ગુજરાતનું કહેવાતું પાટનગરના બે વિભાગ પડી ગયા છે, એક OLD GJ-18 અને ન્યુ GJ-18, GJ-18, ત્યારે ન્યુ GJ-18 ખાતે અગાઉ હુક્કાબાર થી લઈને દારૂ ,ડ્રગ્સના સેવન કરવાવાળા પણ વધી ગયા છે, ત્યારે બેફામ આ પ્રવૃત્તિઓ ફૂલીફાલી છે, ત્યારે હવે ક્રિકેટ સટા કાંડ નો ચસ્કો લાગ્યો છે, ત્યારે GJ-18 પોલીસે ઝબ્બે કરીને ઝટકો આપ્યો છે, ત્યારે ક્રિકેટના માફીયાઓને ભારે ફટકો વાગ્યો છે, રાજ્યમાં મેચને લઈ સટ્ટોડીયા એક્ટિવ થયાં છે અને આઈપીએલ પર સટ્ટા રમતા અને રમાડતા કેટલાક શખ્સો ગાંધીનગરથી ઝડપાયા છે. ઝડપાયેલા સટ્ટાકાંડ મામલે ઈન્ચાર્જ જીઁ અમીબેન પટેલનું નિવેદન સામે આવ્યું છે. એસપીએ જણાવ્યું છે. પોલીસે ૧૭ આરોપીની ધરપકડ કરી છે અને આ આરોપીની ધરપકડ કરવા સાથે ૫૦ મોબાઈલ અને રોકડ પણ ઝડપાઈ છે. ઈન્ચાર્જ એસપીએ કહ્યું કે, ૪ લેપટોપ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે તેમજ આ સટ્ટાકાંડનું વિદેશી કનેક્શન હોવાની પણ માહિતી છે તેમજ રાદેસણ વિસ્તારમાં સટ્ટાકાંડની માહિતી મળી હતી. તેમણે કહ્યું કે, મારુતિ મેગ્નમ એપાર્ટમેન્ટમાં રેડ કરી હતી જેમાં રવિ માળી અને જીતુ માળી IPL પર સટ્ટો રમાડનારા મુખ્ય આરોપી છે તેમજ કુલ ૨૦ આરોપીમાંથી ૧૭ આરોપી ઝડપાયા છે અને ૩ આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે.ઈન્ચાર્જ એસપી અમી પટેલે જણાવ્યું કે, રાદેસણા વિસ્તારમાં ક્રિકેટ બેટિંગ રમાવવાની બાતમી મળી હતી જે મુજબ મારુતિ મેગ્નમ એપાર્ટમેન્ટમાં રેડ કરવામાં આવી તે રેડ મુજબ તે ઈન્ટરનેશન ક્રિકેટ બેટિંગ સ્ટેન્ડિંગ બહાર આવ્યાની અમને વિગતો મળી છે તેમણે કહ્યું કે, દુબઈ બેઈસ્ટ ચલાવવામાં આવી રહ્યું હતું તેવી પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. રવિ માળી અને જીતુ માળી દ્વારા ભારતના જુદા જુદા શહેરોમાં આઈપીલ મેચોનું બેટિંગ કરાવતા હોય તેવી માહિતી પાપ્ત થઈ છે. સદર રેડ દરમિયાન ૧૭ આરોપીઓને પકડવામાં આવ્યા છે તેમજ ૩ વોન્ટેડ છે. કુલ ૪૮ મોબાઈલ તેમજ ૪ લેપટોપ અને કેસની રકમ ૬૮ હજારની આસપાસ સીઝ કરવામાં આવી છે. તેમજ ૨૨ ચેકબુક અને પાસબુક પણ સીઝ કરવામાં આવી છે તેમજ સાથો સાથ ૧૦ ઈન્ડિયન પાર્સપોર્ટ જપ્ત કરવામાં આવ્યા છે.