જુનિયર કલાર્ક પરીક્ષાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને એક મોટી માહિતી આપી છે. જે મુજબ હવે આવતીકાલથી એટલે કે 31-03-2023થી જુનિયર કલાર્ક પરીક્ષા માટે ઉમેદવારો કોલલેટર ડાઉનલોડ કરી શકશે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલને જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાની જવાબદારી સોંપાઇ છે. તેવા અગાઉ પરીક્ષાની તારીખ જાહેર થયા બાદ હી કોલલેટરને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. મહત્વનું છે કે આગામી P એપ્રિલે યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલલેટર આવતીકાલથી ડાઉનલોડ કરી શકાશે. નોંધનીય છે કે, 1 હજાર 181 જગ્યા માટે આ પરીક્ષા યોજાઈ રહી છે.
મહત્વનું છે કે, અગાઉ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, એપ્રિલમાં પરિક્ષા આવે તેવી તૈયારી આ ત્રણ મુદ્દા પર વિધાર્થીઓના હિતમાં ધ્યાન કેન્દ્રીત કરીશુ સૌ પ્રથમ તો પેપરલીક ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. બીજ પરિક્ષામાં અંદર ચોરી ડામવા પર ફોકસ રાખવામાં આવશે અને ખાસ કરીને પરિક્ષા પછી પારદર્શક રીતે પરિણામ આપવાનો પુરો પ્રયાસ કરવામા આવશે. આ સાથે ધ્યાન રાખવામા આવશે કે જે પરિક્ષા આપતા વિધાર્થીઓ છે તેની સાથે યોગ્ય કોમ્યુનિકેશન
જળવાઇ રહે, જેમાં તેને સતત યોગ્ય અપડેટ અને માર્ગદર્શન મળતુ રહે તે મુજબ પ્રયાસ કરવામાં આવશે
પેપર પ્રિન્ટ ક્યાં કરવામા આવશે?
આ સાથે તેમણે જણાવ્યું કે પેપર પ્રિન્ટ ક્યાં કરવામા આવશે ? તે એક ક્રમ ગોપનિય રાખવામાં આવશે. આ સાથે કહ્યું કે, એપ્રિલ મહિનામાં પરિક્ષા યોજવાની તૈયારી છે. વિધાર્થીઓ મહેનત કરવા લાગે બનેલી કમનસીબ ઘટનાનો ફાયદો લઇ વિધાર્થીન સમય
મળ્યો તો ડબલ મહેનત કરે.