પોલખોલ એડિટર આશિષ કંજારિયા સામે ચાર ફરિયાદો : વધુ સ્કૂલો પાસેથી દસ લાખ પડાવ્યાની કબૂલાત

Spread the love

આરોપી પોલખોલ એડિટર આશિષ કંજારિયા

ક્રાઇમ બ્રાંચે આરોપી વિરુદ્ધ પૂરાવા એકઠા કરવા કલેક્ટર, શિક્ષણ વિભાગ અને ચેરિટી કમિશનરને પણ પત્રો લખ્યા : રોક્ડમાં ૩૫ લાખથી વધુ રૂપિયા તેમજ બેંક ખાતામાં રૂપિયા ૧ કરોડ ૧૫ લાખ મળી કુલે દોઢ કરોડ જેટલી રકમ ખંડણી સ્વરૂપે વસુલ્યા

ક્રાઇમ બ્રાંચ એ.સી.પી.કમલેશ પટેલ

અમદાવાદ

ક્રાઇમ બ્રાંચનાં એ.સી.પી.કમલેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે અમદાવાદની મણિનગરમાં એડ્યુનોવા સાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલના સંચાલક સંજયસિંહ ધરમપાલસિંગે અને ઉદગમ સ્કૂલના સંચાલક મનન ચોક્સીએ પણ ક્રાઈમ બ્રાંચમાં આશિષ કંજારિયા સામે ફરિયાદ નોંધાવી છે. અત્યાર સુધીમાં પોલખોલ એડિટર આશિષ કંજારિયા સામે કુલ ચાર ફરિયાદો નોંધાઈ છે. આશિષે ઘણી સ્કૂલો પાસેથી પૈસા પડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આશિષ કણજારિયા વિરુદ્ધ તપાસ માટે અને વધુ પૂરાવા એકઠા કરવા પોલીસે કલેક્ટર, શિક્ષણ વિભાગ અને ચેરિટી કમિશનરને પણ પત્રો લખ્યા છે. જેમાં આશિષ દ્વારા ચલાવવામાં આવતી યુટ્યુબ ચેનલ તેના દ્વારા ચલાવતા એનજીઓની પણ માહિતી માગવામાં આવી છે. જે માહિતીના આધારે પૂરતા પૂરાવા એકઠા કરી કાર્યવાહી કરવામાં આવશે.

પટેલે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે એડ્યુનોવા સાયન્સ હાયર સેકન્ડરી સ્કુલ જયહિન્દ ચાર રસ્તા મણીનગરના ટ્રસ્ટી સંજયસિંગને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને થોડા થોડા કરીને 6 લાખ રૂપિયા તથા

આનંદ નિકેતન સ્કૂલમાં એક વાલી પાસેથી બે લાખ રૂપિયા ઉપરાંત સ્કૂલના ટ્રસ્ટીના ભાઈની ઓફિસ પર પણ આઈટીની રેડ પડાવવાની ધમકીઓ આપીને બે લાખ રૂપિયા એમ આશિષ કંજારીયા એડીટર પોલ-ખોલ ટીવી દ્વારા રૂપીયા ૧૦ લાખની ખંડણી માગવામાં આવી છે. આશિષનો પુત્ર બોપલની શિવ આશિષ શાળામાં આરટીઇ હેઠળ પ્રવેશ મેળવી અભ્યાસ કરે છે. પ્રવેશ રદ થયો હોવા છતાં આજ દિન સુધી સ્કૂલની એક પણ રૂપિયો ફી ભરી નથી. જેથી ક્રાઈમ બ્રાન્ચે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.આશિષની પત્ની સરકારી સ્કૂલમાં શિક્ષક હોવાથી તે પ્રવેશ રદ કરવામાં આવ્યો હતો. ડી.સી.બી પોલીસ સ્ટેશનમાં પાર્ટમાં ઇ.પી.કો કલમ ૩૮૯, ૩૮૪, ૫૦૬, ૫૦૭ મુજબનો ગુનો નોંધાયો છે.આરોપીના દિન ૨ ના પોલીસ કસ્ટડીના રિમાન્ડ તેમજ આરોપીના ફર્સ્ટર રિમાન્ડની માંગણી કરતા નામ.કોર્ટ દ્વારારા દિન ૨ ના ફર્ધર રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આરોપી ફાઉન્ડેશનના નામ હેઠળ www.schoolfir.com, www.polkholtv.com, www.polkholtv.in તેમજ www.gujaratvalimandal.com નામની વેબ સાઇટ આધારે અલગ અલગ લેટરપેડ બનાવી સરકારી કચેરીઓમાં તે આધારે પોલખોલ ટીવી ન્યુઝ એડીટર તરીકેના હોદ્દા આધારે માહિતીઓ મેળવી સ્કુલ સંચાલકોને સ્કુલ બંધ કરાવી દેવાની તેમજ સ્કુલને બદનામ કરવાની ધમકીઓ આપી તેઓ પાસેથી સ્કુલ પ્રમોશનના નામે તેની કોર્પોરેટ ઓનલાઇન નામની સંસ્થાના એસ.બી.આઇ ખાતામાં રૂપિયા મેળવતો હોવાની માહિતી મળી હતી . રોક્ડમાં ૩૫ લાખથી વધુ રૂપિયા તેમજ બેંક ખાતામાં રૂપિયા ૧ કરોડ ૧૫ લાખ મળી કુલે દોઢ કરોડ જેટલી રકમ શૈક્ષણીક સંસ્થા તથા અન્ય ઔધૌગીક એકમો તેમજ ટ્રાવેલ્સ એજન્સી પાસેથી ખંડણી સ્વરૂપે વસુલ્યા હતા. કાસીન્દ્રા ગામ પાસે રામેશ્વર પેરેડાઈઝ વિલા ખાતે બંગલો ખરીદવા તેમજ બંગ્લાના ઇન્ટેરીયરના કામ પેટેના રૂપિયા પણ સ્કુલ સંચાલકો પાસેથી તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી મેળવ્યા હતા.આરોપી આશીષ કંજારીયા વિરૂધ્ધમાં બોપલ પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો કલમ ૩૪૧, ૩૮૪, ૩૮૯, ૫૦૬, ૫૦૧, ૫૧૧ મુજબ (૨) ડી.સી.બી પોલીસ સ્ટેશન માં ઇ.પી.કો કલમ ૩૮૪, ૩૮૯ મુજબ ડી.સી.બી પોલીસ સ્ટેશન પાર્ટ એમાં ઇ.પી.કો કલમ ૩૮૪, ૩૮૯, ૫૦૭ મુજબના ગુનાઓ નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com