ગોંડલમાં દારૂ ક્યાં મળે છે અને જૂગાર ક્યાં રમાય છે, તેના પોસ્ટર લાગ્યા

Spread the love

ગોંડલમાં વધી રહેલી ગેરકાયદેસર પ્રવૃતિઓને ડામવા માટે એક જાગૃત નાગરિક તરફથી પોલીસની આંખ ખોલવા માટે બેનર મૂકવામાં આવ્યા છે. આ બેનરની ખાસ વાત એ છે કે, વરલી-મટકા, દારૂ, જુગાર તથા પાઉડરનો કારોબાર કરતા કેટલાક અસામાજિત તત્વોના નામ તથા ઠેકાણા આ બેનરમાં પ્રિન્ટ કરાયા છે. શહેરના મુખ્ય વિસ્તાર એવા ગુંદાળા ચોક, જેલચોક, કૉલેજ રોડ તથા વોરા કોટડા રોડ પર આ બેનર મૂકવામાં આવ્યા છે.

આ પ્રકારના બેનર લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેમજ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે. જોકે, પછીથી આ બેનર જે તે જગ્યાએથી હાટવી લેવામાં આવ્યા હતા. આ બેનરને લઈને જિલ્લા પોલીસ વડાએ પણ તપાસના આદેશ કર્યા છે. આ બેનરમાં કુલ 19 જુદા જુદા સ્થળના નામ અને સરનામા લખવામાં આવ્યા છે. આ ઉપરાંત આ સરનામા પર ક્યાં કેવી પ્રવૃતિ થઈ રહી છે તેની પણ માહિતી આપવામાં આવી છે. ક્યા પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ કરવામાં આવે છે તેનો પણ ઉલ્લેખ સ્પષ્ટ છે. આ ઉપરાંત જે તે પ્રવૃતિ સાથે જોડાયેલા શખ્સના નામ પણ જે તે સરનામા સાથે આપવામાં આવ્યા છે. આ મામલે રાજકોટ જિલ્લા પોલીસવડા બલરામ મીણાએ કહ્યું હતું કે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલું પોસ્ટર પોલીસ સુધી પહોંચતા તપાસના આદેશ કરાયા છે.

સૌ પ્રથમ તથ્યતાના આધારે તપાસ થશે. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. બેનરમાં દર્શાવેલી 19 અગલ અગલ જગ્યાઓ પરથી બેનર અનુસાર હકીકત મળી આવશે તો શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી થશે. હાલ સ્થળની તપાસ કરતા કોઈ ગેરકાયદેસર પ્રવૃતિ મળી આવી નથી. ગોંડલ પીઆઈ કે.એન. રામાનુજે કહ્યું હતું કે, કોઈ જાગૃત નાગરિક તરફથી વારંવાર પોલીસને અરજી પણ કરવામાં આવે છે. પોલીસ ટીમ તરફથી તપાસ પણ કરવામાં આવી છે પણ કોઈ એવી પ્રવૃતિ ઝડપાઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com