અમદાવાદ
પોલીસ મહાનિરીક્ષક વિ.ચંન્દ્રશેખર અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક અમિત વસાવાએ સીગારેટ અને બીજી તમાકુ ઉત્પાદન અને વહેચણી અને પુરૂ પાડવા પરના પ્રતિબંધ અધીનિયમ (COPTA-૨૦૦૩) મુજબ તેમજ ધી પ્રોહીબીશન ઓફ ઇલેકટ્રોનિક સીગારેટ્સ એકટ – ૨૦૧૯ અન્વયે અસરકારક કામગીરી કરવા ગેરકાયદેસર ચિત્રાત્મક ચેતવણી લખાણ વગરની સિગારેટની બનાવટનું વેચાણ કરતા તેમજ ઇ-સીગારેટ્સનુ વેચાણ કરતા ઇસમ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેક્ટર એન.એચ.સવસેટાને આપેલ જરૂરી સુચના તથા માર્ગદર્શન અનુસંધાને સાઉથ બોપલમા આવેલ અભિનંદન કોમ્પ્લેક્ષમા આવેલ “ચારભુજા પાનપાર્લર “ નામના પાર્લરમાં પાન મસાલા તથા પ્રતિબંધિત ચેતવણી વગરની સીગારેટ્સ તેમજ ઇ.સીગારેટ્સ તથા તમાકુનું વેચાણ થતુ હોવાની માહીતી એ.એસ.આઇ. ગોવિંદસિંહ દલપુજી તથા આ.પો.કો. અનિલકુમાર કાવાજીને ખાનગી રાહે ચોક્કસ બાતમી આધારે જે જગ્યાએ જઇ તપાસ કરતાં “ચારભુજા પાનપાર્લર” ની દુકાનમાં ચિત્રાત્મક ચેતવણી/લખાણ વગરની તથા કોઇ જગ્યાએ સહેલાઇથી દેખાઇ શકે તે રીતેની ચેતવણીની છાપ જેવી કે સ્કલ ક્રોસબોર્ન વર્લ્ડ વોર્નીંગ કે કેન્સરની બિમારી દર્શાવતી કોઇ છાપ કે છબી છાપેલ ન હોય તેમજ અંગ્રેજી કે ભારતીય ભાષામાં ચેતવણી દર્શાવેલ ન હોય તેવા તમાકુ સિગારેટનું તેમજ ઇ-સીગારેટ્સનુ વેચાણ કરતો આરોપી કુલદિપ સુમેરસિંહ ગુર્જર ચિત્રાત્મક ચેતવણી/લખાણ વગરની સીગારેટ્સ જુદી-જુદી ૭ બ્રાન્ડના ૨૪ સીગારેટ્સના પેકેટ તથા ઇ-સીગારેટ્સ વેપ નંગ ૭ તથા બે જુદી – જુદી બ્રાન્ડની ઇ- સીગારેટ્સની ફલેવર નંગ ૮ સાથે કુલ પેકેટ ૩૯ કિ.રૂ.૧૪૦૫૦ ના મુદામાલ સાથે પકડાઇ જઇ તથા આરોપી રામઅવતાર ગુર્જર એ સદર મુદ્દામાલ વેચાણ આપી સ્થળ ઉપર હાજર નહી મળી આવેલ હોય બન્ને ઇસમો વિરૂધ્ધ ગુન્હો રજીસ્ટર કરાવી આગળની વધુ તપાસ એસ.ઓ.જી. શાખા દ્વારા હાથ ધરવામાં આવેલ છે.