સનાથલ સર્કલ નજીકના સીયાટ ગોડાઉનમાં થયેલ ટાયર ચોરીનો ભેદ ઉકેલી મુદામાલ સાથે આરોપીઓને પકડતી ચાંગોદર પોલીસ

Spread the love

અમદાવાદ

પોલીસ મહાનિરીક્ષક ચંન્દ્રશેખર અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક અમીત વસાવાએ જીલ્લામા મીલક્ત સંબધી ગુન્હા બનતા અટકાવવા માટે કરેલ ખાસ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક બી.એસ.વ્યાસ સાણંદ વિભાગની સુચના અને માર્ગદર્શન થી પોલીસ ઇન્સપેક્ટર આર.ડી.ગોજીયાએ ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત સંબધી ગુનાઓ બનવા ન પામે તે સારૂ ચાંગોદર પોલીસ સ્ટાફને જરૂરી સમજ કરી પેટ્રોલીંગ કરવા સુચના આપેલ હોય જે આધારે ગઈ તા ૦૫/૦૫/૨૦૨૩ નારોજ ચાંગોદર પોલીસ સ્ટે.માં ઇ.પી.કો કલમ ૩૮૦,૪૬૧,૧૧૪ મુજબની ફરીયાદ કલાક ૭ વાગે રજીસ્ટર કરવામાં આવેલ જેમાં આ કામના ફરીયાદી ની સનાથલ ગામની સીમ નસીબ એસ્ટેટ-૨ ખાતે સીયાટ ટાયર લીમીટેડમાં રાત્રીના સમય દરમ્યાન ગોડાઉનમાથી સફેદ કલરની બંધબોડીની બોલેરો પીકઅપ ગાડી લઇ ગોડાઉન માથી અલગ અલગ સાઇઝના ટાયરો નંગ.૩૭ જેની કુલ કિમત રૂપિયા.૪,૯૪,૫૦૦/- જેટલી ટાયરની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ હોય જે ગુનો તાત્કાલીક શોધી કાઢવા સુચના કરતા સનાથલ બીટ ઇન્ચાર્જ પો.સ.ઇ. એચ.એમ.અગ્રાવત નાઓની ખંતપુર્વકની મહેનત તથા અ.પો.કો જીતેન્દ્રભાઇ ત્રિભોવનભાઇ તથા અ.હે.કો સરદારસિંહ ભરતસિંહ નાઓની ચોકકસ બાતમી હકીકત આધારે સનાથલ સર્કલ ખાતે વોચ તપાસમા હતા તે દરમ્યાન ચાર ઇસમઓ સનાથલ ગામ જવાના રસ્તા ઉપર ૦૬ ટાયર સાથે મળી આવતા સદર ટાયર અંગે યુક્તી પ્રયુક્તી થી તપાસ પુછપરછ કરતા મુદ્દામાલ ચારેય ઈસમોએ સીયાટ કંપનીના ગોડાઉનમાંથી ચોરી કરેલ હોવાનુ જણાવતા સદર ગુનામા ટાયર ચોરીમા વપરાયેલ રીક્ષા તથા મુદ્દામાલ કબ્જે કરી ચારેય ઈસમોને ઝડપી પાડી તેમજ પકડાયેલ ઈસમોની પુછ પરછ કરતા બીજો મુદ્દામાલ સંજયભાઇ ધીરૂભાઇ રાવળ રહે. નિકોલ અમદાવાદ નાઓને આપેલ હોય જેથી તેમની પાસેથી રીકવર કરેલ છે.અને આગળની વધુ તપાસ ચાલુ છે.

પકડાયેલ આરોપીઓ

(૧) મહેશભાઇ ઉર્ફે ઝેણો બાબુભાઇ રાવળ

રહે.સનાથલગામ

(૨) બેચરભાઇ જેશંગભાઇ ઠાકોર

(૩) રોહીતભાઇ ગાભુભાઇ રાવળ

રહે. સનાથલગામ

(૪) અરવિંદભાઇ ઉર્ફે અન્નો ભરતભાઇ ઠાકોર રહે. સનાથલગામ

(૫) સંજયભાઇ ધીરૂભાઇ રાવળ રહે. નિકોલ અમદાવાદ

કબજે કરેલ મુદામાલ

(૧) સીયાટ કંપનીના ટાયરો નંગ-૫૩ આશરે કિ.રૂ.૫,૨૩,૦૦૦.

કામગીરી કરનાર અધિકારી /માણસોમાં ચાંગોદર પો.સ્ટે પો.ઇન્સ.શ્રી આર.ડી.ગોજીયા ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ એચ.એમ.અગ્રાવત તથા એ.એસ.આઇ ઇશ્વરસિંહ દેવીસિંહ તથા અ.હે.કો. સરદારસિંહ ભરતસિંહ તથા અ.પો.કો જીતેન્દ્રભાઇ ત્રિભોવનભાઇ તથા અ.હે.કો અનીરૂધ્ધસિંહ હેમંતસિંહ જોડાયેલ હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com