સ્ટોરી : પ્રફુલ પરીખ
આરુષ શાહ કેવળ ૩ વર્ષ અને ૮ મહિનાનો , પણ 50 ઑટોમોબાઇલ બ્રાન્ડની જાણકારી : મિહિર શાહ
ભારતમાં 3000 જ રજીસ્ટર કલેક્ટર્સ : કન્કેશ શર્મા
અમદાવાદ
“ઓડી અમદાવાદ દ્વારા ડીવ્હીલ્સ ધ લકઝરી ડાયકાસ્ટ કાર શૉ”ગઈકાલે અને આજ રોજ સાંજે ૫ થી રાત્રે ૧૧ સુધી ઇન્ડી કાર્ટિંગ અમદાવાદનાં શીલજ ખાતે યોજાશે.
ઇન્ડી કાર્ટિંગ પાર્ટનર બ્રિજ મોદી અને મિહિર શાહે જણાવ્યું હતું કે ગુજરાતમાં મોટર સ્પોર્ટ સંસ્કૃતિને વિકસિત કરવા અને પ્રોત્સાહન આપવાના એકમાત્ર ઉદ્દેશ્ય થી શરુ કરવામાં આવી છે.વર્ષ 2022માં શરુ થયેલ આ ગુજરાતનું સૌથી સુરક્ષિત અને ઝડપી ગોકાર્ટિંગ ટ્રેક છે. અહીંયા 22 કાર્ટ છે. ગોકાર્ટિંગ ટ્રેક માટે ગુજરાતમા થી સૌથી વધુ લોકો આવે એવી અમારી યોજના છે.ડાયકાસ્ટ કાર એટલે ઘણી નાની અને કસ્ટમાઈઝ પણ હોય છે.૫ થી ૬ હજારની કિંમત થી લઇ લિમિટેડ એડીશન લાખો રૂપિયાની કિંમતમાં પણ મળી શકે છે.એની વેલ્યુ અપ્રરિસિયેટ પણ થતી હોય છે.સૌથી નાના સંગ્રહકર્તા આરુષ શાહ કેવળ ૩ વર્ષ અને ૮ મહિનાનો છે પણ ઑટોમોબાઇલનો ઉત્સાહી છે અને 50 ઑટોમોબાઇલ બ્રાન્ડની જાણકારી છે.આગામી દિવસોમાં પણ અમે કાર સંબંધિત નવી ઇવેન્ટ કરીશું.
ડી-વ્હીલ્સના મુંબઈના કન્કેશ શર્મા ડાયકાસ્ટ સંગ્રહ કર્તાઓને મદદ કરવા ત્યાં હાજર રહી જણાવ્યું હતું કે આ શો મુંબઈની સોલિટેર ઇવેન્ટ્સ દ્વારા આયોજીત કરવામાં આવી રહ્યો છે. અમારો લક્ષ્ય ડાયકાસ્ટ કાર સમુદાયની વૃદ્ધિમાં ડાયકાસ્ટ ગાડીઓના સ્કેલ મોડલની વિશાળ શ્રેણી જોવા મળશે. આમાં 100 ઓડી ડાયકાસ્ટ ગાડિઓનું વિશેષ પ્રદર્શન હશે. કાર દેખાવમાં ઘણી નાની છે પણ તેની કિંમત લાખોમાં છે. ભારતમાં 3000 જ રજીસ્ટર કલેક્ટર્સ છે.
૧૯૩૫ની વિન્ટેજ ઓડી
સંકેત મહેતાએ જણાવ્યું હતું કે ૧૯૩૫ની વિન્ટેજ ઓડી નંબર વન લોગો એ ઓટો યુનિયનના નામે ઓળખાતી અત્યારે ચાર કંપની ભેગી મળી આજની ઓડી બને છે. ઉપરોક્ત પ્રકારની ફક્ત બે જ ગાડી કપની દ્વારા બનાવવામાં આવી છે જે જર્મની ઓડીના મ્યુઝિયમમાં છે ક્લાસિક મોડલ કાર દ્વારા સ્કીલ ડાઉન વર્ઝન બનાવવામાં આવ્યું છે.આ સ્કીલ મોડેલની કિંમત ભારતીય ચલણ મુજબ 90 હજાર રૂપિયા લગભગ છે. અને ઓરીજનલ મોડલ ની કિંમત કરોડોમાં છે જે હાલ ફક્ત જર્મનીના મ્યુઝિયમમાં જ છે.
ટાઇટલ સ્પોન્સર ઓડી અમદાવાદ જર્મની લકઝરી કાર ઉત્પાદક ઓડીનો અનેરો શોરૂમ છે.11 કારોના ડિસ્પ્લેની ક્ષમતા સાથે 23 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલો છે.આ ડીલરશીપ ગ્રાહકોને વર્લ્ડ કલાસ ઑડી બ્રાન્ડનો અનુભવ તેના સ્ટેટ ઑફ ધ આર્ટ સૌથી મોટી સર્વિસ સુવિધા અને શ્રેષ્ઠ શોરૂમ દ્વારા આપવા ઈચ્છે છે. હાલમાં લોન્ચ કરેલ ઑડી ૦૩ અને ઑડી 03 સ્પોર્ટ બેક સ્પોર્ટી લૂક સાથે રોજબરોજની ઉપયોગીતાનું સંયોજન છે. ઑડી મોડેલનો ડ્રાઈવ અનુભવ માટે 7878788136 પર કોલ કરીને બુક કરવો.