GJ-18 ઉત્તરના MLA રીટા પટેલ દ્વારા પ્રીમીયર લીગ નાઈટ ક્રિકેટ, વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન સે-11 બાબાસાહેબ આંબેડકર મેદાન ખાતે યોજાશે.
ગુજરાતમાં ઘરે ઘરે જાણીતી રમત હોય તો ધોકેણા, એટલે કે ક્રિકેટ, ત્યારે ભાજપના ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા પ્રીમિયર લીગ (જી.એન.પી.એલ) નાઈટ ક્રિકેટ અને વોલીબોલ ટુર્નામેન્ટ આયોજન કરાયું છે. ત્યારે પ્રોત્સાહન અને પારિવારિક મનોરંજનના ઉમદા હેતુથી ૩૬- ગાંધીનગર ઉત્તર વિધાનસભાના યુવા અને સક્રિય મહિલા ધારાસભ્ય શ્રીમતી રીટાબેન કેતનકુમાર પટેલ દ્વારા ૩૬- ગાંધીનગર ઉત્તર પ્રીમિયર લીગ(GNPL) નાઈટ ક્રિકેટ અને વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જે ,બાબાસાહેબ આંબેડકર મેદાન સેકટર-૧૧ ખાતે ૧ મે ૨૦૨૩ થી શરૂ થશે. આ નાઈટ ટુર્નામેન્ટમાં ગાંધીનગર ઉત્તર વિધાનસભા ક્ષેત્ર તેમજ ગાંધીનગર મહાનગરમાં સમાવિષ્ટ વિસ્તારમાં રહેતા ખેલાડીઓ ભાગ લઈ શકશે. ખેલાડીઓ ૨૪ એપ્રિલ સુધી ટીમની નોંધણી કરાવી શકશે. ટીમના રજીસ્ટ્રેશન માટે ૯૯૦૪૪૭૭૯૯૦ નંબર પર સંપર્ક કરવાનો રહેશે. વહેલા તે પહેલાના ધોરણે ટીમને પ્રવેશ અપાશે. ક્રિકેટ ટુર્નામેન્ટની એન્ટ્રી ફી રૂ.૪૯૦૦ રાખવામાં આવી છે તેમજ વિજેતા ટીમને રૂ.૧,૨૧,૦૦૦ અને રનર્સ અપ ટીમને રૂ.૫૧,૦૦૦નું રોકડ ઈનામ આપવામાં આવશે. પ્રત્યેક ખિલાડીને ૩૬-GNPL ની ટી-શર્ટ આપવામાં આવશે. આ નાઈટ ટુર્નામેન્ટ નોકઆઉટ પદ્ધતિથી રમાશે.
અત્રે નોંધપાત્ર બાબત છે કે, આ ટુર્નામેન્ટમાં મહિલાઓની ટીમને વિનામૂલ્યે પ્રવેશ અપાશે જેની એન્ટ્રી ફી ધારાસભ્ય રીટાબેન પટેલ ચૂકવશે.