“ગ્રામ પંચાયત સચિવ”ની પરીક્ષા માટે સાબરમતી અને પાલનપુર તેમજ ગાંધીગ્રામથી ભાવનગર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

Spread the love

ડિવિઝનલ રેલવે પ્રવક્તા અમદાવાદ જયંતભાઈ

અમદાવાદ

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ – ગુજરાત સરકાર 7મી મે, 2023 રવિવારના રોજ વિવિધ સ્થળોએ “ગ્રામ પંચાયત સચિવ” (તલાટી કમ મંત્રી) ની પરીક્ષા આયોજિત કરવા જઈ રહી છે. આ પરીક્ષામાં બેસનાર ઉમેદવારોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા 7મી મે, 2023ના રોજ સાબરમતી અને પાલનપુર વચ્ચે “પરીક્ષા સ્પેશિયલ” ટ્રેનની બે જોડી અને ગાંધીગ્રામથી ભાવનગર સુધીની એક જોડી સ્પેશિયલ ભાડા પર દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ડિવિઝનલ રેલવે પ્રવક્તા અમદાવાદના જયંતભાઈનાં જણાવ્યા અનુસાર, આ વિશેષ ટ્રેનોમાં ટ્રેન નં. 09471/09472 સાબરમતી-પાલનપુર-સાબરમતી (ડેમુ) પરીક્ષા સ્પેશિયલ ટ્રેન (બે ફેરા) ટ્રેન નંબર 09471 સાબરમતી-પાલનપુર પરીક્ષા સ્પેશિયલ સાબરમતીથી સવારે 04.30 વાગ્યે ઉપડશે અને 07.10 વાગ્યે પાલનપુર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09472 પાલનપુર-સાબરમતી પરીક્ષા સ્પેશિયલ પાલનપુરથી સવારે 07.40 ઉપડીને 10.10 વાગ્યે સાબરમતી પહોંચશે રૂટમાં આ ટ્રેન કલોલ અને મહેસાણા સ્ટેશને ઉભી રહેશે.

ટ્રેન નં. 09473/09474 સાબરમતી-પાલનપુર-સાબરમતી (ડેમુ) પરીક્ષા સ્પેશિયલ ટ્રેન (બે ફેરા) ટ્રેન નંબર 09473 સાબરમતી-પાલનપુર પરીક્ષા સ્પેશિયલ સાબરમતીથી 16.30 વાગ્યે ઉપડશે અને 18.55 વાગ્યે પાલનપુર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09474 પાલનપુર-સાબરમતી પરીક્ષા સ્પેશિયલ પાલનપુરથી 19.35 વાગ્યે ઉપડશે અને 22.30 વાગ્યે સાબરમતી પહોંચશે.રૂટમાં આ ટ્રેન કલોલ અને મહેસાણા સ્ટેશને ઉભી રહેશે. ટ્રેન નં. 09579/09580 ભાવનગર-ગાંધીગ્રામ-ભાવનગર પરીક્ષા સ્પેશિયલ ટ્રેન (બે ટ્રીપ) ટ્રેન નંબર 09579 ભાવનગર-ગાંધીગ્રામ પરીક્ષા સ્પેશિયલ ભાવનગરથી સવારે 04.50 વાગ્યે ઉપડશે અને 09.15 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09580 ગાંધીગ્રામ-ભાવનગર પરીક્ષા સ્પેશિયલ ટ્રેન ગાંધીગ્રામથી 15.30 વાગ્યે ઉપડશે અને 20.10 વાગ્યે ભાવનગર પહોંચશે. રૂટમાં, આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા,સિહોર, ધોલા, બોટાદ, ધંધુકા, ધોળકા અને વસ્ત્રાપુર સ્ટેશનો પર ઉભી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com