વિશ્વના દેશો એક પછી એક કોરોના વાઇરસની (coronavirus) ચપેટમાં આવી રહ્યા છે ત્યારે આ કોરોનાની સૌથી વધુ ઇફેક્ટ (coronavirus effect) સુરતના ડાયમંડ ઉદ્યોગ ઉપર થવા પામી છે. 20 જાન્યુઆરીથી હોંગકોંગ અને ચાઇનાના માર્કેટો બંધ થતાની સાથે સુરતના હીરા ઉદ્યોગની કમર તૂટી ગઇ છે. આ ઉદ્યોગમાં હાલ પોલિશ્ડ હીરાના ભરવાનો થયો છે જેને કારણે નવા હીરાને પોલિશ્ડ કરવાનું ઉદ્યોગકારો દ્વારા ટાળવામાં આવી રહ્યુ છે. જેને કારણે 12 ક્લાક કામની શીફ્ટને ટૂંકાવી 8 ક્લાક કરી દેવામાં આવી છે. કોરોના વાયરસની દસતક હાલ વિશ્વના 105થી વધુ દેશો સુધી પહોંચી ચુકી છે ત્યારે કોરોનાની સૌથી વધુ અસર ચીન અને હોંગકોંગ ઉપર થવા પામી છે. છેલ્લા બે મહિના જેટલા સમયથી હોંગકોંગનું માર્કેટ પણ બંધ છે. કોરોનાની વૈશ્વિક અસર સુરતના હીરા ઉદ્યોગ ઉપર વધુ પડતી જોવા મળી રહી છે.
સુરતમાં જે હીરા પોલીશ્ડ કરવામાં આવે છે તેમાં 39 ટકા હીરાની નિકાસ હોંગકોંગ સાથે અને 4 ટકા નિકાસ ચીન સાથે થાય છે. પરંતુ છેલ્લી 20 જાન્યુઆરી 2020થી આ બંને દેશો સાથે વ્યવસાય બંધ હોવાને કારણે હીરાની નિકાસ મોટાપાયે અટકી છે.
આ કારણે સુરત ખાતે ઉદ્યોગકારો પાસે હાલ પોલીશ્ડ હીરાના માલનો ભરાવો થઇ રહ્યો છે. આ માલનો ભરાવો થયા બાદ પણ માલની નિકાસ અને વેચાણ ન થવાને કારણે હાલ હીરા ઉદ્યોગકારો દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે હાલ 12 ક્લાકની શિફ્ટ હતી જેને ટૂ્કાવીને 8 કલાક કરી દેવો નિર્ણય કરવામાં આવ્યો છે. જો આજ પ્રકારની પરિસ્થિતિ રહેશે તો હીરા ઉદ્યોગની દિવાળી મે મહિનામાં જ થઇ જશે.