“મોદી” કોંગ્રેસની મુશ્કેલીઓ ઓછી કરે તેવું લાગતું નથી. નવસારીની વાંસદા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને અહીંની એક અદાલતે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોસ્ટર ફાડવાના આરોપસર દોષી ઠેરવ્યા છે. વર્ષ ૨૦૧૭માં અનંત પટેલે નવસારી કૃદ્ધિ યુનિવર્સિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફોટા ફાડી નાખ્યો હતો. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સામે ર૧૭ માં આઈપીસીની કલમ ૪૪૭ રૂઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોસ્ટર ફાડ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. જલાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ મામલો કોર્ટમાં ગયો હતો અને માત્ર ધારાસભ્ય અનંત પટેલ જ નહીં પરંતુ કોર્ટે ફરિયાદમાં તેમની સાથે આરોપી પિયુષ વિમ્મર, યશ દેસાઈ અને પાર્થિવરાજ સિંહને પણ દોર્બી ઠેરવ્યા હતા. કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ર૦૧૭ની હતાળ દરમિયાન કુલપતિની ચેમ્બરમાં પ્રવેશેલા અનંત પટેલ, પિયુષ સ્થિમ્મર, યશ દેસાઈ અને પાર્થિવરાજ સિંહ સહિઁતના યુથ કોંગ્રસના કાર્યકરો સામે ગુનો નોંધાવ્યી હતી.
વર્ષ ૨૦૧૭માં અનંત પટેલને નવસારી સેશન્સ કોર્ટે કૃષિ યુનિવર્સિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોસ્ટર ફાડવા બદલ દોષિત ઠેરવ્યા હતા. ભારતીય દંડ સંહિતાની કલમ ૪૪૭ મુજબ જે કોઈ પણ વ્યક્તિ ગુનાહિત અપરાધ કરે છે તેને વધુમાં વધુ ત્રણ મહિનાની કેદ અને પાંચસો રૂપિયા સુધીનો દંડ અથવા બંનેની સજા થઇ શકે છે. ન્યાયાધીશે ૯૯ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. અનંત પટેલે કોર્ટમાં દંડ પેટે ૧૦૦ રૂપિયાની નોટ આપી હતી, જેના કારણે તેને ૧ રૂપિયો પણ પરત કરવામાંઆવ્યો હતો.