અમદાવાદ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર પી.કે.ગોહિલની ટીમના પો.સ.ઇ. કે.એસ. સિસોદીયા, અ.હેડ કોન્સ. મુકેશગીરી જગદીશગીરી, અ.હેડ કોન્સ. સંજયસિંહ અગરસંગભાઇ, અ.હેડ કોન્સ. કૃષ્ણરાજસિંહ હનુભા, અ.પો.કોન્સ. દિક્ષીતકુમાર મહેન્દ્રભાઇ તથા અ.પો.કોન્સ. મુકેશભાઇ કાનજીભાઇ દ્વારા ખૂનાના ગુનામાં સંડોવાયેલ આરોપી
(૧) ત્રીભોવન ઉર્ફે ડેની બેચરભાઇ સોલંકી ઉ.વ.૪૦, રહે. દિલ્હી વાળી ચાલી, ગેટ નં-૦૧, ગવર્મેન્ટ ડી કોલોની સામે, મેમ્કો ફુટ માર્કેટ પાસે, નરોડા,
(૨) પ્રીતમચંદ વિષ્ણુભાઇ ચૌહાણ ઉ.વ.૩૦ રહે. ખાડા વાળી ચાલ, કલાપીનગર હાઉસીંગ બોર્ડ સામે, તવર સ્કુલ પાસે, મેઘાણીનગર,
(૩) કુલદીપ કાળીદાસ પરમાર ઉ.વ.૨૫, રહે. બ્લોક નં.૧/૫, ગવર્મેન્ટ ડી કોલોની, વિજય મીલ પાસે, નરોડા રોડ, નરોડા, મેમ્કો બ્રીજ નીચે રેલ્વેના પાટા પાસેથી ઝડપી લીધા હતા.
બનાવની વિગત એવી છે કે ગઇ તા ૧૫/૦૧/૨૦૨૩ ના રોજ રાતના આશરે સાડા આઠેક વાગે નરોડા પાટીયા પંડિતની ચાલીની બહાર અજમેરી ફ્રાય સેન્ટર ખાતે આ ત્રણ આરોપીઓ તેઓના અન્ય મિત્રો સાથે જમવા માટે ગયેલ હતો તે વખતે તેઓના મિત્રોને અજમેરી ફ્રાય સેન્ટર વાળા સાથે બોલાચાલી થયેલ હતી. જે દરમ્યાન ઝઘડો ઉગ્ર બની જતા નજીકમાં પડેલ પથ્થરો છૂટા મારવા લાગેલ. આ વખતે ફરીયાદી તથા સાહેદ તથા અન્ય ઝહીર નુરુભાઇ શેખને આ પથ્થરો માથાના ભાગે વાગેલ. જેમાં ફરીયાદી તથા સાહેદ બખ્ત રેકમુદ્દીન શેખ સારવાર માટે દાખલ થયેલ હતા. પરંતુ ઝહીર નુરૂભાઇ શેખ સારવાર માટે ગયેલ ન હતા. આ સાહેદને પણ માથામાં ઇજા થયેલ હોવાથી તે બીજા દિવસે મરણ ગયેલ હતો.જે અંગે નરોડા પો.સ્ટેશન પાર્ટ એ માં ઇપીકો કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૩૦૨, ૩૨૩, ૩૩૭, ૩૩૮,૨૯૪(ખ), ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધાયેલ હતો. જે ગુનાના કામે ચાર આરોપીઓની ધરપકડ થયેલ હતી. જે કેસમાં ઉપરોક્ત ત્રણ આરોપીઓના નામ ખુલવા પામેલ હતા.ઉપરોક્ત ત્રણેય આરોપીઓને નરોડા પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ગુનાના કામે સોપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.