મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકારના ૪ મહિનામાં રૂ. ૭૭૮.૪૭ કરોડના દાવા(ક્લેઇમ) ચૂકવણી કરવામાં આવી

Spread the love

 

પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના હેઠળ દાવા ચૂકવણીમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકારના ૪ મહિનામાં રૂ. ૭૭૮.૪૭ કરોડના દાવા(ક્લેઇમ) ચૂકવણી કરવામાં આવી

ગુજરાતના પડોશી રાજ્ય ઉપરાંત દેશના ઉત્તર, દક્ષિણ અને પૂર્વ ખૂણાના રાજ્યોમાંથી પણ દર્દીઓ આયુષ્માન કાર્ડ હેઠળ ગુજરાતમાં આવીને સારવાર મેળવી રહ્યાં છે :- આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ

PMJAY-મા યોજના હેઠળ વીમાની રકમ રૂ. ૫ લાખ થી વધારીને રૂ. ૧૦ લાખ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે

કિડની, કેન્સર, હ્રદયરોગ સહિતની અંદાજીત ૨૭૧૧ જેટલી વિવિધ ગંભીર બીમારીઓ તેમજ ટ્રાન્સપ્લાન્ટની સારવાર આયુષ્માન કાર્ડ ધારકોને આપવામાં આવે છે

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં શરૂ થયેલ પ્રધાનમંત્રી જન આરોગ્ય-આયુષ્માન યોજના અને રાજ્ય સરકારની મા યોજનાનું સંકલન કરીને પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અમલી બનાવી છે.

આ પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત નોંધાયેલ દાવા ચૂકવણી એટલે કે ક્લેમની રકમ બાબતે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે.

આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૩૬ લાખ થી વધુ દાવા મંજૂર કરવામાં આવ્યા છે.

ગુજરાત સરકાર દ્વારા રૂ. ૭૩૭૪ કરોડની રકમના દાવા અત્યારસુધીમાં નોંધવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકારના ૧૪ એપ્રિલ ૨૦૨૩ ના રોજ ૪ મહિના પૂર્ણ થશે. આ ૪ મહિનામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય –મા યોજના હેઠળ રાજ્યમાં રૂ. ૭૭૮.૪૭ કરોડના દાવા(ક્લેઇમ) ચૂકવણી કરવામાં આવી છે.

આરોગ્ય વિભાગ થી મળેલ વધુ માહિતી જોઇએ તો રાજ્યમાં ૧.૮૦ કરોડ આયુષ્માન કાર્ડ ધારકોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા ક્રમાંકે છે.

હાલ રાજ્યમાં ૧ કરોડ ૮૦ લાખ ૨૬ હજાર ૫૫૫ લાભાર્થીઓને આયુષ્માનકાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે.

હાલ રાજ્યમાં ૨૭૬૫ હોસ્પિટલ્સને પ્રધાનમંત્રી જન આરોગ્ય –મા યોજના હેઠળ આવરી લેવામાં આવી છે. જેમાં ૭૫૬ ખાનગી અને ૧૯૯૧ સરકારી હોસ્પિટલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકારના પ્રથમ ૧૧૫ દિવસમાં ક્લેઇમ ચૂકવણી કરવામાં આવી છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે ગ્રામ્ય આરોગ્ય સુવિધા અને શહેરી આરોગ્ય સેવાઓને સુદ્રઢ અને નવીનીકરણ નો યજ્ઞ આદર્યો હતો. જેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર સુપેરે આગળ ધપાવી રહી છે.

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના સબળ માર્ગદર્શન હેઠળ રાજ્યની આરોગ્ય સેવાઓમાં વધેલો વ્યાપ અને શ્રેષ્ઠતાના પરિણામે આજે ગુજરાત ઉપરાંત પડોશી રાજ્યો અને દેશના ઉત્તર, દક્ષિણ અને પૂર્વ ખૂણાના રાજ્યોમાંથી પણ દર્દી સારવાર અર્થે ગુજરાતમાં આવે છે.

આયુષ્માન કાર્ડ અંતર્ગત આવરી લેવાયેલ સારવારની આ તમામ દર્દીઓને ગુજરાતમાં સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

રાજ્ય સરકારે આ વર્ષે પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના હેઠળની વીમાની રકમ રૂ. પાંચ લાખ થી વધારીને રૂ. ૧૦ લાખ કરી છે. જેના પરિણામે અત્યંત ખર્ચાળ, ગંભીર કે જટીલ પ્રકારની, અંગોના પ્રત્યોરાપણ જેવી સર્જરીઓ પણ કુટુંબદીઠ સુપેરે આ કાર્ડ હેઠળ નિ:શુલ્ક ઉપલબ્ધ થનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com