નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ આજે અમદાવાદથી સમસ્તીપુર માટેની સમર સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી બતાવી શુભારંભ કરાવ્યો

Spread the love

અમદાવાદ

ગુજરાત રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ અમદાવાદથી સમસ્તીપુર માટેની સમર સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી બતાવી શુભારંભ કરાવ્યો હતો.આ પ્રસંગે કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, સૌનો સાથ સૌનો વિકાસ સુત્રને સાકાર કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને કેન્દ્રીય રેલ મંત્રાલય દ્વારા અમદાવાદથી સમસ્તીપુર (બિહાર)ની ટ્રેન આજથી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં બિહારના ખૂબ મોટી સંખ્યામાં રહીશો નિવાસ કરે છે ત્યારે આ ટ્રેન તેમના માટે ખુબ ઉપયોગી સાબિત થશે તેવું મારું માનવું છે. ગુજરાત ટુરીઝમ ક્ષેત્રે ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે, દેશ અને દુનીયાથી પ્રવાસીઓ ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળની મુલાકાતે આવે છે ત્યારે આ પ્રકારે દેશના દરેક રાજ્ય અને શહેરોને ટ્રેનના માધ્યમથી જોડવાથી પ્રવાસન વિભાગને પણ વેગ મળશે.આ પ્રસંગે અમદાવાદ પશ્ચિમ લોકસભાનાં સાંસદ ડો. કિરીટભાઈ સોલંકી, મહાનગરના મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, ધારાસભ્યો મ્યુનિસિપલ કાઉન્સિલરો સંગઠનના પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન ખાતે તા.09મી મે 2023 ના રોજ માનનીય કેબિનેટ મંત્રી, ગુજરાત સરકાર, શ્રી કનુભાઈ દેસાઈએ સાંસદ ડૉ. કિરીટ પી. સોલંકી, મેયર અમદાવાદ, કિરીટ પરમાર અને ધારાસભ્ય દિનેશ કુશવાહ,  ધારાસભ્ય શ્રીમતી દર્શના વાઘેલા, ધારાસભ્ય શ્રીમતી પાયલ કુકરાણી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ટ્રેન નંબર 09413 /09414 અમદાવાદ-સમસ્તીપુર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનને પ્રસ્થાન સંકેત બતાવીને શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ડિવિઝનલ રેલવે પ્રબંધક તરૂણ જૈન, સીનીયર ડિવિઝનલ કોમર્શીયલ મેનેજર પવન કુમાર સિંહ, અન્ય રેલ્વે અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડિવિઝનલ રેલવે પ્રવક્તાના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 09413/09414 અમદાવાદ-સમસ્તીપુર-અમદાવાદ સ્પેશિયલ

ટ્રેન નંબર 09413 અમદાવાદ-સમસ્તીપુર સ્પેશિયલ 09 મે 2023 થી 27 જૂન 2023 સુધી અમદાવાદથી દર મંગળવારે 16:35 કલાકે ઉપડશે અને ગુરુવારે સવારે 03:00 કલાકે સમસ્તીપુર પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09414 સમસ્તીપુર અમદાવાદ સ્પેશિયલ 11 મે 2023 થી 29 જૂન 2023 સુધી સમસ્તીપુરથી દર ગુરુવારે સવારે 05.00 કલાકે ઉપડશે અને શુક્રવારે 18.30 કલાકે અમદાવાદ પહોંચશે.માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન વડોદરા, સુરત, નંદુરબાર, ભુસાવલ, ખંડવા, ઇટારસી, જબલપુર, કટની, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન, બક્સર, આરા, દાનાપુર, પાટલીપુત્ર, હાજીપુર તથા મુઝફ્ફરપુર સ્ટેશન બંને સ્ટેશનો પર રોકાશે.આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર ઈકોનોમી, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com