ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી , પ્રવક્તા પાર્થિવ રાજસિંહ અને હિરેન બેંકર
સમગ્ર દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં ૫૬૦૧૩ જેટલાં વિદ્યાર્થીઓએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે, જેમાં ૩૦૪૮૮ કુમાર અને ૨૫૫૨૫ દિકરીઓએ આત્મહત્યા કરી છે જે અતિ ચિંતાજનક છે જ્યારે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૩૦૦૨ જેટલા વિદ્યાર્થીઓએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે : દેશની શૈક્ષણિક સંસ્થાઓ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આત્મહત્યામાં ૩૨ ટકાનો વધારો અતિ ચિંતાજનક : વિદ્યાર્થીઓના સતત વધતા જતા આત્મહત્યાની ઘટના અટકાવવા અંગે કેન્દ્ર અને રાજ્ય સરકાર શૈક્ષણિક સંસ્થાઓ માટે સમયસુચક પગલા ભરે તેવી માંગ : ડૉ. મનિષ દોશી
અમદાવાદ
દેશની શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આત્મહત્યામાં પાંચ વર્ષમાં ૩૨ ટકાનો વધારો અતિ ચિંતાજનક અને ગંભિર છે ત્યારે વિદ્યાર્થીઓના સતત વધતા જતા આત્મહત્યાની ઘટના અટકાવવા અંગે કેન્દ્ર અને રાજ્ય સરકાર શૈક્ષણિક સંસ્થાઓ માટે સમયસુચક પગલા ભરે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, દેશની પ્રિમિયર ઇન્સ્ટીટ્યુટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સા ચિંતાજનક રીતે વધ્યા છે. દેશની પ્રીમીયર ઈન્સ્ટીટ્યુટ IIT / IIM / NITs / AIIMS સેન્ટ્રલ યુનિવર્સીટીમાં વર્ષ ૨૦૧૮થી એપ્રિલ ૨૦૨૩ સુધીમાં ૧૦૩ વિદ્યાર્થીઓએ આપઘાત કરીને જીવન ગુમાવ્યું છે. IITમાં ૩૫, સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ૨૯, NITsમાં ૨૪, એઈમ્સમાં ૧૧ અને IIMમાં ૪ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે. સમગ્ર દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં ૫૬૦૧૩ જેટલાં વિદ્યાર્થીઓએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. જેમાં ૩૦૪૮૮ કુમાર અને ૨૫૫૨૫ દિકરીઓએ આત્મહત્યા કરી છે જે અતિ ચિંતાજનક છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૩૦૦૨ જેટલા વિદ્યાર્થીઓએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૨માં જ ૭ જેટલા મેડીકલ વિદ્યાર્થીઓએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું જે ખુબ ગંભિર બાબત છે. દેશભરની શૈક્ષણિક સંસ્થામાં આપઘાતના દરમાં ૩૨ ટકાનો વધારો થયો છે.આપઘાત માટે અસમાનતા-રોજગારની ઘટતી તકો જવાબદાર છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૦, ૨૦૨૧ અને ૨૦૨૩માં પ્રિમિયમ ઇન્સ્ટીટ્યુટના ત્રણ વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું છે. તાજેતરમાં ગુજરાતના દર્શન સોલંકીએ આઈ.આઈ.ટી. મુંબઈમાં આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું, જે ઘટનાએ સમગ્ર દેશમાં પ્રીમીયર ઈન્સ્ટીટ્યુટની વ્યવસ્થા, વાતાવરણ સામે ગંભિર પ્રશ્નો ઉભા કર્યા છે.દેશની શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના આપઘાતમાં પાંચ વર્ષમાં ૩૨ ટકાનો વધારો થયો છે. દેશમાં થતી કુલ આત્મહત્યામાંથી ૩૦ ટકાથી વધારે વિદ્યાર્થીઓનો સમાવેશ છે. વર્ષ ૨૦૨૧માં દેશમાં રોજ ૩૫ વિદ્યાર્થીઓ એટલે કે દર કલાકે ૧-૨ વિદ્યાર્થીઓએ આપઘાત કરીને જીવન ટુંકાવે છે. દેશમાં આપઘાત કરીને જીવન ટુંકાનારની સંખ્યામાં પાંચ વર્ષમાં ૨૬ ટકાનો વધારો થયો છે. વિદ્યાર્થીઓની આત્મહત્યા પાછળ જાતિ ભેદભાવ, પ્રાંતિય ભેદભાવ, અભ્યાસનું ભારણ, નાપાસ થવાનો ડર, બિમારી, એકલતા, પ્રેમ, સંસ્થાનું વાતાવરણ, ગરીબી, આર્થિક પરેશાની, અસમાનતા, રોજગારની ઘટતી તકો જવાબદાર છે. દેશમાં ૨૦૧૭માં ૯૯૦૫ જ્યારે ૨૦૨૧માં ૧૩,૦૦૦ વિદ્યાર્થીઓએ જીવન ટુંકાવ્યુ છે. ૧૮ થી ૩૦ વર્ષના વય ધરાવતા, આપઘાત કરનાર ૩૩% OBC અને ૨૦% SCના વિદ્યાર્થીઓ છે.Accidental Deaths and Suicides in India (ADSI) અને NCRBના રીપોર્ટમાં અનુસાર વર્ષ ૨૦૧૭માં ૪૫૨૧૭ લોકોએ, વર્ષ ૨૦૨૧માં ૫૬૫૪૩ લોકોએ આપઘાત કર્યા છે જે ઘણી ચોંકાવનારી અને ચિંતાજનક બાબત છે. વિદ્યાર્થીઓના આપઘાતમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમાંકે છે જ્યારે ગુજરાત છઠ્ઠા ક્રમાંકે છે. શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સલામતી સહિત સંવાદ, કાઉન્સીલીંગ, કન્સલટેશન અંગે રાજ્ય અને કેન્દ્ર સરકાર તાત્કાલીક સમય સુચક પગલા ભરવા જઈએ જેથી કરીને ગુજરાત અને દેશમાં થઇ રહેલા સતત વિધાર્થીઓના આપઘાતો અટકે અને યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત થાય.