ટીંટોડા ગામના બોપલા તળાવનું રીસ્ટોરેશન કરાશે, MLA અલ્પેશજી ઠાકોર, ચેરમેન જશવંતભાઈ પટેલ અને કલેક્ટરશ્રી હિતેષ કોયાના હસ્તે ખાતમૂહુર્ત

Spread the love

ગાંધીનગરના ટીંટોડા ગામમાં આવેલા બોપલા તળાવની જૈવ વિવિધતા જળવાઈ રહે અને તેનો વિકાસ થાય તેવા ઉમદા હેતુથી આ તળાવનું રીસ્ટોરેશન કરવામાં આવી રહ્યું છે. જેડબ્લુ લાઇફસ્ટાઇલ ઇન્ડિયા લિમિટેડના સહયોગથી આ તળાવના રીસ્ટોરેશનની કામગીરી કરવામાં આવી છે. આ તળાવના રીસ્ટોરેશન થતા 10 એકર વિસ્તારમાં 15 કરોડ લિટર પાણીનો સંગ્રહ થઈ શકશે. આ જળાશયથી આસપાસનો વિસ્તાર ફરી હરિયાળો બની શકશે.

ગાંધીનગર-દક્ષિણના ધારાસભ્યશ્રી અલ્પેશભાઈ ઠાકોર, ગાંધીનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલ અને ગાંધીનગર જિલ્લા કલેક્ટરશ્રી હિતેશભાઈ કોયાના પ્રયાસોથી આ પુનઃસ્થાપન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે.

આ તળાવને મનોરંજનના કેન્દ્ર તરીકે વિકસાવીને સુશોભિત કરવામાં આવશે. તળાવની અંદરના ત્રણ ટાપુઓ પર 1000 રોપાઓનું વાવેતર કરવામાં આવશે. જેના માટે આ વિસ્તારની મૂળ જૈવવિવિધતાને પુનઃસ્થાપિત કરવા અને પક્ષીઓ, મધમાખીઓ, પતંગિયાઓ, જંતુઓને આકર્ષિત કરવા તેમજ વરસાદમાં વધારો કરવા માટે સંપૂર્ણ વસવાટ બનાવવાના માપદંડો પર છોડની પસંદગી કરવામાં આવી છે. આ સાથે વાંસનું વાવેતર પણ કરવામાંઆવશે જે વાતાવરણમાં વધુ ઓક્સિજન છોડવામાં મદદરૂપ થશે તથા તળાવની મદદથી ભૂગર્ભ જળના સ્તરમાં વધારો કરવામાં આવશે. તળાવની આજુબાજુ એક પાથવે પણ બનાવવામાં આવશે અને તેની પાળને વેટીવર ગ્રાસની મદદથી બ્યુટિફાઇડ કરવામાં આવશે. જેથી તળાવની શુદ્ધી જળવાઈ રહેશે અને તેની પાળની મદદ મળી રહેશે. આ કામગીરી માટે જેડ બ્લૂ તરફથી અંદાજે 20 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com