સુરજ પંચોલી પર અભિનેત્રી જિયા ખાનને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. જોકે આજે 10 વર્ષ જૂના આ ડેસમાં મુંબઇની કોર્ટ આજે પોતાની ચુકાદો સંભલાવ્યો છે. જિયા ખાન આત્મહત્યા કેસમાં એક્ટર સુરજ પંચોલીને ઉશ્કેરવાના આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, જિયા ખાન જૂન 2013માં આત્મહત્યા કરીને મોતને ભેટી હતી. આ મામલામાં જીયા ખાનની માતા રાબિયા ખાને પોતાની પુત્રીના ન્યાય માટે લક્ત ચલાવી છે. જિયા ખાને આત્મહત્યા પહેલા એક મોટો પત્ર લખ્યો હતો. જેમાં સૂરજ પંચોલી પર પ્રેમમાં છેતરપિંડી અને નામ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જિયા ખાને આ પત્રમાં કહ્યું હતું કે તારી જિંદગી છોકરીઓ અને પાર્ટી હતી. પણ મારી જિંદગી ફક્ત તું જ હતો.જિયા ખાનની માતાનો આરોપ છે કે, તેમની પુત્રીએ આત્મહત્યા નથી કરી પરંતુ તે હત્યા છે. રાબિયા ખાનની માંગણી પર હાઇકોર્ટ દ્વારા આ કેસની તપાસ CBIને સોંપવામાં આવી હતી. પરંતુ એક સમયે આ કેસમાં યુએસ તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ
ઇન્વેસ્ટિગેશન (FBI) ની એન્ટ્રી થઇ હતી. કેસમાં FBIની એન્ટ્રી કેવી રીતે થઇ
હકીકતમાં વર્ષ 2014માં જિયા ખાનની માતાની અપીલ બાદ કોર્ટે આ કેસ CBIને સોંપ્યો હતો. બીજા વર્ષે 2015 CBI એ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી અને સૂરજ પંચોલીને જીયાની આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપી બનાવ્યો. આ પછી 2022માં જિયા ખાનની માતા ફરી એકવાર હાઇકોર્ટમાં પહોંચી અને કેસને યુએસ તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે FBIને સોંપવાની અપીલ કરી. જિયાની માતાએ કહ્યું કે, તેમની પુત્રી અમેરિકન નાગરિક છે, તેથી એફબીઆઇ દ્વારા તપાસ થવી જોઈએ. જોકે તેમની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી.
અગાઉ કોર્ટે શું કા
અરજી ફગાવી દેતાં કોર્ટે કહ્યું હતું કેમ જિયા ખાનની માતા રાબિયા તેની પુત્રીની આત્મહત્યાને હત્યા ગણાવીને કેસને લટકાવી રહી છે. વાસ્તવમાં પોતાની અરજીમાં જિયાની માતા પોતાની પુત્રીના મોતને હત્યા ગણાવી રહી છે. તમને જણાવી દઈએ કે, જિયા ખાન તેના ટૂંકા કરિયરમાં આમિર ખાન સાથે ફિલ્મ ગજની, અક્ષય કુમાર સાથે ફિલ્મ હાઉસફુલ અને અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ નિશબ્દમાં જોવા મળી હતી. જયા ખાને ૨, લખ્યું હતું સુસાઇડ નોટમાં
અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં આજે નિર્ણય આવશે મુંબઇની કોર્ટ આ 10 વર્ષ જૂના કેસમાં સૂરજ પંચોલીને સજા અથવા નિર્દોષ છોડ્વાનો ચુકાદો સંભળાવી શકે છે. જિયા ખાને 3 જૂન 2013ના રોજ આત્મહત્યા કરી હતી. જિયા ખાને આત્મત્યા પહેલા એક મોટો પત્ર લખ્યો હતો, જેમાં સૂરજ પંચોલી પર પ્રેમમાં છેતરપિંડી અને ત્રાસ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જિયા ખાને આ પત્રમાં કહ્યું હતું કે તારી જિંદગી છોકરીઓ અને પાર્ટી હતી, પણ મારી જિંદગી ફક્ત તું જ હતો.
જિયા ખાને આત્મહત્યા પહેલા લખેલા પત્રમાં તેના પર ત્રાસ બળાત્કાર અને મારપીટનો આરોપ લગાવ્યો હતો. આ પત્ર વાંચીને તમે સમજી શકશો કે આત્મહત્યાના સમયે જિયા ખાન પ્રેમમાં સંપૂર્ણપણે તૂટી ગઈ હતી. તે મુશ્કેલ સમયમાં પોતાની જાતને
સંભાળવી તેના માટે મુશ્કેલ બની રહી હતી ‘મને ખબર નથી કે તને આ કેવી રીતે કહું, પણ હું અત્યારે કહું છું કારણ કે મારી પાસે ગુમાવવા માટે કંઇ બચ્યું નથી. મેં પહેલેથી જ બધું ગુમાવ્યું છે. તમે આ વાંચી રહ્યા છો ત્યાં સુધીમાં હું કદાચ જતી રહીશ હોઇશ હું અંદરથી તૂટી ગઇ છું. તને ખબર નથી કે તેં મને એ સ્તરે પ્રભાવિત કરી છે કે, કે હું મારી જાતને પ્રેમમાં ખોઇ બેઠી છું તેમ છતાં તું મને રોજ ત્રાસ આપે છે.