ભાજપના પૂર્વ શહેર પ્રમુખ તથા GJ-18 ના નગરસેવક મહેન્દ્રદાસ પટેલ દ્વારા મેયરને પત્ર પાઠવી ને શહેરની હદ વધતા જતા ટ્રાકિક ભારણને લઈ ધ-રોડ અને ગ-રોડ પર બે નવા અન્ડરપાસ બનાવવાની માંગ ભાજપના સિનીયર કાઉન્સીલર મહેન્દ્રભાઈ(દાસ) પટેલ દ્વારા કરવામાં આવી છે. ગાંધીનગરના મેયર હિતેષ મકવાણાને સંબોધીને લખેલા પત્રમાં દાસે જણાવ્યુ છે કે શહેરની હદ વધતાં તેમજ વસ્તીના ભારણને ધ્યાને લઈએ તો વાહનોની સંખ્યા સતત વધી રહી છે. શહેરમાં હાલ જે વાહનો છે અને રાજ્યનું પાટનગર હોવાથી પણ અહિં ટ્રાફિકનું ભારણવધી રહ્યુ છે. રાજ્યમાં ગાંધીનગર ઝડપથી વિકાસ પામી રહેલ છે. ત્યારે સે. ૬ અને ૭ વચ્ચે તેમજ સે. ૭ અને ૮ વચ્ચે બે અન્ડરપાસ બનાવવામાં આવે તેવી રજૂઆત મને મળી છે તેમજ આ સેક્ટરોમાં જે વાહનોનો ટ્રાફિક છે તેને ધ્યાને લઈ આ દિશામાં મનપા ઝડપથી આગળ વધે તેવી રજુઆત છે. ગાંધીનગર શહેરમાં કલેક્ટર ઓફિસ પાસે એક અન્ડરપાસ સ્વર્ણીમ પાર્કને સળંગ બનાવવા માટે બનાવવામાં આવ્યો છે. તે ૨૨ અને ૨૧ તેમજ સે. ૨૩ અને ૨૨ વચ્ચે અન્ડરપાસ બનાવવા માટેના ટેન્ડર થયા હતા પરંતુ ને ધોજના અમલી બને તે પૂર્વે જ તેનુબાળમરણ થયુ છે.શહેરમાં હવે આ નવા સેક્ટરોમાં બે અન્ડર પાસ બનાવવાની રજૂઆત મહેન્દ્રભાઈ(દાસ) પટેલ દ્વારા કરવામાં આવી છે. ગાંધીનગર શહેરના રોડ એન્જીનીયરીંગમાં બદલાવની વાત વર્ષ ૨૦૧૪ પછી સતત વધી રહી છે. સેક્ટરોના આંતરિક માર્ગો પહોળા કરાયા પછી જે ટ્રાફિક ભારણ છે ત્યારે હવે તંત્ર દ્વારા ગુ પગલાં લેવામાં આવે છે તેના પર સૌની મીટ મંડાઈ છે.
GJ-18 ખાતેના સે-૬-૭ અને ૭-૮ વચ્ચે અંડરપાસ બનાવવા મેયરને દાસનો પત્ર ખાસ,
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments