ગુજરાતમાં મહેસુલ પોલીસ અને ત્યારબાદ આરટીઓમાં સૌથી વધુ ભ્રષ્ટાયાર થતો હોવાના આક્ષેપો થતા હોય છે. સરકારે આરટીઓમાં એજન્ટ પ્રથા નાબુદ કરી છે. અને મોટાભાગની સેવા ઓનલાઈન કરી છે. છતાં પણ આરટીઓના સ્ટાફ઼ સામે વારંવાર ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓના આક્ષેપ થતા હોય છે. આ સ્થિતિ નિવારવા માટે ગાંધીનગર આરટીઓના ફિલ્ડ સ્ટાફ અને ઓફિસના ક્લાર્ક માટે બોડી વોન કેમેરા ફરજિયાત કરવામાં આવ્યા છે. એટલે આરટીઓ કર્મચારીઓની કામગીરીનું સતત મોનિટરિંગ કરાશે
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર આરટીઓ કચેરીને હાલ 8 બોડીવોર્ન કૅમેરા ફાળવવામાં આવ્યા છે. જેમાં રોડ ઉપર ફીની નોકરી કરતા અધિકારીને પણ કેમેરા આપાયા છે. આરટીઓ ઇન્સ્પેક્ટર બોડીવીનું કેમેરા શરીર ઉપર લગાવીને કામગીરી કરી રહ્યા છે. આ ઉપરાંત કચેરીમાં મહત્વની કામગારી કરતા કર્મચારીઓને પણ બોડીવોર્ન કેમેરા લગાવીને કામ કરવાની સુચના આપવામાં આવી છે. ગુજરાતની તમામ આરટીઓ કચેરીઓને બોડીવોર્ન કેમેરા ફાળવવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર આરટીઓ કચેરીમાં ૩ બોડીવોન કેમેરા ફાળવાયા છે. જેમાં એક કેમેરો ફીટનેશ કરતા ઇન્સ્પેક્ટરને એક ટ્રેક ઉપરના ઇન્સ્પેક્ટરને જ્યારે 3 કચેરીમાં ફરજ બજાવતા ક્લાર્ક અને ૩ ફીલ્ડમાં ફરજ ધ્વજાવતા ઇન્સ્પેક્ટરને ફાળવવામાં આવ્યો છે. હાલમાં તમામ અધિકારી અને કર્મચારી પોતાના શરીર ઉપર બોડીવોર્ન કેમેરા લગાવી કામગીરી કરતા નજરે પડે છે. જ્યારે કેમેરાનું સીધુ મોનીટરીંગ જૂના સચિવાયલ ખાતે આવેલી વાહન વ્યવહાર કમિશનર કચેરીમાંથી કરવામાં આવી રહ્યુ છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં પોલીસ કર્મયારીઓને બોડીવોન કેમેરાથી સજ્જ કરી દેવાયા બાદ આ પ્રયોગ સફળ રહેતા હવે વાહન વ્યવહાર વિભાગ દ્વારા આરટીઓ અધિકારી અને કર્મચારીઓને બોડીવોન કેમેરા ફાળવવામાં આવ્યા છે.