કોરોના વાયરસને ભારતમાં મહામારી જાહેર કરી દેવામાં આવી છે. દુનિયાભરમાં વૈજ્ઞાનિકો કોરોના વાયરસના નિદાન માટેના વેક્સીનેશનને શોધવામાં લાગ્યા છે. તો દેશની રાજધાની દિલ્હીમાં એક ગૌમૂત્ર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું.આ ગૌમૂત્ર પાર્ટીનું આયોજન નવી દિલ્હીમાં મંદિર માર્ગમાં સ્થિત અખિલ ભારત હિંદુ મહાસભા ભવનમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણિ મહારાજ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજીવ કુમાર આશીષે આયોજિત કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ પાર્ટીમાં લગભગ 100થી 150 જેવા લોકોએ ભાગ લીધો હતો. તેમણે ગૌમૂત્ર પીઈને આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમમાં પહેલા હવન કરવામાં આવ્યું અને પછી કુલ્હડમાં ગૌમૂત્ર પીવામાં આવ્યું અને સાથે જ અન્યને પીવડાવવામાં પણ આવ્યું. ત્યાર બાદ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું.
ગૌમૂત્ર પાર્ટી વિશે સ્વામી ચક્રપાણિએ કહ્યું કે, દેશમાં કોરોના વાયરસનો ખૌફ વધી રહ્યો છે. પણ આપણી જીવનશૈલીમાં જ તેનાથી બચવાનો ઉપાય છે. પહેલા હવન કરવામાં આવ્યું અને પછી કુલ્હડમાં ગૌમૂત્ર પીવડાવવામાં આવ્યું. ત્યાર બાદ ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેઓ કહે છે કે, ગૌમૂત્રમાં 32 રીતના એવા તત્વો હોય છે જે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિની ક્ષમતાને વધારે છે. ગૌમૂત્રના સેવન કર્યા બાદ કોરોના થશે જ નહીં. જો કોઈને કોરોના વાયરસ થઈ જાય તો ગૌમૂત્રના સેવનથી તે ધીમે ધીમે સાજો થઈ જશે. તે કહે છે કે, આ આસ્થાની વાત છે. આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે ગાયમાતાના મૂત્રમાં રોગો સામે લડવાની તાકાત હોય છે.