કેરીના આવક ધમધોકાર, અઠવાડિયામાં કેરીનું પેટી ૭૦૦ થી ૧૦૦૦માં મળશે, રાહ જુઓ, કેરીની આવક વધતા ૪૦% ભાવમાં ઘટાડો,

Spread the love


આ વખતે માર્ચ અને એપ્રિલ મહિનામાં માવઠાંને કારણે કેરીના પાકને ભારે નુકશાન થશે અને પાક ઓછો આવશે એવી ભીતિ સેવાઇ રહી હતી, પરંતુ જાણવા મળેલી વિગત મુજબ આ વખતે કેરીનો બમ્પર પાક ઉતર્યો છે અને તેને કારણે ગયા વર્ષની સરખામણીએ કેરીના ભાવમાં ૪૦ ટકા જેટલો ઘટાડો જાેવા મળી રહ્યો છે. જાણકારોનું કહેવું છે કે હજુ કેરીની આવક વધી રહી છે એ જાેતા લોકોને સસ્તી કેરી ખાવા મળી શકશે.
કેરીના એક વેપારીએ કહ્યુ હતું કે ગયા વર્ષની સરખામણીએ આ વખતે કેરીના આવક ખાસ્સી વધી છે જેને કારણે ભાવમાં પણ ૩૫થી ૪૦ ટકાનો ઘટાડો છે. કેરીના વેપારીએ કહ્યું કે ગયા વર્ષે ૨૦૨૨માં જે રાજાપુરી કેરી મણ દીઠ ૨૦૦૦-૨૨૦૦ના ભાવે મળી રહી હતી તે આ વખતે ૧૨૦૦થી ૧૪૦૦ રૂપિયામાં મળી રહી છે. જે રત્નાગીરી હાફુસ ગયા વર્ષે ૪૦૦૦-૫૦૦૦માં મળતી હતી તે આ વખતે ૧૮૦૦થી ૨૦૦૦ રૂપિયામાં મળી રહી છે.એ જ રીતે કેસર કેરી જે ગયા વર્ષે ૩૦૦૦-૪૦૦૦માં મળતી હતી તેનો આ વખતે ૧૬૦૦થી ૧૮૦૦ રૂપિયા ભાવ ચાલી રહ્યો છે. રત્નાગીરી પાયરી જે ૪૦૦૦ રૂપિયામાં ગયા વર્ષે વેચાતી હતી તે આ વખતે ૧૫૦૦થી ૨૦૦૦ રૂપિયામાં વેચાઇ રહી છે.ઉનાળામાં કેરીની સિઝન આવતી હોય છે અને લગભગ એપ્રિલથી જૂનના બીજા સપ્તાહ સુધી લોકો કેરીની મજા માણતા હોય છે. રાજ્યમાં જુદી જુદી જાતની કેરીઓ બજારમાં આવતી હોય છે તેમાં કેસર કેરી, હાફુસ કેરી,રાજાપુરી, લંગડો,પાયરી એવી અનેક જાતો જાેવા મળતી હોય છે, પરંતુ કેસર, હાફુસ, રાજાપુરી લોકોને વધારે પસંદ હોય છે. કેસર કેરી જૂનાગઢના તાલાલા અને અમરેલી જિલ્લામાંથી વધારે આવતી હોય છે. દક્ષિણ ગુજરાતનું વલસાડ હાફુસ કેરી માટે જાણીતું છે. આ વખતે માર્ચ અને એપ્રિલ મહિનામાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડુતોને પણ ચિંતા હતી કે કેરીના પાકને નુકશાન થશે, પરુંતે તેને બદલે કેરીનો પાક વધારે ઉતર્યો છે. આવક વધવાને કારણે કેરીના ભાવો પણ ઘટવા માંડ્યા છે.
કેરી એવું ફળ છે જે દરેક વયના લોકોને ભાવે છે અને માત્ર ભારતમા જ નહીં, પરંતુ વિદેશમાં વસતા લોકો પણ ભારતની કેરીનો સ્વાદ માણે છે. કેરીના વેપારીઓનું કહેવું છે કે હજુ તો સિઝનની શરૂઆત છે આગળ જતા કેરીના ભાવ હજુ ઘટે તેવી સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com