અમદાવાદ
પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 09431 સાબરમતી-મહેસાણા સ્પેશ્યલ, 09437 મહેસાણા-આબુ રોડ સ્પેશિયલ અને ટ્રેન નંબર 09433 સાબરમતી-પાટણ ડેમૂ સ્પેશ્યલ ટ્રેનોના સંચાલન સમયમાં 24 એપ્રિલ 2023થી બદલવામાં આવી રહ્યો છે.
ટ્રેન નંબર 09431 સાબરમતી-મેહસાણા સ્પેશ્યલ સાબરમતીથી 16:35 કલાકને બદલે 17:05 કલાકે ઉપડીને 17:11 કલ્લાકે ચાંદખેડા, 17:17 કલાકે ખોડિયાર, 17:27 કલાકે કાલોલ, 17:38 કલાકે ઝુલાસણ, 17:46 કલાકે ડાંગરવા, 17:53 કલાકે આંબલિયાસણ, 18:04 કલાકે જગુદણ તથા 18:25 કલાકે મેહસાણા પહોંચશે.
ટ્રેન નંબર 09437 મહેસાણા-આબુરોડ સ્પેશ્યલ મહેસાણાથી 18:15 કલાકને બદલે 18:30 કલાકે ઉપડીને, 18:46 કલાકે ઊંઝા, 19:02 કલાકે સિદ્ધપુર, 19:17 કલાકે છાપી, 19:27 કલાકે ઉમરદાસી, 19:48 કલાકે પાલનપુર અને 21:10 કલાકે આબુ રોડ પહોંચશે.
ટ્રેન નંબર 09433 સાબરમતી-પાટણ સ્પેશ્યલ સાબરમતી થી 17:30 કલાકને બદલે 18:20 કલાકે ઉપડીને 18:26 કલાકે ચાંદખેડા, 18:32 કલાકે ખોડિયાર, 18:42 કલાકે કલોલ, 18:53 કલાકે ઝુલાસણ, 19:01 કલાકે ડાંગરવા, 19:09 કલાકે આંબલિયાસણ, 19:20 કલાકે જગુદણ, 19:48 કલાકે મહેસાણા, 20:07 કલાકે સેલાવી, 20:15 કલાકે રણુંજ, 20:22 કલાકે સંખારી અને 20:50 કલાકે પાટણ પહોંચશે.ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.