ઓપરેશન JAIL: મેગા ડ્રાઈવ, દેશ આઝાદ થયો ત્યારથી ધમાકેદાર એન્ટ્રી સાથે ગૃહ મંત્રીનું સીધું મોનિટરિંગ,

Spread the love

રાજ્યભરની જેલ પર ગૃહ વિભાગના એક સાથે દરોડા પાડવામાં આવ્યા છે. મહેસાણા, જૂનાગઢ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગરની જેલમાં ગૃહ વિભાગના દરોડા પડ્યા હોય તેવી માહિતી મળી રહી છે. જેલમાં ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એવી પણ માહિતી મળી રહી છે કે, રાજ્યભરની જેલમાં સુરક્ષા વ્યવસ્થા મુદ્દે ગૃહ વિભાગ અલર્ટ થઈ ગયું છે. ૨ દિવસ અગાઉ ગૃહ રાજ્યમંત્રીએ સાબરમતી જેલની મુલાકાત લીધી હતી. રાજ્યભરની તમામ જિલ્લા જેલ પર પોલીસના દરોડા પાડવામાં આવ્યા છે. એક જ સાથે સ્થાનિક પોલીસ દ્વારા જિલ્લા જેલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ, મહેસાણા, વડોદરા, સાબરમતી, પાલનપુર, સુરત, ભાવનગર સહિતની જેલો પર દરોડા પાડી હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી સાંજે ૭ વાગ્યાથી ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જે બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, DG સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક પૂર્ણ થયા બાદ તમામ જિલ્લા જેલો પર કાર્યવાહી કરવામાં આવી છે. આ બેઠક બાદ રાજ્યની તમામ જેલમાં દરોડા પાડવામાં આવ્યા છે. રાજકોટ મધ્યસ્થ જેલમાં ૨ હજાર પોલીસ કર્મચારીઓનું મેગા ઓપરેશન ચાલી રહ્યું છે. હાલ તમામ જેલોમાં કોઈ પ્રકારની જલસા પાર્ટી કે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે કે કેમ? તે અંગે તપાસ ચાલી રહી છે. આ કાર્યવાહી પર ગૃહમંત્રી હર્ષ સંઘવીની ત્રિનેત્ર રૂમમાંથી સતત નજર રાખવામાં આવી રહી છે.
તમામ જેલો પર સ્થાનિક પોલીસની કાર્યવાહી કરવા આદેશ અપાયા છે. જેલો પર કાર્યવાહી દરમ્યાન જિલ્લા પોલીસ વડા, ડોગ સ્કવોડ, બોમ્બ સ્કવોડ સહિતના ઉચ્ચ અધિકારી જેલોમાં સર્ચ કરી રહ્યા છે. આ સાથે પોલીસ અધિકારી બોડી વોર્ન કેમેરા સાથે અંદર પહોચ્યા છે.
ખેડા નડિયાદ દરોડા
રાજ્યની સાથે ખેડા જિલ્લાની નડિયાદની બિલોદરા જેલમાં પણ ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ અત્યારે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલ બિલોદરા જેલમાં SP,DY.SP,LCB,SOG, સ્થાનિક પોલીસ સહિતનો કાફલો જિલ્લા જેલ ખાતે પહોંચ્યો છે. હાલ જિલ્લા જેલમાં પોલીસ અધિકારી અને જેલ કર્મચારીઓ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ૧૫૦ જેટલાં પોલીસ કર્મચારીઓ દ્વારા જેલમાં ચેકીંગ ચાલી રહ્યું છે. ખેડા જિલ્લાના ઇન્ચાર્જ ડી.એસ.પી વી.આર.બાજપાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ચેકીંગની કાર્યવાહી ચાલી રહી છે. અંદાજે ૧૫૦ જેટલાં કર્મચારીઓ દ્વારા જિલ્લા જેલમાં સર્ચ ચાલું છે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, નડીયાદ જેલમાંથી સ્માર્ટફોન મળી આવ્યા છે. મોટી સંખ્યામાં પોલીસને ફોન મળી આવ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સતત? મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે સંપર્કમાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. હાલમાં ભુજ જેલમાંથી ૬ મોબાઈલ મળી આવ્યા છે.
અમરેલીમાં દરોડા
સમગ્ર રાજ્યની સાથે અમરેલી જિલ્લામાં જેલમાં પણ દરોડા પડ્યા છે. અમરેલી જિલ્લા જેલ ખાતે SP હિમકર સિંહ પહોંચ્યાં છે. જેલમાં ચાલતી ગેરકાયદેસર પ્રવુતિઓ અટકાવવા મેગા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશલ ઓપરેશન બ્રાન્ચ સહિત પોલીસ અધિકારીનો મોટો કાફલો પહોંચ્યો છે.
જામનગર જેલ દરોડા
જામનગર જિલ્લા જેલમાં પણ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના આદેશના પગલે કાર્યવાહી હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું જેલ તપાસ માટે પહોંચ્યા છે. LCB,SOG અને BDS ટિમ સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો છે.નોંધનીય છે કે, રાજ્યની ૧૭ જેલોમાં ૧૭૦૦ જેટલા પોલીસ અધિકારી- કર્મચારીઓ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કામગીરી ચાલી રહી છે. મહત્વપૂર્ણ બેઠકમાં આપાયેલી સૂચના બાદ જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં સંબંધિત જિલ્લાની પોલીસની ટુકડીઓ તૈયાર કરવામાં આવી અને રાજ્યભરની તમામ જેલોમાં આ ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે અત્યારે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યની ૧૭ જેલોમાં ૧૭૦૦ જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા આ સરપ્રાઈઝ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.રાજ્યભરની તમામ જેલોમાં ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરાયું છે. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાઓને વિડિયો કોન્ફરન્સથી જાેડીને જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં પોલીસ ટુકડીઓ તૈયાર કરી તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવા સૂચના અપાઇ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાલ સી.એમ ડેશબોર્ડ પરથી સમગ્ર રાજ્યની તમામ જેલોની સરપ્રાઈઝ ચેકીંગ લાઈવ જાેઈને, ગૃહમંત્રી અને રાજ્યના પોલીસ વડા સાથે ચર્ચા કરીને પળ પળની ખબરો પર નજર રાખી રહ્યા છે.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ સી.એમ ડેશબોર્ડ ખાતેથી સમગ્ર સરપ્રાઈઝ ચેકીંગનું નિરીક્ષણ કરી રહ્યા છે. ઉપરાંત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-ત્રિનેત્ર ખાતેથી રાજ્યની તમામ જેલમાં ચાલી રહેલા આ સરપ્રાઈઝ ચેકિંગનું લાઈવ મોનીટરીંગ કરી રહ્યા છે.

કેદીઓમાં ફફડાટ પોલીસ કર્મચારીઓ જે જેલોમાં ફરજ બજાવે છે તેમનો મોબાઇલ ફોન ચકાસણી કરવામાં આવે તો બીજા નવા ખુલાસા નીકળે તેવી શક્યતાઓ, જેલરોથી લઈને નાના કર્મચારી સુધી ભ્રષ્ટાચારનું મોટું રેકેટ હોવાની, શક્યતા જેલોમાં સારી બેરેકમાં રહેવાના, ટિફિન ઝડપથી ચાલુ કરવાના, જેલની બહાર દવાખાનામાં સારવાર લેવાના, મુલાકાતિઓને મળવાના, માહિતી આદાન-પ્રદાન કરવાથી લઈને અનેક પ્રશ્નો ફરિયાદો લોકો દ્વારા જાણવા મળેલ છે,
અગાઉ પણ જેલમાં નોકરી કરતા ઘણા જ ACB ના ઝપટે ચડી ગયા છે, ગૃહ મંત્રીની વય ભલે નાની હોય પણ ચાની ચૂસ્કીથી લઈને તમામ કચેરી સાથે ખાસ ગૃહ વિભાગમાં તેમની પક્કડ સારી છે, કારણ કે સૌથી વધારે ગૃહ મંત્રીએ પ્રજાના અનેક કામો એક નાના કાર્યકરથી લઈને કર્યા છે, ત્યારે પોલીસ સ્ટેશન, જેલ કોર્ટની તમામ માહિતીગાર છે, પોલીસ કરતાં અરજદારની ફરિયાદ પર વધારે વિશ્વાસ મૂકે છે, કારણ કે કાંઈક ખોટું થયું હશે તો જ GJ-18 સુધી અરજદાર ફરિયાદ કરવા અહીંયા આવ્યો હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com