અમદાવાદ
શહેરની સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુસર સિલ્વર ટ્રોલી તેમજ ન્યુસન્સ સ્પોટ નાબુદ કરવાના ભાગરૂપે પૂર્વઝોનના ડે.મ્યુનિ.કમિશનરની સુચના મુજબ આસી.મ્યુનિ.કમિશનરોની આગેવાની હેઠળ સોલીડ વેસ્ટ મે.વિભાગ અને એસ્ટેટ વિભાગની સંયુક્ત રાત્રી ફલાઈંગ સ્કવોર્ડની રચના કરવામાં આવેલ છે.
રાત્રી ફલાઈંગ સ્કવોર્ડ દ્વારા વિરાટનગર વોર્ડમાં આવેલ બેનર એસ્ટેટની બહાર સોમા ટેક્ષટાઇલસની સામેની ફુટપાથ પર આસપાસના ઈન્ડસ્ટ્રીયલ એકમો દ્રારા જાહેર રોડ પર કચરો ફેકી ગંદકી કરતા ઇસમોને પકડવા માટે રાત્રીના ૧૧ કલાકથી વોચ ગોઠવાયેલ હતી તે અરસામાં એક્ટીવા વાહન ચાલક દ્વારા કચરો ફેંકતા ફલાઇંગ સ્કવોર્ડ દ્વારા ચાલકને ઝડપી જાહેર રોડ ઉપર કચરો ફેકી ગંદકી ફેલાવવાના ગુના બદલ એક્ટીવા જપ્ત લઇ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. આગામી દિવસોમાં પણ જાહે૨માં કચરો ફેંકનાર ઇસમો સામે સધન ઝુંબેશ હાથ ધરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.