કેન્દ્રએ ગુજરાતને CAMPA ફંડ્સ હેઠળ ૧૪૮૪.૬૦ કરોડ ફાળવ્યા પરંતુ તે વણવપરાયેલા પડ્યા રહ્યા છે : કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા

Spread the love

કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ અને હિરેન બેંકર

ગ્રીન ઇન્ડિયા મિશનમાં ૧૭ રાજ્યોનો સમાવેશ, ગુજરાત રાજ્ય બાકાત : ગુજરાત સરકાર દ્વારા કેમ્પા ફંડ વાપરવાની અને ગ્રીન ઇન્ડિયા મિશન હેઠળ કેન્દ્ર સરકારે ગુજરાત રાજ્યનો સમાવેશ કરવો તેવી કેન્દ્ર સરકારને માંગ : પાર્થિવરાજસિંહ

અમદાવાદ

રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ ને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા એ જણાવ્યું હતું કે જીપીસીબી અને ભાજપના નેતાઓ દ્વારા ફક્ત પર્યાવરણ અને પ્રદૂષણ નિયંત્રણ વિશે ખાલી વાતો થાય પરંતુ કશું થતું નથી ત્યારે પર્યાવરણના સંરક્ષણ અને પર્યાવરણને બચાવવામાં ગુજરાતની ભાજપ સરકાર ઉદાસીન છે તે સરકારના પર્યાવરણ મંત્રીના દેશની સર્વોચ્ચ પંચાયતમાં અપાતા જવાબ અને નિવેદનોથી પુરવાર થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા સીએએફ એક્ટ ૨૦૧૬ હેઠળ કેમ્પા ફંડસ ( કંપંસેટરી એફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ અને પ્લાનિંગ ઓથોરિટી ફંડ) દ્વારા જંગલની ગુણવત્તા સુધારવા, બાયો ડાઈવર્સિટી ને સમૃદ્ધ કરવા માટે, વન્ય જીવો ના સંરક્ષણ માટે , જંગલોના સંરક્ષણ, માટી અને જળ સંરક્ષણ માટે ફાળવવામાં આવે છે. વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકાર ને કેમ્પા ફંડ હેઠળ ૧૪૮૪.૬૦ કરોડ ફાળવવા માં આવ્યા પણ વર્ષ ૨૦૨૦-૨૦૨૧ અને ૨૦૨૧-૨૦૨૨ વણવપરાયેલા પડ્યા રહ્યા છે. સરકાર ને પર્યાવરણ ની બિલકુલ ચિંતા નથી તે પુરવાર થાય છે.

લોકસભામાં અપાયેલ જવાબમાં સ્પષ્ટ પણે દર્શાવે છે કે વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માં ફાળવાયેલા ૧૪૮૪.૬૦ કરોડ રૂપિયા હાલ માં વર્ષ ૨૦૨૩ માં કેમ્પા ફંડ હેઠળ દર્શાવવા માં આવી રહ્યાં છે, જે પુરવાર કરે છે કે ત્રણ વર્ષ દરમિયાન વણવપરાયેલ પડ્યા રહ્યા છે. ગુજરાત રાજ્યમાં ૧૩ જેટલી અતિ પ્રદુષિત નદીઓ છે, હવામાં પ્રદુષણનું પ્રમાણ ખુબ વધારે આવી રહ્યું છે. વિશાળ દરિયાકાંઠામાં ધોવાણનો મોટો પ્રશ્ન છે. જંગલોને સુરક્ષિત રાખવાની અને જંગલો વધારવાની પર્યાવરણને તાતી જરૂરીયાત છે છતાં પર્યાવરણની દિશામાં સરકાર સ્પષ્ટ પણે ઉદાસીન હોય તેવુ પ્રસ્થાપિત થાય છે.લોકસભાના જવાબમાં ચોકવનારો ખુલાસો થયો છે, કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ગુજરાત રાજ્યના પર્યાવરણ જોડે દેખીતી રીતે અન્યાય કરવામાં આવી રહ્યો છે.

૨૦૧૪ થી કેન્દ્ર સરકાર દ્વારા ગ્રીન ઇન્ડિયા મિશનની યોજના શરૂ કરવામાં આવી, તેમાં થી ગુજરાત ને બાકાત રાખવા માં આવ્યું છે. ગ્રીન ઇન્ડિયા મિશન હેઠળ દેશ ના ૧૭ રાજ્યો ને કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે, ત્યારે ગુજરાત રાજ્યને આર્યભટ્ટ નો મોટો શૂન્ય (0) કેમ ? આંધ્રપ્રદેશ, અરુણાચલ, છત્તીસગઢ, હરિયાણા,હિમાચલ, જમ્મુ કાશ્મીર, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર,મિઝોરમ, ઓડિશા, પંજાબ,સિક્કિમ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ નો ગ્રીન ઇન્ડિયા મિશન હેઠળ સમાવેશ, જ્યારે પ્રધાનમંત્રી ગુજરાતી હોય, તોય ગુજરાત રાજ્ય ગ્રીન મિશનમાંથી બાકાત. ગ્રીન ઈન્ડિયા મિશન હેઠળ પર્યાવરણના સંરક્ષણ અને ક્લાઈમેન્ટ ચેન્જ માટે કેન્દ્ર સરકારની યોજના દ્વારા રાજ્યોને ફંડ ફાળવવામાં આવે છે જ્યારે ગુજરાત રાજ્યમાં મોટા પ્રમાણમાં પ્રદુષણ અને ક્લાઈમેન્ટ ચેન્જના પ્રશ્નો છે છતાં ગુજરાતનો ગ્રીન ઈન્ડિયા મીશનમાં સમાવેશ થતો નથી.કેન્દ્ર ની ભાજપ સરકાર દ્વારા ગુજરાત નો તાત્કાલિક ગ્રીન ઇન્ડિયા મિશનમાં સમાવેશ કરવા ની ઉગ્ર માંગ કરીએ છીએ. પર્યાવરણને બચાવવા અને સંરક્ષણ માટે નો કેમ્પા ફંડસ તાત્કાલિક ઉપયોગ માં લેવામાં આવે તેવી માંગ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com