાઓની રોજગારીના પ્રશ્ને સોલ્યુશન લાવવા હાકલ કરી છે. દૂધ મંડળી દ્વારા રોજગારી ના પ્રશ્ને મૂદો ચગ્યો છે ,ત્યારે અંબાજીમાં ચીકી સામે મોહનથાળ હાર્યો અને અહીંયા દૂધ મંડળી સામે મધુર નો મોહનથાળ જીત્યો છે, ત્યારે ય્ત્ન- ૧૮ ખાતે હાલ મોહનીયા એવા મધુરના મોહનથાળ ની જીત થઈ હોય તેમ કન્ટેસ્ટનરો મૂકવાના શરૂ કરી દેવામાં આવ્યા છે ,ત્યારે પ્રથમ સેક્ટર ૩૦ ખાતેથી કન્ટેનર મૂકીને મધુર ડેરીએ શ્રી ગણેશ કર્યા છે.