સીમકાર્ડ ખરીદનાર ગ્રાહકની જગ્યાએ અન્ય વ્યક્તિઓના ફોટો અપલોડ કરી ૨૩૨ જેટલા સીમકાર્ડ એક્ટીવ કરવાના રેકેટનો પર્દાફાશ કરતી અમદાવાદ એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ

Spread the love

અમદાવાદ

SOG ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સપેકટર યુ.એચ.વસાવા અને એમ બી. ચાવડાને ઇનપુટનુ જરૂરી અવલોકન કરી અમદાવાદ વિસ્તારના અલગ અલગ રીટેલરોની તપાસ કરવા અલગ અલગ ટીમો બનાવી હતી. જે પૈકી તપાસ કરતા આરોપી અમન રશીદભાઇ બીયાવરવાલા, આસ્ટોડીયા, અમદાવાદનો પોતે એરટેલ કંપનીના સ્ટોરનુ સંચાલન કરી એરટેલ કંપની તરફથી સિમકાર્ડ એક્ટીવ કરવા અંગેનો RET R R Comunication નામે Point of Sale code 9558010397 નો મેળવી દુકાન નંબર ૭ શાહ આલમ, અમદાવાદથી પોતાના ઘરેથી સને.૨૦૧૯ થી જુન-૨૦૨૧ દરમ્યાન પોતાની પાસે એરટેલ કંપનીના સિમકાર્ડ ખરીદી કરવા માટે આવતા ગ્રાહકોની જાણ બહાર તેની સાથે વિશ્વાસઘાત કરી તેના ફોટો આઇ.ડી.પ્રૂફનો બીજીવાર ફોટો પાડી તેમજ અમુક ગ્રાહકોના ફોટો આઇ.ડી. પ્રૂફ તેઓની જાણ બહાર ઓનલાઇન ગુગલમાંથી ડાઉનલોડ કરી ઓનલાઈન કસ્ટમર એપ્લીકેશન ફોર્મ (CAF) ભરી ગ્રાહકના ફોટાની જગ્યાએ પોતાનો ફોટો અપલોડ કરી PoS એજન્ટ તરીકે પોતાનો ફોટો પાડી આવા બનાવટી CAF ને ઠગાઈ કરવાના ઈરાદે ખરા તરીકે કંપનીમાં ઓનલાઈન વેરીફેકેશન કરાવી આર્થિક ફાયદો મેળવવા સારૂ ગ્રાહકોની જાણ બહાર અલગ અલગ ગ્રાહકોના નામે કુલ ૧૩૬ જેટલા સિમકાર્ડ એક્ટીવ કરી ગુનો કરેલાનુ જણાઇ આવતા ઉપરોક્ત આરોપી અમન રશીદભાઇ જાતે બીયાવરવાલા તથા તપાસમાં નીકળે તે તમામ આરોપીઓ વિરૂધ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં IPC કલમ ૪૦૬, ૪૬૫, ૪૬૮, ૪૭૧ મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ ઝેડ.એસ.શેખ, પો.સ.ઇ. એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ તરફ ડેપ્યુટ કરેલ છે.

જ્યારે બીજી ઘટનામાં જયમીન ઘનશ્યામભાઈ પરમાર બોડકદેવ, અમદાવાદ તથા સીકમાર્ડ એક્ટીવેટ કરી આપનાર ફૈજાન કે જેના પુરાનામ સરનામાની ખબર નથી તેઓએ ભેગા મળી અમદાવાદ સી.જી.રોડ ખાતે આવેલ ઓફીસ નં.૨૦૪ એમર્લડ કોમ્પલેક્ષ, કર્ણાવતી પગરખા બજારની ઉપર, સ્વસ્તીક ક્રોસ રોડ, નવરંગપુરા ખાતે એસ્ટોરીયા સર્વીસીસ નામની ઓફીસમાં એચ.ડી.એફ.સી બેન્કના ક્રેડીટ કાર્ડ વેચવા સારૂ તેઓના ત્યાં નોકરી કરતાં કર્મચારીઓની જાણ બહાર તેઓની સાથે વિશ્વાસઘાત કરી તેમના નામના ફોટો આઇ.ડી.પ્રુફનો ઉપયોગ કરી સીમકાર્ડ એજન્ટ ફૈઝાન મારફતે (1) Ansari Mobile, (2) Khan Mobile, (3) Faijan Mobile, (4) Firoz Mobile, (5) Aryan Mobile, (6) Harshil Mobile, (7) Ganesh Communication, (8) Harikrushna Enterprise (9) Shree Balaji Pro and Stat Stores (10) Sher Mobile ના અલગ-અલગ POS ના નામથી ઓનલાઈન કસ્ટમર એપ્લીકેશન ફોર્મ (CAF) ભરી ગ્રાહકના ફોટાની જગ્યાએ જયમીનભાઇને ત્યાં ટેલીકોલીંગની નોકરી કરતાં હેતલબેન રજનીકાંત પરમાર નાઓનો લાઇવ ફોટો અપલોડ કરી POS એજન્ટ તરીકે ફૈજાનનો તથા અન્ય વ્યક્તિનો ફોટો પાડી આવા બનાવટી CAF ને ઠગાઈ કરવાના ઈરાદે ખરા તરીકે કંપનીમાં ઓનલાઈન વેરીફેકેશન કરાવી આર્થિક ફાયદો મેળવવા સારૂ સીમકાર્ડ એક્ટીવ કરી ગુનો કરેલાનું જણાઇ આવતા જે અંગે સીમકાર્ડ એક્ટિવ કરાવનાર જયમીન પરમાર, સીમકાર્ડ એક્ટિવ કરી આપનાર એજન્ટ ફૈઝાન તથા તપાસમાં મળી આવે તે અન્ય આરોપીઓ વિરૂધ્ધમાં તા:૧૩/૦૪/૨૦૨૩ ના સાડા સાત વાગે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં IPC કલમ ૪૦૬, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૧૧૪ મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ એમ.બી.ચાવડા, પો.સ.ઇ. એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ તરફ ડેપ્યુટ કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com