કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને તેમના પત્ની અને પરિવારને કર્ણાટકના બીજેપી ઉમેદવાર મણીકાંત રાઠોડની મારી નાંખવાની ધમકીઓ સંદર્ભે અમદાવાદ પોલીસ કમિશનરને ફરિયાદ માટે અરજી આપી

Spread the love

ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદન આપી મણીકાંત રાઠોડ સાથે એફ.આઇ. આર નોંધવા અમિત ચાવડા સહિતના નેતાઓએ માગણી કરી છે

અમદાવાદ

કર્ણાટક રાજ્યમાં વિધાનસભાની ચુંટણીમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને તેમના પત્ની અને પરિવારને કર્ણાટક રાજ્યના ચિત્તપુર વિધાનસભા બેઠકના બીજેપી ઉમેદવાર મણીકાંત રાઠોડે જાહેરસભામાં જાહેર નિવેદનથી મારી નાંખવાની ધમકીઓ ઉચ્ચારેલી છે. આ નિવેદનમાં તે પોતાની જાતને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા કર્ણાટક રાજ્યના બીજેપીના અન્ય આગેવાન બસવરાજ બોમ્મઈના ચહિતા અને બ્લ્યુ આઈ બોય તરીકે ઓળખાણ આપેલ છે. કર્ણાટક રાજ્ય જે ભગવાન બસવન્નાની ભૂમિ, જે સહ અસ્તિત્વની પરંપરા ઉપર ગર્વ લેતી ભૂમિ છે ત્યાં નાતજાતના ભેદભાવ ઉભા કરીને ધાર્મિક લાગણીઓ ઉશ્કેરીને રાજકીય વિરોધીઓને ખૂન-હત્યા કરવાની ધમકીઓ આપીને અને આખા ભારત દેશમાં ધાર્મિક લાગણીઓ અને જાતિગત લાગણીઓ ઉશ્કેરાઈ છે.અમદાવાદ પોલીસ કમિશ્નરને રૂબરૂ મળીને કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિઓ ફરિયાદ માટે અરજી આપ્યા બાદ પત્રકાર સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાજુન ખડગે પર જે રીતે કર્ણાટકમાં ભાજપના ઉમેદવાર જેનો ગુનાહિત ઇતિહાસ છે તેને ખુલ્લેઆમ હત્યા કરવાની અને સમગ્ર પરિવારને પણ જાનથી મારી નાખવાની ધમકી આપે ત્યારે જે રીતે પગલાં ભરાયા નથી. ભાજપાના કર્ણાટક વિધાનસભાના ઉમેદવાર દ્વારા જે રીતે રાજ્યસભામાં વિપક્ષનાં નેતા ખડગે અને તેમના પરિવારને ખુલ્લેઆમ હત્યાની ધમકી મળી તેમ છતાં પ્રધાનમંત્રી કેમ મૌન છે? ખડગેની હત્યાની ધમકી આપનાર ગુનાહિત ઈતિહાસ ધરાવતા ભાજપાના ઉમેદવારની વાત સાથે શું ભાજપાના રાષ્ટ્રીય નેતાઓ સહમત છે? ભાજપ જવાબ આપે. આ અંગે તાત્કાલિક ફરિયાદ નોંધવી જરૂરી છે. અને આરોપી સામે સખ્ત કાર્યવાહી કરવાની જરૂર છે. કર્ણાટક રાજ્યના ચિત્તપુર વિધાનસભા બેઠકના બીજેપી ઉમેદવાર મણીકાંત રાઠોડ સામે આઈપીસી ની કલમ ૧૫૩(એ), ૨૯૫(એ), ૫૦૫,૫૦૬,૨૯૪,૧૨૦(બી) આઈપીસી મુજબની ફરિયાદ રજીસ્ટઁડ કરવી અને આરોપીની સામે તુરંત કાર્યવાહી કરવી તેવી કૉંગ્રેસની રજૂઆત છે. શાહીબાગ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, કાર્યકારી પ્રમુખ હિંમતસિંહ પટેલ, ઉપપ્રમુખ જીતુભાઈ પટેલ, બિમલ શાહ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશી, પંકજ શાહ, રાજકુમાર ગુપ્તા, ઓબીસી ડીપાર્ટમેન્ટના ચેરમેન ઘનશ્યામ ગઢવી, એસસી ડીપાર્ટમેન્ટના ચેરમેન હિતેન્દ્ર પીઠડીયા, કો-કન્વીનર હેમાંગ રાવલ, પ્રદેશ પ્રવક્તા હિરેન બેંકર ઉપસ્થિતિ રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાં કોંગ્રસ પક્ષ દ્વારા જીલ્લાના પોલીસવડાને અરજી આપવામાં આવી હતી.

કોંગ્રેસ દ્વારા આ ઘટનાની ગંભીર નોંધ લઈ સમગ્ર ગુજરાતના જિલ્લા મથકે પોલીસ અધિક્ષકને આવેદન આપી મણીકાંત રાઠોડ સાથે એફ.આઇ. આર નોંધવા માગણી કરવામાં આવી છે.ગાંધીનગર ખાતે પૂર્વ પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાની આગેવાનીમાં ગાંધીનગર પોલીસ અધિક્ષકને આવેદનપત્ર સૂપ્રત કરી મણીકાંત રાઠોડ સામે પોલીસ ફરીયાદ દાખલ તપાસ કરવાની માંગ કરી હતી.સદર કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ સોલંકી, નિશિત વ્યાસ, શહેર પ્રમુખ શૈલેન્દ્રસિંહ બિહોલા, અંકીત બારોટ, પૂર્વ ધારાસભ્ય બાબુસિંહ ઠાકોર, મહિપાલસિંહ વાઘેલા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેમ જિલ્લા કોંગેસની અખબારી યાદીમાં ઉપપ્રમુખ વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *