SVPI એરપોર્ટ પર સુરક્ષાને પ્રાથમિકતા આપતા ફાયર સેફ્ટી સપ્તાહની ઉજવણી : સલામતી માટે જનજાગૃતિ ફેલાવવા સેલ્ફી પોઈન્ટ સહિત વિવિધ ઉપક્રમો

Spread the love

અમદાવાદ

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ મુસાફરોની સુરક્ષા અને સલામતીને પ્રાથમિકતા આપવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. તાજેતરમાં SVPI એરપોર્ટ ખાતે પર ફાયર સેફ્ટી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જનજાગૃતિ કેળવવા ઉજવાયેલા ફાયર સેફ્ટી વીક દરમિયાન અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી. જેમાં એરપોર્ટના વિવિધ વિભાગોની ટીમે ઉત્સાહભેર ભાગ લીધો. ટર્મિનલમાં ફાયર ઇક્વિપમેન્ટ પ્રદર્શન સહિત મુસાફરો માટે સેલ્ફી પોઇન્ટ પણ રાખવામાં આવ્યો છે.

ગત વર્ષે ફાયર સેફ્ટી વીકના તાલીમ કાર્યક્રમમાં સુરક્ષા, તબીબી, ગ્રાહક સેવા, બાંધકામ સહિતના વિભાગોના 330 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. છેલ્લા બે દિવસમાં 150 થી વધુ ટીમના સભ્યોને આગની કટોકટીને નિયંત્રિત કરવા તાલીમ આપવામાં આવી હતી. અઠવાડિયે એક વખત ફાયર સ્ટેશનમાં પર અપાતી તાલીમમાં આગ લાગે ત્યારે સલામતી જાળવવા અને કટોકટીના સમયે વિવિધ ફાયર સાધનોના સંચાલનની મૂળભૂત બાબતોની તાલીમ તેમજ પ્રાથમિક સારવાર વગેરેનો સમાવેશ થાય છે.

SVPIA ખાતે કર્મચારીઓને સલામતી માટે શ્રેષ્ઠ વર્તણૂંક કેળવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. વળી જ્યારે કટોકટી સામે લડવાની વાત આવે ત્યારે તમામ લોકોની ભાગીદારીને અગ્રતા આપવામાં આવે છે. સૌના સહિયારા પ્રયાસથી ભવિષ્યની કટોકટીઓનો સામનો કરવા ટીમને આધુનિક અને સુસજ્જ બનાવવામાં આવી છે.ચાલુ સપ્તાહે ટીમના વિવિધ સભ્યો માટે સોમવાર અને મંગળવાર એમ બે દિવસનો તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તાલીમ લીધા બાદ આવશ્યક પ્રેક્ટીસ અને ફાયર ઈક્વીપમેન્ટસને જાળવી રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com