ગુજરાતના ખેડૂતોને વળતરમાં શું ? ખાનગી ઉદ્યોગોને વીજળીના ભાવમાં સરેરાશ ૨૦૨૧ની સરખામણીમાં 32% વધારો ? : સાગર રબારી

Spread the love

આમ આદમી પાર્ટી પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારી

અમદાવાદ

આમ આદમી પાર્ટી પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારી દ્વારા પ્રેસ વાર્તાને સંબોધન કરતા જણાવામાં આવ્યું કે છુટા છવાયા માવઠાઓને કારણે દક્ષિણ ગુજરાતમાં ખાસ તો કેરી અને ચીકુના પાકને ખુબ મોટું નુકશાન થયું છે.ઉપરાંત, દક્ષિણ ગુજરાતમાં, શાકભાજીની ખુબ મોટી ખેતી થાય છે એને નુકશાન થયું છે.

મધ્ય ગુજરાતમાં કેળના છોડ પડી જવા, અને શાકભાજીના પાકોને નુકશાન થયું છે.સૌરાષ્ટ્રમાં દરિયા કાંઠા, ગીર-અમરેલી-જૂનાગઢમાં કેસર કેરીના પાકને મોટું નુકશાન થયું છે. વાદળછાયા વાતાવરણ અને વરસાદને કારણે ઇયળનો ઉપદ્રવ વધવાની પૂરી શક્યતા છે એટલે કે હાલ આંબા ઉપર સારી દેખાતી કેરી પણ બગડે અને ખેડૂતને નુકશાન કરાવશે.ઘઉં, ચણા, જીરું અને સવાના પાકને મોટું નુકશાન થયું છે.ક્યાંક ક્યાંક ખેડૂતોની મોદી કાઢેલી, ખેતરમાં પથરાયેલી ડુંગળી બરબાદ થઇ છે.

ઉત્તર ગુજરાતમાં એરંડા, તરબૂચ, મરચા, ચણા,જીરું, ઇસબગુલ, રાયડો, ઘઉં અને કાઢેલા ખેતરમાં પડેલા બટાકાને મોટું નુકશાન થયું છે. કેટલાક અપવાદો બાદ કરતા, મોટાભાગના એ.પી.એમ.સી. માં એકવાર થોડા માળના ઊંચા ભાવ પાડી વરસાદમાં ભીંજાયેલા હોવાનું કહી ભાવ તોડી, ખેડૂતોને બરબાદ કરી રહ્યા છે.વારે વારે સરકાર સર્વેની વાત કરે છે, આપવાનું શું છે એની ચોખવટ કરતા નથી.એની સામે પંજાબ સરકારે તાત્કાલિક જાહેરાત કરી દીધી. પાછલી સરકારની સરખામણીમાં વળતરની રકમમાં 25% વધારો કર્યો છે.પહેલી વાર જેમને 20થી 25 % નુકશાન હશે એમને પણ વળતર મળશે.2022માં ગુજરાત સરકારે ખાનગી પાવર પ્લાન્ટોને 20,500 કરોડ જેવી માતબર ખરીદેલી વીજળી બદલ રકમ ચૂકવી એવું બજેટ સત્રમાં જણાવ્યું. આ 20,500 કરોડ પૈકી 74% રકમ (11,800 કરોડ) માત્ર 3 કંપનીઓ ટાટા, અદાણી અને એસ્સારને ગઈ. મધ્યમ વર્ગના ખિસ્સા ખંખેરીને ઉદ્યોગપતિઓને ધરાવ્યા).

ગુજરાત સરકારે 11,800 કરોડ 2021માં ચૂકવ્યા હતા એની સામે 2022માં 8,700 કરોડ વધારે ચૂકવ્યા. ( આ જે છૂટક છૂટક પૈસામાં ફ્યુઅલ સરચાર્જ વધારતા જાય છે એ વર્ષને અંતે હજારો કરોડમાં એકઠો થયો. ટીપે ટીપે ઉદ્યોગપતિઓના સરોવર ઉદ્યોગપતિઓની સરકાર ભરી રહી છે.)

સરકારે વિધાનસભામાં એ પણ સ્વીકાર્યું છે કે, વર્ષ દરમ્યાન ખાનગી ઉદ્યોગોને વીજળીના ભાવમાં સરેરાશ 32% (2021ની સરખામણીમાં) વધારો આપ્યો છે.

લોકોની આવક 32% વધી? ના, પરંતુ ખર્ચ 32% વધારી દીધો!! 2021માં ખાનગી પાવર પ્લાન્ટ પાસેથી 3.97 રૂપિયે ખરીદતી વીજળી, 2022માં 5.25 રૂપિયે ખરીધી.

ઉદાહરણ રૂપેએસ્સાર પાવર પાસેથી ખરીદતી વીજળીમાં 225%નો વધારો કર્યો.2021માં 1.49 રૂપિયા હતો તે 2022માં 6.32 રૂપિયા કર્યો.એવી જ રીતે, અદાણી પાસેથી ખરીદાતી વીજળીમાં 85% વધારો,2021માં 3.74 રૂપિયા પ્રતિ યુનિટ હતા તે, 2022માં 6.91 રૂપિયા કરી આપ્યો.એવી જ રીતે ટાટાની સબસિડિયરી કંપનીને 75% વધારો કરી આપ્યો છે.ટાટા પાસેથી ગુજરાત સરકાર 15 રૂપિયા પ્રતિ યુનિટે ગ્રીન એનર્જી ખરીદે છે.ખેડૂતો સોલાર શું ભાવે ખરીદે છે???

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com