અમદાવાદ
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા આજે વર્લ્ડ થેલેસેમીયા ડે ની ઉજવણી નિમિતે રાજ્ય કક્ષાની કોન્ફરન્સ થેલેકીન -તથા થેલેસેમિયા સાથી” એપ્લીકેશન લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનાં મુખ્ય મહેમાન પદે શ્રીમતી રેમ્યા મોહન, IAS મીશન ડાયરેક્ટર, નેશનલ હ્ય મિશન બિરાજમાન થયા હતાં. અતિથી વિશેષ તરીકે ડૉ. રાજેશ ગોપાલ, નિયામક, GSCBT તેમજ અજયભાઇ પટેલ – ચેરમેન ગુજરાત રેડ ક્રોસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં થેલેસેમીક બાળકો તથા તેમનાં માતા-પિતાને મુંઝવતા પ્રશ્નોનાં નિરાકરણ અને થેલેસેમિયા સારવાર માટે અદ્યતન સારવાર પધ્ધતિથી માહિતગાર કરવામાં આવ્યા હતા. થેલેસેમિક બાળકોની સાર-સંભાળ માટે વિશેષ યોગદાન આપનારને આ પ્રસંગે સન્માનવામાં આવ્યા હતાં.થેલેસેમીયા મેજર બાળકોને તજજ્ઞ ડોક્ટર્સ મારફતે માર્ગદર્શન મળી રહે તે તુથી તૈયાર કરવામાં આવેલ થેલેસેમીયા સાથી” એપ્લીકેશનનું લોન્ચીંગ કરવામાં આવ્યુ જેમાં ગુજરાતનાં ૪૦ જેટલા તજજ્ઞ હિમેટોલોજીસ્ટ, પીડીયાટીશ્યન, ગાયનેકોલોજીસ્ટ, કીઝીશ્યન, જીનેટીશ્યન તયા જીનેટીક કાઉન્સેલર પેશન્ટસને જરૂરી માર્ગદર્શન પુરુ પાડી તથા એપ્લીકેશન મારક્ત પેશન્ટસ પોતાની હેલ્થ સંબંધી સારવાર માટે જરૂરી માર્ગદર્શન ઘેર બેઠા નિઃશુલ્ક મેળવી શકશે.
ગુજરાત રેડ ક્રોસનાં ચેરમેન અજય પટેલે જણાવેલ કે ડીઝાસ્ટર મેનેજમેન્ટ રેડ ક્રોસની મુખ્ય પ્રવૃત્તિ છે અને દરેક જીલ્લામાં કુદરતી તેમજ માનવ સર્જીત આપત્તિ સમયે પહોચી વળવા ડોક્ટર્સ, વકીલ, એન્જીનીયર્સ વિગેરેની એક ટીમ તૈયાર કરવાનું આયોજન છે જે આપત્તિ સમયે લોકોને સહાય – રાત પહોંચાડી શકે. ઉપરાંત જુનિયર – ચુય રેડ ક્રોસ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને પણ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડી શકાય, લોકોનો જીવ બચાવી શકે તેવી પ્રાથમિક સારવાર તાલીમ પણ રેડ ક્રોસ દ્વારા આપવામાં આવે છે. હાલ રાજ્યમાં રેડ ક્રોસની ૨૧ બ્લડ બેંક કાર્યરત છે બીજી ૫ સરકારની સહાયથી શરુ થનાર છે. કુલ ૨૬ બ્લડ બેંક અને ૨૫ સ્ટોરેજ સેન્ટર શરુ કરવાનું આયોજન છે જેથી કરીને છેવાડાનાં ગામોમાં પણ કોઇ બ્લડથી વંચિત ન રહે અને ૧ કલાકના અંતરમાં જરુરીયાતમંદને બ્લડ ઉપલબ્ધ કરાવી શકાય તેઓએ અપીલ કરી કે સરકારશ્રી તરફથી સીવીલ હોસ્પિટલ કે અન્ય જગ્યાએ ઇન્કારક્ચર મળે તો આ બધી સેવાઓ ખૂબ સહેલાઇથી જરુરીયાતમંદને મળી રહેશે. ઉપરાંત થોડા સમયમાં ગુજરાત રેડ ક્રોસ દ્વારા ઉપરોક્ત સ્થળોએ પેથોલોજી લેબોરેટરી, ફીઝીયોથેરાપી સેન્ટર, ડેન્ટલ વિભાગ અને જેનરીક મેડીકલ સ્ટોર શરૂ કરવામાં આવનાર છે જે માટેની મોટાભાગની તૈયારી થઇ ગઇ છે અને તેઓની પ્રવૃત્તિઓમાં ખૂટતા ભંડોળ માટે દરેક જીલ્લામાં ૩૬૫ દાતાઓને રેડ ક્રોસ સાથે જોડવાના છે જેઓ આર્થિક રીતે જે તે શાખાને મદદ કરશે.
શ્રીમતી રેમ્યા મોહન, આઇ. એ. એસ. એ અધ્યક્ષ પદેથી પ્રવચનમાં જણાવેલ કે આજે લોન્ચ કરવામાં આવેલ થેલેસેમીયા સાથી” એપ્લીકેશન દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત બાળકો તથા તેને સંલગ્ન દરેક ઘેર બેઠા એપ. નો લાભ લઇ શકશે જે તેઓના માટે આશિર્વાદ સમાન છે અને થેલેસેમીયા કેર ગીવર્સ માટે પણ તે એક લાઇફલાઇન બની રહેશે. વધુમાં તેઓએ જણાવેલ કે તેઓ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાથે ઘણાં વર્ષોથી જોડાયેલ છે અને ક્લેક્ટર તરીકે રાજકોટ, વલસાડ, નવસારી તથા અન્ય જીલ્લાઓમાં રેડ ક્રોસનાં પદાધીકારીઓ અને ઓફીસર્સનો ખૂબજ સક્રીય, પોઝીટીવ અને ઇન્ટિગ્રીટી સાથે કામ કરવા વાળા છે, સંસ્થામાં સેવાકીય પ્રવૃત્તિઓ ઇમાનદારીથી થાય છે તેનાં તેઓ સાક્ષી છે. તમે બધા ખૂબજ મહ્ત્વનાં પાર્ટનર છો કોઇ પણ સેવાકીય કાર્ય સરકારશ્રી કરે પોલીસી બનાવે, ગ્રાન્ટ કાળવે પરંતુ તેને કીલ્ડ સુધી પહોંચાડવાના કાર્યમાં રેડ ક્રોસ જેવી સંસ્થાઓ સાથે રહે તો આવા કર્યાં ખૂબજ સફળ થાય છે. તમામ કાર્યોમાં રેડ ક્રોસ સહકાર આપી રહેલ છે તે બદલ અભિનંદન.ડો. રાજેશ ગોપાલ, ડો. પ્રકાશ પરમાર, શ્રી સંજય શાઢ પ્રસંગને અનુરુપ માર્ગદર્શન આપ્યુ હતું. ડૉ. મુકેશ જગીવાલા એ આભાર વિધિ કરી હતી.