બાપુનગર પો.સ્ટે.માંથી બે માસ પહેલા ગુમ થયેલ વ્યક્તિનુ મર્ડર કરી લાશના ટુકડા કરી ફેંકી દેનાર દંપતીની ધરપકડ કરતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

મૃતક મેરાજ

મેરાજના પેટના ભાગે તલવાર ઘુસાડી મારી નાખી, માથું ધડથી અલગ કરી માથુ કચરાના ઢગલામાં ફેકી દઇ લાશના ટુકડાઓ કરી તેને થેલાઓમાં ભરી કેનાલમાં જઇ લાશના ટુકડા ફેંકી દીધા

અમદાવાદ

ક્રાઇમ બ્રાન્ચ એસીપી ભરત પટેલ અને પો.ઇન્સ. એ.ડી.પરમાર

ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે જણાવ્યું હતું કે ગઇ તા.૨૨/૦૧/૨૦૨૩ ના રોજ બાપુનગર ખાતે રહેતા મોહમંદ મેરાજ ઉર્ફે માઇકલ સવારના સાતેક વાગે પોતાના ઘરેથી નિકળેલ બાદ ઘરે પરત ફરેલ નહી અને તેના પરીવારના સભ્યોએ પોતાની રીતે શોધખોળ કરતા તેની કોઇ ભાળ ન મળતા,બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે જા.જોગ જાહેરાત કરેલ જેની તપાસ બાપુનગર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલ હતી. પોલીસ કમિશ્નર અમદાવાદે ઉપરોક્ત જાણવા જોગની તપાસ ક્રાઇમ બ્રાન્ચ ખાતે સોંપવા હુકમ કરતા આ તપાસ પો.ઇન્સ. એ.ડી.પરમારની ટીમના પો.સ.ઇ. પી.એચ.જાડેજાએ સંભાળી હતી.ક્રાઇમબ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશ્નર તથા નાયબ પોલીસ કમિશ્નર ના માર્ગદર્શન હેઠળ, પો.ઇન્સ. એ.ડી.પરમાર તથા તેઓની ટીમના પો.સ.ઇ. પી.એચ.જાડેજા તથા સ્ટાફ દ્વારા ગુમ થનાર તથા તેના ગુમ થવાના કારણો સહિતની ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરેલ. આ દરમ્યાંન પો.સ.ઇ. પી.એચ.જાડેજા તથા હે.કો. ભરતસિંહ અમરસિંહ તથા હે.કો. નરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહને ખાનગી રાહે હકીકત મળેલ કે, “ આ ગુમ થનાર મોહમંદ મેરાજ ઉર્ફે માઇકલને તેના મિત્ર ઇમરાન ઉર્ફે સુલ્તાનની પત્નિ રીઝવાના ઉર્ફે નેહાને પોતાની સાથે આડા સંબંધ રાખવા દબાણ કરી છેડતી કરતો હોવાનો વહેમ હોય, તે બાબતની દાઝ, રાખતો હોવાનુ અને મોહંમદ મેરાજના ગુમ થવામાં તેના આ મિત્ર તથા તેની પત્નિનો હાથ હોવાની ખાનગી રાહે જાણવા મળતા મોહંમદ ઇમરાન ઉર્ફે સુલતાનને બોલાવી તેની પૂછપરછ કરતા, આ કામે ગુમ થનાર મોહંમદ મેરાજ ઉર્ફે માઇકલ પોતાનો મિત્ર હોય, અને અવાર-નવાર પોતાના ઘરે આવતો હોય, અને પોતાની પત્નિ રીઝવાના ઉર્ફે નેહા સાથે આડા સંબંધ રાખવા દબાણ કરી છેડતી કરતો હોય, જે અંગેની પોતે દાઝ રાખી, પોતાની પત્નિ રીઝવાના ઉર્ફે નેહાની મદદથી પોતાના ઘરે બોલાવી, સરપ્રાઈઝ ગીફટ આપવાના બહાને વિશ્વાસમાં લઈ,રીઝવાના ઉર્ફે નેહાએ મોહંમદ મેરાજની આંખો ઉપર દુપટ્ટો બાંધેલ, આ વખતે મોહંમદ ઇમરાન ઉર્ફે સુલ્તાને મોહંમદ મેરાજ ઉર્ફે માઈકલના પેટના ભાગે તલવાર ઘુસાડી આરપાર કરી દઈ મારી નાખી, માથું ધડથી અલગ કરી માથુ કચરાના ઢગલામાં ફેકી દઇ લાશના ટુકડાઓ કરી તેને થેલાઓમાં ભરી, એક સ્કુટી ઉપર મુકી ઓઢવ ફાયર બ્રિગેડ પાછળ સી.એમ.સી.વેરા નજીક કેનાલમાં પોતે જઇ લાશના ટુકડા ફેંકી દીધેલા હતાં.ગુમ થનાર મોહંમદ મેરાજ ઉર્ફે માઇકલની લાશની અસ્થિઓ અધુરા હાડપીંજરના રુપમાં કેનાલમાંથી મળી આવતા, જેનુ ફોરેન્સિક મેડીસીન વિભાગ સીવીલ હોસ્પીટલ અમદાવાદ ખાતે પેનલ ડોક્ટર મારફત પોસ્ટમોર્ટમ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી.બાદ આ કામના આરોપીઓ (૧) મોહંમદ ઇમરાન ઉર્ફે સુલતાન બાપુનગર (૨) રીઝવાના ઉર્ફે નેહા વિરૂધ્ધ પો.સ.ઇ. પી.એચ.જાડેજાએ સરકાર તરફે ફરીયાદ આપતા ડી.સી.બી. પો.સ્ટે.માં ઇપીકો કલમ-૩૦૨, ૨૦૧, ૧૨૦(બી), ૩૪ મુજબનો ગુનો ગઇકાલ તા.૨૮/૦૩/૨૦૨૩ ના રોજ દાખલ કરવામાં આવેલ હતો. ઉપરોક્ત બન્ને આરોપીઓની આ ગુનામાં ધરપકડ કરી જરૂરી પુરાવા એકત્રિત કરવા અંગેની આગળની તપાસ તજવીજ હાલ પો.ઇન્સ. એ.ડી.પરમાર ચલાવી રહેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com