
ઈદ સંબંધિત સારી વસ્તુઓ મળે તે માટે ૭૫ જેટલા અલગ અલગ જ્વેલરી , કોસ્મેટિક સહિત સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા
અમદાવાદ
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલ ગાંધી હોલમાં શોહેબ લાખની, તબસ્સુમ પઠાણ અને અલ્ફિના ગેલેરીયા દ્વારા રમઝાનના પવિત્ર માસમાં લોકોને જીવન જરૂરિયાત નો માલ સામાન એક જગ્યાએ વ્યાજબી ભાવે મળી રહે તે માટે મીના બજાર નું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે આ મીના બજારમાં આવ્યા હતા અને મુસ્લિમ ભાઇ બહેનો જરૂરિયાત મુજબ વ્યાજબી ભાવે અલગ અલગ પ્રકારની વસ્તુઓ ખરીદવાનો લાભ મેળવ્યો હતો.૧૫,૧૬,૧૭ એપ્રિલના રોજ આ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લગભગ ૭૫ જેટલા અલગ અલગ જ્વેલરી , કોસ્મેટિક સહિત સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. ઈદ સંબંધિત સારી વસ્તુઓ મળતી હતી.