મંડળ રેલ પ્રબંધક તરુણ જૈને આ સિદ્ધિ માટે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા
અમદાવાદ
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળને વર્ષ 2022-23 નાં દરમિયાન મંડળ રેલ પ્રબંધક તરુણ જૈનના નેતૃત્વમાં મંડળે સમગ્ર પ્રદર્શન કરીને, સમગ્ર ઝોનમાં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ 6 મંડળોમાંથી 26 માંથી સૌથી પ્રતિષ્ઠિત 10 કાર્યક્ષમતા શિલ્ડ પ્રાપ્ત થયા છે. જેમાં સર્વશ્રેષ્ઠ સમગ્ર કામગીરી માટે વર્ષ 2022-23 માટે મહાપ્રબંધકની એકંદર કાર્યક્ષમતા શિલ્ડ અમદાવાદ મંડળને (પ્રથમ 6 મહિના માટે ) વડોદરા સાથે સંયુક્ત રીતે પ્રાપ્ત કરી, જેમને 17 એપ્રિલના 2023 રોજ વાય .બી. ચૌહાણ ઓડિટોરિયમ નરીમન પોઈન્ટ મુંબઈ ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન એનાયત કરવામાં આવ્યો હતો . મંડળ રેલ પ્રવક્તાએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવેમાં અમદાવાદ મંડળને 26 માંથી સૌથી વધુ 10 કાર્યક્ષમતા શિલ્ડ મળ્યા છે.જે માટે ખૂબ જ ગર્વની વાત છે.અમદાવાદ મંડળે કોમર્શિયલ શિલ્ડ, ટ્રેક્શન શિલ્ડ, ઓપરેશન્સ શિલ્ડ, સ્ક્રેપ મોબિલાઇઝેશન શીલ્ડ, સર્વે અને કન્સ્ટ્રક્શન શીલ્ડ તેમજ ટ્રેક મશીનો માટે આંતર મંડળીય શિલ્ડ હાંસલ કરી. ભંડાર શિલ્ડ (સાબરમતી), સિવિલ એન્જિનિયરિંગ શિલ્ડ અમદાવાદ મંડળને મુંબઈ સેન્ટ્રલ સાથે સંયુક્ત રીતે જીતવામાં આવી હતી. અમદાવાદ મંડળના ભુજ ડેપોએ શ્રેષ્ઠ જાળવણીવાળી મેલ/એક્સપ્રેસ ટ્રેન એટલે કે, ટ્રેન નંબર 22956 ભુજ-બાંદ્રા ટર્મિનસ કચ્છ એક્સપ્રેસ, માટે શિલ્ડ જીતી, જે મંડળ માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે.મંડળ રેલ પ્રબંધક તરુણ જૈને આ સિદ્ધિ માટે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આ જ ગતિ જાળવી રાખવા પ્રેરિત કર્યા, આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધકે જણાવ્યું હતું કે અમારા મંડળની એ મોટી સિદ્ધિ છે કે જ્યારે વર્ષની શરૂઆતમાં અમને તે અશક્ય લાગતું હતું, પરંતુ તમારા બધાના સહકારથી અમે 50મિલિયન ટન કરતાં જૈને આ તમામ પ્રતિષ્ઠિત શિલ્ડ માટે તમામ અધિકારીઓ અને કર્મચારીઓની મહેનત અને સમર્પણનું પરિણામ જણાવ્યું હતું