આરોપી કનૈયાલાલ ઉર્ફે કાનો
અમદાવાદ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણાના જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમા UGVCL ના ઇલેક્ટ્રીક વાયરોની ચોરીના ૧૩ ગુન્હાઓમા છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે જાડેજાની ટીમના પો.સ.ઇ. આઇ.એમ.ઝાલા તથા એ.એસ.આઇ.ભગવાનભાઇ મસાભાઇ તથા એ.એસ.આઇ. કિરીટસિંહ હરીસિંહ દ્વારા ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી કનૈયાલાલ ઉર્ફે કાનો સન/ઓફ અંબાલાલ કુમાવત ઉ.વ.૨૮ રહે- બી/૬૦૪, તુલીપ-૨, વૈષ્ણવદેવી સર્કલ ગોતા, અમદાવાદ શહેર ગામ-સુમાર, તા.રાયપુર, જી.ભીલવાડા, રાજસ્થાનને ગોતા દેવનગર એ.એમ.ટી.એસ પાસે થી ઝડપી લીધો છે.આરોપી તથા તેના સહ આરોપીઓની સાથે મળી અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા જીલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારો જ્યા UGVCL (G.E.B) ના ઇલેક્ટ્રીક વાયરો ખેતરોમાંથી પસાર થતા હોય. ત્યાં દિવસ દરમ્યાન રેકી કરી રાત્રીના સમયે તેની પાસેના વાહનમાં નક્કી કરેલ જગ્યા પર જઇ ચાલુ ઇલેક્ટ્રીક વાયર પર દોરડુ નાખી બંન્ને વાયરોને ભેગા કરી ચાલુ વિજલાઇન ને ફોલ્ટ કરી બંધ કરી દેતા જેના કારણે વીજવાયરમાંથી વિજપ્રવાહ બંધ થઇ જતાં આરોપીઓ થાંભલા પર ચઢી મોટી કાતરોના હાથા પર પી.વી.સી પાઇપ ભરાવી કાતર વડે વીજ વાયરો કાપી નાંખતા. કાપેલ એલ્યુમીનમના વીજવાયરોને તેની પાસેના પીક-અપ ડાલા જેવા વાહનોમા ભરી ચોરી કરીને લઇ જતા હતા.જે UGVCL (G.E.B) ના ઇલેક્ટ્રીક વાયરોની ચોરીઓ કરવા સબંધે અમદાવાદ,ગાંધીનગર, મહેસાણા જીલ્લામા નીચે મુજબના પોલીસ સ્ટેશનોમા ગુન્હાઓ દાખલ થયેલ હતા જે ગુન્હાઓમાં તે નાસતો ફરતો રહેલ છે. જેથી આરોપીની વધુ તપાસ અર્થે અમદાવાદ જીલ્લાના બગોદરા પોલીસ સ્ટેશન ખાતે તપાસ સોંપવામાં આવી છે.
આરોપીનો ગુન્હાહીત ઇતિહાસ
આરોપી કનૈયાલાલ ઉર્ફે કાનો સન/ઓફ અંબાલાલ કુમાવતનાનો સને-૨૦૧૩ની સાલમાં ગાંધીનગર જીલ્લાના અડાલજ પોલીસ સ્ટેશનમાં ખૂનના ગુન્હામાં પકડાયેલ છે. જે એકાદ વર્ષ સાબરમતી સેન્ટ્રલ જેલમાં રહીને આવેલ છે. તેમજ સને-૨૦૧૬ ની સાલમાં સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમા ચોરીના ગુન્હામા પકડાયેલ છે. તેમજ સને-૨૦૨૧ ની સાલમા ગાંધીનગર જીલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુન્હામાં પકડાયેલ છે.