અમદાવાદ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર તથા મદદનીશ પોલીસ કમિશ્નર અમદાવાદમાં બનતા મિલ્કત સબંધી તથા અન્ય ચોરીના ગુનાઓ શોધી કાઢવાની સુચના મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર પી.કે.ગોહિલના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. વી.ડી.ડૉડીયા, હેડ કોન્સ. ભવાનીસિંહ પ્રતાપસિંહ, અ.પો.કોન્સ. દિગ્વિજયસિંહ ભુરુમા, તથા અ.પો.કોન્સ. હર્ષદસિંહ ગંભીરસિંહ નાઓ મિલ્કત સબંધી તથા અન્ય ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે અમદાવાદમાં પેટ્રોલીંગbદરમ્યાન ટ્રેડ કોન્સ. ભવાનીસિંહ પ્રતાપસિંહ તથા અ.પો.કોન્સ. હર્ષદર્શિત ગંભીરસિંહને મળેલ હકીકત આધારે આરોપી (૧) મોહસીન ઉર્ફે પપ્પુભાઇ મોહમ્મદરફીક શેખ (૨) રવિન્દ્રભાઇ પ્રેમચંદભાઈ જૈનને તા.૨૮/૦૩/૨૦૨૩ ના રોજ દાણીલીમડા, સિકંદર માર્કેટ, મહાજનનું ખેતર, અમીન એસ્ટેટ,કે.જી.એન. એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉન ખાતેથી પકડી કાયદેસર કાર્યવાહી કરી હતી. ઇસમોના કબ્જા ભોગવટા વાળા ગોડાઉન ખાતેથી (૧) ભારત તથા ઇન્ડેન ગેસ કંપનીના ઘરેલુ તથા કોમર્શીયલ ગેસ ભરેલ તથા ખાલી બાટલા નંગ-૮૭ ની કિંમત રૂ.૨.૧૭,૯૬૪/- (૨) ઇલેક્ટ્રિક મોટરો નંગ-૦૩ કિંમત રૂ.૧૫,૦૦૦/- (૩) વજન કાંટો નંગ-૦૧ કિંમત રૂ.૨૫૦૦/- (૪) ઈલેકટ્રીક હીટ ગન નંગ-1 કિંમત રૂ.૧૦૦૦/-. (૫) ગેસના બાટલા ઉપર સીલ મારવાની દોરી વાળી પ્લાસ્ટીકની ક્રેપો નંગ-૭૧ કિ.રૂ.૦૦/- (૬) ગેસના બાટલાઓ ઉપર સીલ મારવા માટે ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકનો રોલ નંગ-૦૧ કિં.રૂ.1/- (૭) ભારત તથા ઇન્ડેન ગેસના બાટલાઓ ઉપર સૌલ મારવા માટે ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકના સ્ટીકર નંગ-૧૦ (૮) મોબાઇલ ફોન નંગ-૦૨ કિંમત રૂ.૨૦,૦૦૦૪- મળી કુલ કિંમત રૂ.૩,૦૬,૪૬૪/- ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. અટક કરેલ આરોપીઓ ગેર કાયદેસર રીતે ઘરેલુ ગેસના બાટલા ડીલરડિસ્ટ્રીબ્યુટર હરીશીંગ રહે. ઇસનપુર, અમદાવાદ પાસેથી મેળવી દાણીલીમડા સિકંદર માર્કેટ, મહાજનનું ખેતર, અર્મીન એસ્ટેટમાં આવેલ કે.જી.એન. એન્ટર પ્રાઈઝ નામના ગોડાઉન ખાતે આ ગેરકાયદેસર રીતે મેળવેલ બાટલામાં રહેલ ગેસને અન્ય કોમર્શીયલ ગેસના બાટલામાં જરૂરી ઈલેકટ્રોનિક્સ સાધનો વડે રીફીલ કરી માણસોની જીંદગી જોખમમાં મુકાય અથવા કોઈ વ્યક્તિને વ્યથા કે હાનિ થવાની સંભવ હોઈ તેવુ બેફામ રીતે બેદરકારી ભર્યું કૃત્ય કરતા મળી આવી પકડાઇ જતા બંને આરોપીઓ વિરુધ્ધ ઈપીકો કલમ ૨૮૫, ૧૧૪ તથા આવશ્યક ચીજ વસ્તુ અવિનિયમ ૧૯૫૫ ની કલમ ૩, ૭ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજુ કરી તેઓના રીમાન્ડ મેળવી આ ગેસના બાટલા પુરા પાડનાર હરીસીંગ તથા રીફીલીંગ કરેલ ગેસના બાટલા કોને આપવાના હતા તે અંગેની તપાસ પો.સ.ઇ. વી.ડી.ડોડીયા દ્વારા હાથ ધરવામાં આવેલ છે.