અમદાવાદમાં 1600 પોલીસકર્મી તૈનાત રહેશે: શૉ માય પાર્કિંગના 20 પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા: 31મી માર્ચના રોજ મેચના દિવસે જનપથ ટી થી મોટેરા સુધીનો રસ્તો બપોરે 2 વાગ્યાથી લઇને બંધ: પાર્કિંગ પ્લોટથી સ્ટેડિયમ નજીક શટલ સર્વિસ ફ્રીમાં મળશે
અમદાવાદ
ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈ અને સફી હસને માહિતી આપતા જણાવ્યું હતું કે ઈન્ડિયન પ્રીમિયર લીગ IPLની મેચ 31મી માર્ચથી શરૂ થવા જઇ રહી છે. આ વખતે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ 7 મેચ રમાશે. ત્યારે મેચ દરમ્યાન સ્ટેડિયમ વાળા રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા ના સર્જાય એટલા માટે અમદાવાદની પોલીસ ખાસ એલર્ટ થઇ ગઇ છે.
31મી માર્ચના રોજ મેચના દિવસે જનપથ ટી થી મોટેરા સુધીનો રસ્તો બપોરે 2 વાગ્યાથી લઇને બંધ રહેશે. ટ્રાફિક જામની સમસ્યા ના સર્જાય એટલા માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરાઇ છે. જેમાં જનપથ ટી થી વિસ્તથી ઓ.એન.જી.સી સર્કલ થી તપોવન સર્કલ અવર જવર કરી શકાશે.મેચ જોવા માટે આવનાર ક્રિકેટ ફેન્સને પાર્કિંગની અગવડતા ના પડે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આથી 20 જેટલા પે પાર્કિંગની વ્યવસ્થા કરાઇ છે. મેચ દરમ્યાન ૧૬૦૦ જેટલા પોલીસનો બંદોબસ્ત તૈનાત રહેશે. પોલીસ દ્વારા ખાસ અપીલ કરાઇ છે કે પ્રતિબંધિત રૂટમાં પાર્કિંગ કરવામાં ના આવે.અમદાવાદમાં 31 માર્ચે IPL શરૂ થવાની છે જે માટે પોલીસે જે પ્લાન બનાવ્યો છે તે મુજબ સ્ટેડિયમમાં 5 DCP,10 ACP સહિત 1600 પોલીસકર્મીઓ તૈનાત રહેશે.આ ઉપરાંત 800 જેટલા ખાનગી સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત રહેશે. બપોરે 2 વાગ્યાથી જનપથથી મોટેરા સુધીનો રસ્તો વાહન ચાલકો માટે બંધ રહેશે જેની જગ્યાએ વાહન ચાલકો જનપથથી વિસત ONGC થઈ તપોવન સર્કલ સુધી અવરજવર કરી શકશે.સ્ટેડિયમમાં પ્રેક્ષકોને 3 વાગે એન્ટ્રી આપવાની શરૂ કરી દેવામાં આવશે.ઉપરાંત પાર્કિંગની અગવડ ના પડે તે માટે 20 પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા છે.પાર્કિંગ પ્લોટથી સ્ટેડિયમ સુધી પહોચવા આ વખતે ફ્રી શટલ સર્વિસ પણ રાખવામાં આવી છે.ગેટ નંબર 3થી VIP એન્ટ્રી રહેશે.દર વખતે પાર્કિંગથી સ્ટેડિયમ જવા માટે પ્રેક્ષકોને મુશ્કેલી થાય છે જેથી આ વખતે દૂરના પાર્કિંગથી શટલ સર્વિસ આપવામાં આવશે.જે પાર્કિંગ પ્લોટમાં વાહન પાર્ક કરશે તેમને પાર્કિંગથી સ્ટેડિયમ નજીકના 1 અને 2 નંબરનાં ગેટ સુધી ફ્રીમાં ઇકો ગાડીમાં ઉતારવામાં આવશે.સ્ટેડિયમમાં સિનિયર સીટીઝન માટે ગોલ્ફ કાર પણ રાખવામાં આવી છે.લોકો સરળતાથી અવરજવર કરી શકે તે માટે BRTS ની 29 બસ વધારવામાં આવી છે.આ ઉપરાંત AMTS ના રુટ પણ વધારવામાં આવ્યા છે.મેટ્રો પણ રાતે 2:30 વાગ્યા સુધી ચાલશે. દર 8 થી 10 મિનિટે મેટ્રો ટ્રેન આવશે.પાર્કિંગ માટે ગુજરાત ટાયન્ટન્સ ટીમે શૉ માય પાર્કિંગ રાખ્યું છે.શૉ માય પાર્કિંગના 20 પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા છે જેમાં 4 પ્લોટ ટુ વ્હીલર,15 ફોર વ્હીલર માટે છે તથા 1 પાર્કિંગ પ્લોટ VIP પાર્કીંગ માટે છે જે સ્ટેડિયમની અંદર રહેશે.