તાજેતરમાં યોજાયેલ જુનિયર કલાર્કની પરીક્ષામાં ૫૯ ટકા યુવાન-યુવતીઓ પરીક્ષા આપવાથી દૂર રહ્યા : જગદીશ ઠાકોર

Spread the love

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધક્ષ રાહુલ ગાંધીને 25 મે બાદ ગુજરાત બોલાવી લડત આપવાનાં કાર્યક્રમની શકયતા :ખેડૂત-ખેતી ગામડાની વિષમ સ્થિતી, મોંઘુ શિક્ષણ, મોંઘવારી, બેરોજગારી, કથળી ગયેલ કાયદો વ્યવસ્થા સહિતના વિવિધ સળગતી સમસ્યાઓના મુદ્દે કોંગ્રેસ સતત બે મહિના વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમ આપશે

અમદાવાદ

રાજ્યમાં વિવિધ સરકારી વિભાગોની ભરતી પરીક્ષામાં વારંવાર પેપર લીકની ઘટનાઓને લીધે ગુજરાતના લાખો યુવાનોના ભાવિ જોખમાઈ રહ્યું છે. સરકારી ભરતીમાં મોટા પાયે ગેરરીતિ, ભ્રષ્ટ્રાચાર, મેરીટમાં ગોટાળા થાય ત્યારે ભાજપ સરકાર પરીક્ષા લેવામાં નીતનવા ફરમાનોથી યુવાનોને અન્યાય થઈ રહ્યો છે તેવો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ જગદીશ ઠાકોરે પત્રકાર પરિષદે સંબોધન કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં તલાટી માટે યોજાનાર પરીક્ષામાં ૧૭ લાખ અરજી કર્તાઓને ભાજપ સરકાર અન્યાયકર્તા ફરમાનો કરી રહી છે. શાળા – કોલેજના રૂમ પરીક્ષાખંડ તરીકે મળતા નથી. ભાજપના વાહવાહી માટેના સંમેલનોમાં ભીડ ભેગી કરવા શાળા-કોલેજોને આદેશ અપાય છે ફરજ પડાય છે પણ ગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે જરૂરી જાહેર સ્પર્ધાત્મક પરીક્ષા માટે કેમ જવાબદારીમાંથી સરકાર ભાગી રહી છે ? મોંઘુ શિક્ષણ ભાજપ સરકારની ભેટ છે, યોગ્ય સમયે પરીક્ષા ન લેવાય, પરીક્ષા લેવાય તો પરિણામ ન આવે, પરિણામ આવે તો યોગ્ય સમયે નિમણૂક ન થાય, આમ ભાજપની અટકાવવા-લટકાવવા-ભટકવાની નીતિનો ભોગ ગુજરાતનાં યુવાનો બની રહ્યા છે. ચમરબંધીને પકડવાની વાતો કરતી ભાજપ સરકાર ૧૪-૧૪ પેપરલીક બાદ પણ એક પણ ઉદાહરણરૂપ કામગીરી-દાખલો પ્રસ્થાપિત કરી શકી નથી. જેના કારણે લાખો શિક્ષિત યુવાન-યુવતીઓ નિરાશા અનુભવી રહ્યાં છે તેના પરીણામ તાજેતરમાં યોજાયેલ જુનિયર કલાર્કની પરીક્ષામાં ૫૯ ટકા યુવાન-યુવતીઓ પરીક્ષા આપવાથી દૂર રહ્યા હતા.

જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં સરકારનાં પ્રવક્તા મંત્રીનું નિવેદન જ સ્પષ્ટ દેખાડે છે કે ભાજપ સરકાર પારદર્શક પરીક્ષા તો લઈ શકી નથી પણ હવે તો પરીક્ષા માટે જરૂરી ખંડોનું આયોજન પણ કરી રહી નથી. ભાજપ સરકારમાં ગુજરાતના યુવાનોને સમયસર તક મળતી નથી, પરીક્ષાઓના આયોજન માટે નીતનવા નિયમોથી પરીક્ષાર્થીઓ અને ખાસ કરીને દીકરીઓને ૩૦૦ થી ૪૦૦ કિ.મી દૂર પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા. જેના કારણે પરીક્ષાર્થીઓને આગલા દિવસે રાત્રે જે તે જિલ્લાઓમાં પ્રવાસ કરવો પડ્યો. દીકરીઓ સાથે પરિવારના એક સભ્યએ ફરજિયાત જવું પડ્યું. ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના દીકરા-દીકરીઓએ ફરજિયાત ખર્ચ કરવો પડ્યો. આ કેવી વ્યવસ્થા કે જેના કારણે પરીક્ષાર્થીઓ પરેશાન થાય ? રાજ્ય સરકાર વહીવટી વ્યવસ્થા સુધારે તે અગત્યનું છે નહિ કે ગુજરાતના યુવાન -યુવતીઓને પરેશાની ભેટ આપવાની અવ્યવસ્થા…!કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત આવશે. 25 મે બાદ રાહુલ ગાંધીને બોલાવી લડત આપવાનો કાર્યક્રમ છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર યુવરાજસિંહ જાડેજાના સમર્થનમાં આવ્યા છે. તેમણે કહ્યું, યુવરાજસિંહનો વીડિયો મેં ગઈકાલે જોયો, આજે ફોન પર પણ વાત થઈ. તેને અને તેના પરિવારને પરેશાન કરવામાં આવી રહ્યા છે. જે યુવાન તમારા માટે લડાઈ લડે છે તેની મજબૂરી ક્યારે અટકશે ?

ગુજરાતના સ્થાપના દિવસ ૧લી મેના રોજ ભાજપ સરકાર દરેક ગામમાં ગ્રામસભા બોલાવીને માત્ર જે તે ગામના શિક્ષિત-અર્ધશિક્ષિતની નોંધણી કરવામાં આવે તો લાખોની સંખ્યામાં બેરોજગાર યુવાનોની રોજગાર વિશેની સાચી હકીકતો સામે આવે. સરકારના દાવાનો પરપોટો ફુટી જાય. ગ્રામસભામાં હજારો સમસ્યા સામે આવે છે. પણ, રાજ્ય સરકાર સાચી રીતે ગ્રામસભાની કાર્યવાહી કરતી નથી જેના લીધે ગ્રામ્ય વિસ્તારના નાગરિકો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. ખેડૂત-ખેતી ગામડાની વિષમ સ્થિતી, મોંઘુ શિક્ષણ, મોંઘવારી, બેરોજગારી, કથળી ગયેલ કાયદો વ્યવસ્થા સહિતના વિવિધ સળગતી સમસ્યાઓના મુદ્દે કોંગ્રેસ પક્ષ સતત બે મહિના વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમ આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com