અમદાવાદ
ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર એ.ડી.પરમારે જણાવ્યું હતું કે ઘરફોડ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના ચાર સભ્યોને ચોરીના ક્રેટા કાર તથા એક્ટીવા સાથે પકડી અમદાવાદ તથા દિલ્હી, રાજસ્થાન તથા મહારાષ્ટ્ર સહિતના ૪૦ થી વધુ ઘરફોડ ગુનાઓના આરોપીઓને પકડી લીધા હતા.
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર એ.ડી.પરમારની ટીમના પો.સ.ઇ. વી.આર.ગોહિલ,વા.પો.સ.ઇ. એમ.ડી.મકવાણા તથા હે.કો. મહેન્દ્રસિંહ વેલુભા તથા હે.કો. સંજય અભેસિંહ તથા પો.કો. કુલદિપસિંહ બળદેવસિંહ તથા પો.કો. રવિરાજસિંહ મહિપતસિંહ દ્વારા ઘરફોડ ચોરીઓ કરતા આરોપીઓને
(૧) સમીર ઉર્ફે કાસીમ
(૨) સમદ ઉર્ફે અલી ઉર્ફે લમ્બુ
(૩) દાનીશ જેકોબ પીટર
(૪) સમીર ઉર્ફે ઇસુને કાગડાપીઠ કોઠારી માર્કેટ પાસેથી ઝડપી લીધા હતા.
આરોપી પાસેથી ક્રેટા કાર-૧ તથા સ્વિફ્ટ ડીઝાઇર કાર-૧ તથા એક્ટીવા-૧ તથા અમેરીકન ડોલર તથા ઘરફોડ ચોરીના સાધનો મળીકિ.રૂ.૧૨,૩૦,૧૬૦/- નો મુદ્દામાલ મળી આવ્યા હતા. આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આરોપીઓ છેલ્લા છએક માસ દરમ્યાન અમદાવાદ સહિત દિલ્હી, જયપુર રાજસ્થાન તથા પુના મહારાષ્ટ્રમાં દિવસ દરમ્યાન બંધ મકાનોની રેકી કરી તેઓની પાસેના સાધનો વડે તાળુ કાપી નાખી ચોરીઓ કરતા હતા. આરોપીઓ અગાઉ દિલ્હી ખાતે ઘરફોડ ચોરીના ૦૫ ગુનામાં , મધ્યપ્રદેશ ગ્વાલીયર ખાતે ઘરફોડ ચોરીના ૧૦ ગુનામાં , હરીયાણા ફરીદાબાદ તથા પાણીપત ખાતે ઘરફોડ ચોરીના ૦૫ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાઇ ચુકેલ છે.