GJ-18મહાનગરપાલિકાના મેયર હિતેશ મકવાણા પોતે સરકારી વાહનમાં બપોરે પથિકાશ્રમ જતા હતા, ત્યારે સેક્ટર ૧૧ ખાતે એક શ્રમજીવી મહિલા અને ધોખધખતા તાપમાં ટ્રાયસિકલ પર બેસીને જતા હતા, ત્યારે પસ્તીના ભંગાર ધંધો કરતા અને સાંજે માંડ ૨૦૦ રુપરડી કમાઈ લે, પણ બાળકી સાથે આટલું મોટું જાેખમ ખેડતા મેયરની ગાડીમાંથી નજર પડતા પોતે ગાડી પાછી વાળીને રસ્તા પાસે ઉભી રાખીને પૃચ્છા કરી હતી, ત્યારે મેયરે જણાવેલ કે બેન આટલા તાપમાં તમે તાપ સહન કરી શકો, આ બાળકનું તો વિચારો? ત્યારે મેયર બાળકને જાેઈને મહિલા કહેવા લાગ્યા કે બેન તમે તાપ સહન કરી શકો. આ કુમળી વયનું બાળક તાપ ના સહન કરી શકે, ત્યારે મેયર હિતેશ મકવાણા એ તુરંત જ ગાડીમાં પત્નીની છત્રી હતી તે આપી દીધી, કારણ કે અત્યારે અંબાલાલ રોજબરોજ આગાહી કરતા હોય છે અને ગમે ત્યારે આકાશ ધોળું હોય તો કાળું થઇને વરસાદ તૂટી પડે છે, જેથી બહાર ગયા હોય તો ઉતર્યા બાદ છત્રીની જરૂર પડે, પત્નીએ છત્રી ગાડીમાં રાખેલ, જે છત્રી પત્નીની બાળક જે તાપ સહન કરી રહ્યું હતું તે જાેઈને મેયરે છત્રી આપી દીધી,વધુમાં મેયરે જણાવેલ કે, બેન બપોરે બે ત્રણ કલાક છાયડામાં રહો, સરકાર સૂચનાઓ આપે છે, તેનો અમલ કરો, પછી મેયરે પૂછ્યું કે, આ પસ્તી ભંગારમાં કેટલા પૈસા રોજ મળે છે, તો ૨૦૦ મહિલાએ કહેતા, મેયરે એક ૫૦૦ની નોટ આપીને જણાવેલ કે, બેન તમને રિક્વેસ્ટ કરું છું, કે તમે એક તડકામાં નીકળો પણ આ બાળકને લઈને ના નીકળો, ત્યારે મેયરે જણાવેલ કે આ પૈસા આપ્યા છે, હવે છાંયડામાં બેસો અને નીકળો તો બાળક માટે તડકામાંથી બચવા ટોપી, રૂમાલ, ટુુવાલ, પાવડર ખરીદી લેજાે,
નામ હિતેશ, બાકી રહેવાનું ટેશ, કોઈને મારવાની નહીં ઠેસ, આટલું ધ્યાન રાખવાનું માત્ર લેશ, પ્રજાના પ્રશ્ને કાઢવાના વેશ, તો કામ થશે શેશ, શ્રમજીવી મહિલા પાસે બેઠેલ ખોળામાં બાળક માટે છત્રી, અને ૫૦૦ની નોટ આપીને બાળક માટે જે ઉનાળામાં જે ચીજ વસ્તુઓ જાેઈએ તે ખરીદવા પણ કીધું હતું,
અગાઉ પણ એક રોડ રસ્તા પર ડિલિવરીમાં મહિલાને તકલીફ પડતા પોતે વ્હારે આવ્યા હતા.