અમદાવાદ
પોલીસ મહાનિરીક્ષક વી.ચંદ્રસેખર તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક અમિત વસાવા દ્વારા જીલ્લામાં દારૂ/જુગારની અસામાજીક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર આર.એન.કરમટીયા એલ.સી.બીના માર્ગદર્શન હેઠળ શૈલેષભાઇ દેસાઇ હે.કોન્સ. તથા કલ્પેશભાઇ ડામોર હે.કોન્સ.ને મળેલ સંયુક્ત બાતમી આધારે બોપલ પો.સ્ટે. વિસ્તારના ખોડીયાર ગામનું જુનુ પરુ, દીપેશ્વરી માતાજીના મંદિર સામે રોડ ઉપર થી ટાટા ACE (છોટા હાથી)માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ નંગ-૩૩૬૦ કિ.રૂ. ૭,૮૪,૮૦૦/- તથા ટાટા કંપનીનું ACE (છોટા હાથી) મળી કુલ કિ.રૂ. ૧૦,૮૪,૮૦૦/-નો મુદ્દામાલ એલ.સી.બી. અમદાવાદ ગ્રામ્યએ પકડી પાડ્યો હતો.
આ કામગીરીમાં એલ.સી.બી. પોલીસ ઇન્સપેકટર આર.એન.કરમટીયા, પો.સ.ઇ. જે.એમ.પટેલ, પો.સ.ઇ. એચ.આર.પટેલ, પો.સ.ઇ. આર.બી.રાઠોડ, હે.કો. શૈલેષભાઇ દેસાઇ, હે.કોન્સ. કલ્પેશભાઇ ડામોર, પો.કોન્સ. અજીતસીહ પઢેરીયા, પો.કોન્સ. પ્રદિપસિંહ રાઠોડ, ડ્રા.પો.કોન્સ.દિવાનસિંહ સોલંકી વિગેરે જોડાયેલ હતા.