ચીનના વુહાનમાંથી ઉદભવેલો કોરોના વાયરસ દુનિયાના 100થી વધારે દેશોમાં ફેલાયો છે. અત્યાર સુધીમાં દુનિયાભરમાંથી 5000 લોકો મોતને ભેટી ચુક્યા છે. જીવલેણ વાયરસ કોરોના હજી પણ ભયાનક સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે.
એક સંશોધન અહેવાલમાં આ રોગના કારણે ભવિષ્યને લઈને ભયાનક ડર વ્યક્ત કરાયો છે. રિપોર્ટ અનુસાર, જો આખા વિશ્વમાં તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવે તો પણ તેમાં દો 1.5 કરોડ લોકોના મોત થઈ શકે છે. ઑસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીએ આ સંશોધન કર્યું છે, જેમાં એવી આશંકા દર્શાવાઈ છે કે વૈશ્વિક અર્થતંત્ર પર વાયરસની મોટી અસર પડશે.
સંશોધનમાં અનેક આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, જો દુનિયામાં તેને અટકાવવા માટે યોગ્ય પગલાં ભરવામાં આવ્યા ન હોત તો આગામી વર્ષોમાં 6 કરોડ 80 લાખ લોકોએ મોતને ભેટ્યા હોત. આ સંશોધનમાં ભારતને લઈને પણ ગંભીર બાબત દર્શાવવામાં આવી છે. તેમાં જણાવ્યા પ્રમાણે આ વારસના કારણે ચીન અને ભારતમાં લાખો લોકોની મોત થઈ શકે છે. જ્યારે અમેરિકામાં, 2 લાખ લોકો મોતને ભેટી શકે છે. બ્રિટનમાં 64 હજાર, જર્મનીમાં 79 હજાર અને ફ્રાન્સમાં 60 હજાર લોકો મરી શકે છે. સંશોધન મુજબ ચીનના પાડોશી દેશ દક્ષિણ કોરિયા અને ઇટાલીમાં પણ હજારો લોકોની હત્યા થઈ શકે છે.
માત્ર લોકોના મોત જ નહીં પણ અર્થતંત્રને પણ કોરોના વાયરસ ભયંકર ફટકો મારી શકે છે. સંશોધન મુજબ વિશ્વભરમાં વૈશ્વિક GDPમાં કડાકો બોલી અને તે 2.3 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી શકે છે. અમેરિકાની GDPમાં 2 ટકાનો ઘટાડો થઈ શકે છે. આ સિવાય બ્રિટનની GDPમાં પણ 2.3 ટકાનો ઘટાડો થઈ શકે છે.
કોરોના વાયરસનો ખતરો હાલ દુનિયાભરમાં ફેલાયો છે. અનેક લોકો આ વાયરસની ઝપેટમાં આવ્યા પછી મોતને ભેટ્યા છે. ભારત સમેત વિશ્વભર દેશોમાં ધીમે ધીમે કોરોના વાયરલ ફેલાઇ રહ્યો છે. પણ હવે સોશિયલ મીડિયામાં એક તસવીર વાયરલ થઇ રહી છે. જેમાં એક લેખિકાએ આ અંગે અનેક વર્ષો પહેલા ભવિષ્યવાણી કરી હતી તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દાવા પ્રમાણે કોરોના વાયરસ તેની જાતે જ ધીમી ધીમે નાશ પામશે.